- વડાપ્રધાન કચ્છની લેશે 15મી ડિસેમ્બરે મુલાકાત
- વોટર ડિસેલીશેન પ્લાન્ટ અને સોલાર પાર્કનું કરશે ખાતમુહૂર્ત
- વડાપ્રધાન તરીકે કચ્છની ચોથી મુલાકાત
કચ્છ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મી ડિસેમ્બરની કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ તેમની વડાપ્રધાન તરીકેની ચોથી મુલાકાત છે. જયારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે તેમણે કચ્છની 80થી વધુ મુલાકાત લીધેલી છે. કચ્છની આ મુલાકાતના પગલે તૈયારીઓ અને આયોજનનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખાસ કરીને કચ્છના મોટા રણમાં જયાં સોલાર એનર્જી પાર્કનું શિલાન્યાસ થશે, ત્યાં સુરક્ષા સુવિધા અને સાધનો માટે તંત્રની વિવધ ટીમો કામે લાગી છે.
કચ્છનો પ્રેમ ખેંચી લાવે છે વડાપ્રધાનને
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુકંપ પછીના કચ્છની વિકાસમાં મોદીજીનં યોગદાન સૌ કોઈ જાણે છે તેઓ પોતે પણ કહે છે કે, કોઈ જનમમાં હું કચ્છની કોઈ માતાના કુખે જન્મ પામ્યો હોઈશ. અથવા આવનારા કોઈ સમયમાં કચ્છની જનેતના કુખે જન્મ લઈશ એવું અનુભવું છું. કચ્છ સાથે તેમને અનેરો લગાવ છે. એટેલે જ મુખ્યપ્રધાન તરીકે તેઓ 80 થી વધુ મુલાકાતો લઈ ચુકયા છે. કચ્છમાં દેશના પ્રથમ એવા અનેક પ્રકલ્પો તૈયાર થયા છે. કચ્છ રણોત્સવ, માંડવી દરિયાકિનારો, સરહદ પર વોર મેમોરિયલ અનેક પ્રકલ્પો મોદીજીને આભારી છે.
કચ્છની ઓળખ બનશે આ બે વિકાસકામ
કચ્છના દરિયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે વોટર ડિસેલિશને પ્લાન્ટ અને કચ્છ રણમાં સોલાર એનર્જી પાર્કનું વડાપ્રધાન વર્ચુઅલી ખાતમુહૂર્ત કરવાના છે. રણોત્સવ ખાતે ટેન્ટસીટી પાસે આ માટે એક મોટા ડેમનું નિમાર્ણ થઈ રહ્યું છે. વડાપ્રધાન ભૂજ અને ત્યાંથી ધોરડો પહોંચશે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
15મીએ યોજાશે કાર્યક્રમ, 14નું રોકાણ રદ
વડાપ્રધાન મોદી આગામી 14મી ડિસેમ્બરે કચ્છ પહોંચવાના હતા અને 15મીએ સવારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. પણ હવે કાર્યક્રમમાં ફેરફાર થયાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છ રણોત્સવની ટેન્ટ સીટીમા વડાપ્રધાનનું રાત્રિ રોકાણ રદ થયું છે. તેઓ 15મીએ સીધા જ ભૂજ પહોંચશે, તેમ જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાનની મુલાકાતને પગલે સુરક્ષા સુવિધા અને સાધનો માટે રાજયભરના વિવિધ અધિકારીઓ સાથેની ટીમો કામે લાગી છે.
કાર્યક્રમ જાહેર, પણ લોકો હજુ માહિતીથી અજાણ
વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારીઓ આયોજન અને સુરક્ષા અંગે કોઈ જ માહિતી માધ્યમોને અપાઈ નથી. ઈટીવી ભારતે આજે બુધવારે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે નો સંપર્ક સાધતા તેમણે ખુબ જ ટુંકા જવાબમાં વ્યસ્ત હોવાનુ જણાવ્યુ હતું. જયારે પોલીસ અધિકારીઓ, અન્ય જવાબદારો પણ સતત વ્યસ્ત હોવાનું જણાવી 15મીએ શુ આયોજન છે. જાહેર કાર્યક્રમ છે, કોણ આમંંત્રિત રહેશે. જેની રાજયના પદધિકારીઓ અધિકારીઓની માહિતી પણ હજુ સ્પષ્ટ થઈ શકી નથી. સંભવત 14મી ડિસેમ્બરે માહિતી ખાતાની સતાવાર પ્રેસ યાદી બહાર પડશે. જેમાં આ કાર્યક્રમની ટુંકી વિગતો સ્પષ્ટ થઈ શકે છે.