ETV Bharat / state

કચ્છમાં પડે પણ નડે નહી તે માટે આયોજનની કરાઈ શરૂઆત

કચ્છ: જિલ્લામાં અંદાજે 20 લાખ જેટલું પશુધન માટે ઘાસચારા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા સહિયારા પ્રયાસો હાથ ધરાઇ રહ્યાં છે. ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જાતે આ મામલે આગવી પહેલ કરીને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ પ્રાંત અધિકારીઓને દરેક તાલુકામાં પાંચ ગામ વચ્ચે એક કલસ્ટર બનાવી એક-એક NGOને ઘાસચારા વાવેતર માટે બે-બે કલસ્ટર ફાળવવા નિર્દેશો અપાયાં હતા.

કચ્છમાં પડે પણ નડે નહી તે માટે આયોજનની કરાઈ શરૂઆત
author img

By

Published : Jul 26, 2019, 3:02 AM IST

કચ્છના ઘાસચારા માટેના આ ખાસ પ્રોજેક્ટમાં સરપંચ અને ગામ લોકોનો સહયોગ લઇ વેસ્ટ વોટર દ્વારા મોટા પાયે ઘાસચારા વાવેતરની યોજનાનું આયોજન કરાયું છે. ફોરેસ્ટની જમીનમાં પણ ઘાસચારાનું વાવેતર કરવા માટે વન વિભાગ સાથે સંકલન સાધી કાર્યવાહી કરવા વહીવટીતંત્ર દ્વારા નિર્દેશો આપી દેવામાં આવ્યાં છે.

કચ્છમાં દુષ્કાળ પડે પણ નડે નહી તે માટે આયોજનની કરાઈ શરૂઆત
કચ્છમાં દુષ્કાળ પડે પણ નડે નહી તે માટે આયોજનની કરાઈ શરૂઆત

જિલ્લામાં વન વિભાગને પણ તંત્ર દ્વારા સામેલ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં કચ્છને ઘાસચારા માટે અન્ય જિલ્લાઓ પર નિર્ભર ન રહેવું પડે તે માટેની કવાયત હાથ ધરાઇ છે. ચાલુ વર્ષે પૂર્વ વન વિભાગ દ્વારા 560 હેક્ટરમાં તેમજ પશ્ચિમ વન વિભાગ દ્વારા 730 હેક્ટરમાં ઘાસચારા વાવેતરનું આયોજન કરાઇ ચૂક્યું છે.

કચ્છમાં આવેલાં ઔદ્યોગિક એકમો પણ આ ક્ષેત્રે કામગીરી કરી રહ્યાં છે. ત્યારે અન્ય એકમો પણ પોતાના CSR ફંડનો ઉપયોગ આ ક્ષેત્રે કરતાં થાય તે માટે પ્રયાસો હાથ ધરીને કામગીરીનું ફલક વધારવામાં આવી રહ્યું છે.

ઘાસચારા સ્વાયતતા અને ગૌચર સંવર્ધન ક્ષેત્રે કાર્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોને જોડવા જિલ્લા વહીવટીતંત્રએ તાજેતરમાં એક બેઠકનું પણ આયોજન કરાયું હતું. જેમાં કે.એફ.એફ.એફ.એ.ટી.ના જયેશભાઈ લાલકા, વર્ધમાન પરિવારના જીતુભાઈ શાહ, સહજીવન સંસ્થાના રમેશભાઈ ભટ્ટી, મનોજભાઈ સોલંકી, કાઝરીના ડૉ. સીતારામ જાટ, અદાણી ફાઉન્ડેશનના માવજીભાઈ બારૈયા, સીજીપીએલ મુંદરાના આસીફખાન પઠાણ, ગાઇડ સંસ્થાના ડૉ. વિજયકુમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

હાલ કચ્છની 1.20 લાખ હેક્ટર જેટલી ગૌચર જમીન નીમ થયેલ છે. પશુધન માટે દૈનિક 60 લાખ કીલો ઘાસની જરૂરિયાત સામે 30 લાખ ઘાસ લીલાચારા દ્વારા, બાકીના 30 લાખ સૂકાચારારૂપે ઘેટા-બકરાનાં ભેલાણમાંથી મળતો સૂકો ચારો બાદ કરતા દૈનિક 9 લાખ કીલો સુકા ચારાની જરૂરિયાત છે.

Intro:કચ્છના અંદાજે ૨૦ લાખ જેટલું પશુધન માટે ઘાસચારા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા સહિયારા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે કચ્છ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જાતે આ મામલે આગવી પહેલ કરીને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજીને તમામ પ્રાંત અધિકારીઓને દરેક તાલુકામાં પાંચ ગામવાર એક કલસ્ટર બનાવી એક-એક એનજીઓને ઘાસચારા વાવેતર માટે બે-બે કલસ્ટર ફાળવવા નિર્દેશો અપાયાં છે.
Body:
કચ્છના ઘાસ ચારા માટેના આ ખાસ પ્રોજેકટમાં સરપંચ અને ગામ લોકોનો સહયોગ લઇ વેસ્ટ વોટર દ્વારા મોટા પાયે ઘાસચારા વાવેતરની યોજનાનું આયોજન કરાયું છે. ફોરેસ્ટની જમીનમાં પણ ઘાસચારાનું વાવેતર કરવા માટે વન વિભાગ સાથે સંકલન સાધી કાર્યવાહી કરવા વહીવટીતંત્ર દ્વારા નિર્દેશો આપી દેવામાં આવ્યાં છે.

