ETV Bharat / state

kutch Rabi crops Sowing: કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 48,770 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર કરવામાં આવ્યું - kutch Rabi crops 2021)

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને જગતના તાત એવા ખેડૂતોએ રવી પાકની ( kutch Rabi crops ) વાવણી ( Sowing ) કરી છે. ત્યારે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 48,770 હેક્ટરમાં રવી પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, ઘાસચારો, રાઈ, જીરું, ધાણા, વરિયાળી, શાકભાજી, જુવાર જેવા પાકોનું વાવેતર ( kutch Rabi crops 2021) કરવામાં આવ્યું છે.

kutch Rabi crops Sowing:  કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 48,770 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર કરવામાં આવ્યું

author img

By

Published : Nov 24, 2021, 3:54 PM IST

  • કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 48,770 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર
  • રાઈ, ઘઉં, ઘાસચારો, જીરું, મકાઈ, શાકભાજીનું વાવેતર વધારે
  • ખેડૂતોને શિયાળુ પાકથી ફાયદો થશે

કચ્છ :જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ 100 ટકાથી પણ વધારે થયો છે ત્યારે કચ્છના ખેડૂતોએ શિયાળાની ઋતુમાં રવી પાકોનું ઉત્પાદન સારા પ્રમાણમાં થશે તેવી આશાથી જુદાં જુદાં રવી પાકોનું વાવેતર ( kutch Rabi crops Sowing ) કરવાનું શરૂ કરી દીધું છે. જિલ્લા મદદનીશ ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 48,770 હેક્ટરમાં રવીપાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

સૌથી વધુ રાઈ અને ઘાસચારાનું વાવેતર

ઉપરાંત કચ્છ જિલ્લામાં ત્રણ વર્ષમાં સરેરાશ મુજબ 1,47,008 હેક્ટરમાં વાવેતર થતું હોય છે. જેમાં આ વર્ષે સૌથી વધારે 25,253 હેક્ટરમાં રાઈનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યાર બાદ 10,813 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે જ્યારે ઘઉંનું 4,187 હેક્ટરમાં જ વાવેતર થયેલું છે, 5540 હેક્ટરમાં મકાઈના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તો 3013 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ( kutch Rabi crops Sowing ) કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે સારા વરસાદના પગલે ખેડૂતોએ સારા પ્રમાણમાં વાવેતર કર્યું: મદદનીશ ખેતીવાડી અધિકારી

કચ્છ જિલ્લામાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ રવી પાકો ( kutch Rabi crops Sowing ) અંગે માહિતી આપતાં મદદનીશ ખેતીવાડી અધિકારી યુ.એસ. જોષીએ જણાવ્યું હતું કે, દર વર્ષે કચ્છના ખેડૂતો દ્વારા શિયાળા દરમિયાન રવી પાકોમાં ઘઉં, જુરું, રાઈ, ધાણા, લસણ, ઘાસચારો, જુવાર, મકાઈ જેવાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય છે. સામન્ય રીતે 1,47,008 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર થતું હોય છે.જેમાં સૌથી વધારે રાઈ, ઘઉં, જીરુંના પાકોનું વાવેતર થતું હોય છે.ઉપરાંત ચાલુ વર્ષે બીજા રાઉન્ડમાં સારા વરસાદના લીધે ખેડૂતોએ આ વર્ષે અત્યાર સુધીમાં સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે.

કુલ 48,770 હેક્ટરમાં રવી પાકનું વાવેતર

પાછોતરા સમયમાં પણ ખેડૂતો હજી રવી પાકોનું વાવેતર કરશે

આ ઉપરાંત અનેક જગ્યાએ હજી ખેડૂતો રવી પાકોનું ( kutch Rabi crops Sowing ) વાવેતર કરી રહ્યા છે. એટલે હજુ પણ ખેડૂતો પાકની વાવણી કરશે અને પાછોતરા સમયમાં પણ ઘઉં, મકાઈ, રાઈ જેવા પાકોનું વાવેતર કરવામાં આવશે. એટલે દર વર્ષે જેટલું રવી પાકોનું વાવેતર થતું હોય છે એટલા પ્રમાણમાં પણ આ વર્ષે થશે તેવી આશા છે.

રાપર તાલુકામાં સૌથી વધારે વાવેતર થયું

કચ્છ જિલ્લાના 10 તાલુકામાં કુલ 48,770 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર ( kutch Rabi crops Sowing ) કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે વાવેતર રાપર તાલુકામાં 16,460 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ ભુજ તાલુકામાં 7,613 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે તો સૌથી ઓછું લખપત તાલુકામાં માત્ર 30 હેક્ટરમાં જ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. લખપત તાલુકામાં મોટા ભાગે સૂકી ખેતી થતી હોય છે.

કચ્છ જિલ્લામાં કેટલા હેક્ટરમાં કયા કયા પાકો

રાઈ 25,253 હેકટર
ઘાસચારો 10,813 હેકટર
મકાઈ 5,540 હેકટર
રંજકો 4,781
ઘઉં 4,187 હેકટર
જીરું 3,033 હેકટર
શાકભાજી 3,013 હેકટર
ચણા 450 હેકટર
કઠોળ 530 હેકટર
ધાણા 643 હેકટર
અજમો 360 હેકટર
જુવાર 492 હેકટર
ડુંગળી 13 હેકટર
લસણ 20 હેકટર
વરિયાળી 187 હેકટર
મેથી 265 હેકટર

તાલુકા પ્રમાણે હેક્ટરમાં વાવેતર

રાપર 16,460
ભુજ 7,613
અબડાસા 6,260
ભચાઉ 5,455
માંડવી 4,849
અંજાર 3,760
નખત્રાણા 3,152
મુન્દ્રા 1,037
ગાંધીધામ 135
લખપત 30

આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં જ રવીપાકોનું પુષ્કળ વાવેતર

આ પણ વાંચોઃ જાણો શા માટે નલિયાનું તાપમાન સમગ્ર રાજ્યમાં હોય છે સૌથી ઓછું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.