- સોશિયલ મીડિયા પર ભુજની જનરલ હોસ્પિટલનો વીડિયો વાઇરલ થયો
- PPE કીટમાં મૃતદેહોને પેક કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
- વીડિયો વાયરલ થતાં 4 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા
કચ્છ : ભુજની જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓ દ્વારા PPE કીટમાં મૃતદેહોને પેક કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તંત્રની મોતના આંકડા છૂપાવવાની રમત ખૂલ્લી પડી જતા નાના કર્મચારીઓ સામે પગલાં લેવાયા હતા. તંત્ર નાના કર્મચારીઓ સામે પગલાં લેવાના બદલે લોકોને સાચી માહિતી પૂરી પાડે એવી જનતા દ્વારા અપીલ કરવામાં આવી હતી.
વિરોધમાં 20 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
સોશિયલ મીડિયા પર બહુચર્ચિત થયેલા આ વીડિયોથી સંચાલકો દ્વારા 4 કર્મચારીને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે મોડી રાત્રે આ નિર્ણયના વિરોધમાં અન્ય 20 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : શું જામનગરની જી. જી. હોસ્પિટલમાં 5 દિવસ સુધી કોઈ દર્દીને દાખલ નહીં કરી શકાય