કચ્છઃ ETV ભારત સાથે ખાસ વાતચીતમાં કચ્છ જિલ્લાના મહિલા કલેકટર પ્રવિણા ડી કેએ સ્પષ્ટ રીતે કહ્યું હતું. કચ્છમાં વિવિધ ક્ષેત્રમાં કોરોના વોરિયર્સ પોતાની ફરજ બજાવી રહ્યા છે. જેમાં મહિલા અને પુરુષ એવો કોઇ ભેદભાવ નથી પણ ગૌરવ એટલું ચોક્કસ છે. કચ્છમાં 852 જેટલી મહિલાઓ ફ્રન્ટ લાઈન પર પોતાની ફરજ નિભાવી રહી છે. ખાસ કરીને એક પણ મહિલાએ હોમ ટુ હોમ સર્વે હોય, કોરોના દર્દીઓની સારવાર હોય, હોસ્પિટલમાં સારવાર હોય, કોઈપણ કામગીરી હોય, એક પણ મહિલાએ એક કદમ પણ પાછળ હટાવ્યો નથી.
કોરોના સામેના જંગમ ફ્રન્ટ લાઈન પર એટલે કે, આરોગ્ય તંત્રમાં વિવિધ કામગીરી કરતા કોઈપણ કર્મચારી તબીબ કોરોનાથી મૃત્યુ થાય તો આ મહામારીના વોરિયર્સને શહીદનું સન્માન મળે તેવી એક લાગણીની સત્તાવાર રજૂઆત કચ્છના આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે આ મુદ્દે કહ્યું હતું કે, કચ્છ સહિત સમગ્ર દેશ દુનિયામાં જે લોકો હાલ મહામારી સામે લડી રહ્યા છે. તેમની પાસે માત્ર ગણવેશ નથી તેઓ ખરેખર યુદ્ધમાં પોતાના યોગ્ય યોગદાન આપી રહ્યા છે, ત્યારે જો કોઇનું કોરોના સંક્રમિતતાથી મૃત્યુ થાય તો તેમને શહીદનો યોગ્ય સન્માન આપવું જોઈએ તેમાં કોઈપણ બે મત હોઇ શકે નહીં.