કચ્છ શ્રાવણ માસ પૂરો થઈ ચૂક્યો છે છતાં પણ હજી તીન પત્તી ક્યાંકને (gambling case in Kutch) ક્યાંક છાના ખૂણે જોવા મળી રહે છે. ત્યારે પધ્ધર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્કોડને મળેલી બાતમીના આધારે મોડસર ગામની (Gambling in Modsar village) સીમમાં બાવળની ઝાડીઓમાં જુગાર રમતાં 7 ખેલીઓને ઝડપી પાડયા છે
7 લોકો જુગાર રમતા ઝડપાયા બાતમીના આધારે પોલીસ કર્મચારીઓએ દરોડા પડતા મોડસર ગામથી ઉગમણી સીમમાં આવેલી બાવળોની ઝાડીમાં 7 શખ્સો ભેગા મળી ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે આરોપીઓને પકડી પાડી પધ્ધર પોલીસ સ્ટેશન લઇ જઇ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી (Gambling in Modsar village sim) કરવામાં આવી છે.
આ પણ વાંચો તીન પત્તીએ બગાડી વેપારીઓની બાજી
પોલીસની કામગીરી બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા તેમજ પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સૂચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ ભુજના માર્ગદર્શન હેઠળ જુગારના કેસો શોધી કાઢવા સૂચન કરવામાં આવી હતી. જે અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.બી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પધ્ધર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા તેમજ પો.હેડ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી.
આ પણ વાંચો 'હમ દો હમારે દો-તીન' અભિયાન હાથ ધરવાની આ સમાજને કેમ જરુર પડી?
ઝડપાયેલ મુદ્દામાલ અને આરોપીઓ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 38,800, 36,000ની કિંમતના કુલ 9 મોબાઈલ, 7,00,000 રૂપિયાની હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કાર, 50,000ની કિંમતની 2 મોટરસાઇકલ એમ કુલ મળીને 8,24,300નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં ઝડપાયેલા આરોપીઓ વિશ્રામ રવા ગાગલ, ભુરા રવા ગાગલ, શંભુ ધના ગાગલ, ગોપાલ રૂપા ગાગલ, ભગુ ભાણા ગાગલ, રૂપા રવા ગાગલ અને વિક્રમ ભુરા ગાગલ સામે કાર્યવાહી હાથ ધરી છે. gambling People caught in Kutch