કચ્છઃ જાણીતી ટેલિવિઝન સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય(Tarak Mehta ka Ooltah Chashmah Team in Kutch) અભિનેતા જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતા કલાકાર દિલીપ જોશીએ સહ પરિવાર કચ્છના(Jethalal Gada visit Kutch) દેશદેવીમાં આશાપુરાના પ્રસિદ્ધ યાત્રાધામના દર્શન કરવા માટે આવ્યા હતા. દિલીપ જોશીએ કચ્છ જિલ્લામાં સર્વપ્રથમ માતાના મઢ સ્થિત માઁ આશાપુરાના દર્શને(Ashapura Madh in Dilip Joshi) ગયા તેમજ સહ પરિવારે માતાજીની સંધ્યા આરતીનો લાભ પણ લીધો હતો. ત્યારબાદ કોટેશ્વર મહાદેવ મંદિરે પણ દર્શન કર્યા હતા.
દિલીપ જોશીએ કચ્છી લોકોના ખબર અંતર પૂછ્યા
દિલીપ જોશીએ દર્શનાર્થે આવેલા કચ્છી લોકોના ખબર અંતર પણ પૂછ્યા હતા. માતાના મઢે દર્શન કર્યા બાદ પરિવાર સાથે તેઓ સરહદી જિલ્લાના છેડે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે(Dilip Joshi at Koteshwar Mahadev Temple) પહોંચ્યા હતા અને ભગવાન શિવની પૂજા કરી હતી.
પરિવાર સાથે માતાના મઢ અને કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા
માતાના મઢ(Kutch Mata no Madh) ખાતે મંદિરના પૂજારી ધ્રુવરાજસિંહ ચૌહાણ, જાગીર ટ્રસ્ટના મયુરસિંહ જાડેજા, વેપારી અગ્રણી અરવિંદ શાહ દ્વારા અભિનેતાના પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલીપ જોશી સાથે તેમના માતા, પત્ની અને બહેન બનેવીએ પણ માઁ આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ માતાનામઢથી નીકળી તેઓ કોટેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં મંદિરના પૂજારીએ ભગવતગિરીએ મંદિરમાં ભગવાન મહાદેવની તેમના હસ્તે પૂજા કરાવી હતી. આ અગાઉ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તમામ કલાકારો માતાના મઢ ખાતે દર્શન કરવા આવી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ Kutch Year Ender 2021: કચ્છ શહેરમાં 2021માં ઘટેલી મહત્વની ઘટના માત્ર એક ક્લિકમાં...
આ પણ વાંચોઃ કચ્છના માતાના મઢ ખાતેથી મળ્યું જેરોસાઇડ, NASAના વૈજ્ઞાનિકો આવીને કરશે સંશોધન