જિલ્લામાં વન વિભાગને પણ તંત્ર દ્વારા સામેલ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં કચ્છને ઘાસચારા માટે અન્ય જિલ્લાઓ ઉપર નિર્ભર ન રહેવું પડે તે માટેની કવાયત હાથ ધરાઇ છે. ચાલુ વર્ષે પૂર્વ વન વિભાગ દ્વારા ૫૬૦ હેકટરમાં તેમજ પશ્ચિમ વન વિભાગ દ્વારા ૭૩૦ હેકટરમાં ઘાસચારા વાવેતર આયોજન કરાઇ ચૂકયું છે. ઉપરાંતમાં દરેક ગામોની પશુ વસ્તીનું ફોર્મ અદ્યતન કરાવી જરૂરિયાત મુજબની ગૌચર જમીન નીમ કરવા સંયુકત ઝુંબેશરૂપે ડીઆઇએલઆર તથા એસએલઆરને સાથે રાખી દરેક પ્રાંત અધિકારીઓને
હાલમાં ચાલી રહેલી રી-સર્વેની કામગીરીની સાથે-સાથે આ કાર્ય પૂર્ણ કરવા નિર્દેશો આપી દેવામાં આવ્યાં છે.

કચ્છમાં આવેલાં ઔદ્યોગિક એકમો પણ આ ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે ત્યારે અન્ય એકમો પણ પોતાના સીએસઆર ફંડનો ઉપયોગ આ ક્ષેત્રે પણ કરતાં થાય તે માટે પ્રયાસો હાથ ધરી કામગીરીનું ફલક વધારવામાં આવી રહ્યું છે.

અબડાસા પ્રાંત કચેરી દ્વારા દ્વારા ચીયાસર, રવા, નુંધાતડ,મોટીબેર, નલીયા અને કનકપર ગામોએ ૩૬૦ હેકટરમાં ભુજ પ્રાંત કચેરી દ્વારા ભુજ તાલુકાના કુનરિયા, પધ્ધર, વાંઢાય, કાળી તળાવડી, સરલી, આણંદસર અને ગજોડ ગામમાં ઉપલબ્ધ જમીનમાં મુંદરા પ્રાંત દ્વારા ફાચરિયા અને લફરામાં ૧૨ એકરમાં, સિરાચામાં ૮ એકરમાં, નાનીખાખરમાં ૧૦ એકર, બિદડા અને આંસબિયા(મોટા)માં ૮૦ એકરમાં જયારે અંજાર પ્રાંત દ્વારા વીરા, અજાપર, સંઘડ તથા ખેડોઇ ગામમાં બે-બે હેકટરમાં ઘાસચારાનું વાવેતરનું આયોજન ઘડાઇ ગયું છે. જયારે ભચાઉ પ્રાંત દ્વારા કકરવા તેમજ નખત્રાણા પ્રાંત દ્વારા લખપત અને નખત્રાણા તાલુકામાં સાંગનારા, નાગલપર,મોટા અને નાના અંગિયા,જીંદાય, દેવસર, મંજલ, વિગોડી, ઉગેડી, રામપર સરવા, કોટડા(રોહા) તો લખપતના ઘડુલી, ધારેશી, લાખાપર, વિરાણી નાની ફુલરા,સિયોત ગામોમાં ઘાસચારા વાવેતરનું મોટાં પાયે આયોજન કરાયું છે.

ઘાસચારા સ્વાયતતા અને ગૌચર સંવર્ધન ક્ષેત્રે કાર્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોને જોડવા જિલ્લા વહીવટીતંત્ર તાજેતરમાં એક બેઠકનું પણ આયોજન કરાયું હતું જેમાં કે.એફ.એફ.એફ.એ.ટી.ના જયેશભાઈ લાલકા, વર્ધમાન પરિવારના જીતુભાઈ શાહ, સહજીવન સંસ્થાના રમેશભાઈ ભટ્ટી, મનોજભાઈ સોલંકી, કાઝરીના ડો. સીતારામ જાટ, અદાણી ફાઉન્ડેશનના માવજીભાઈ બારૈયા, સીજીપીએલ મુંદરાના આસીફખાન પઠાણ, ગાઇડ સંસ્થાના ડો. વિજયકુમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છમાં વર્ષોથી ઘાસચારા વાવેતર ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ પોતાના
અનુભવ અને ટેકનોલોજી દ્વારા કચ્છને ઘાસચારા ક્ષેત્રે આત્મનિભર્ર બનાવવાની દિશામાં સહયોગી થવા બેઠકમાં ઉપસ્થિત રહી અમૂલ્ય સૂચનો કર્યાં હતા.

હાલે કચ્છની ૧.૨૦ લાખ હેકટર જેટલી ગૌચર જમીન નીમ થયેલ છે. પશુધન માટે દૈનિક ૬૦ લાખ કીલો ઘાસની જરૂરિયાત સામે ૩૦ લાખ ઘાસ લીલાચારા મારફતે, બાકીના ૩૦ લાખ સૂકાચારારૂપે જેમાંથી ઘેટા-બકરાનાં ભેલાણમાંથી મળતો સૂકો ચારો બાદ કરતા દૈનિક ૯ લાખ કીલો સુકા ચારાની જરૂરિયાતછે. ત્યારે દુષ્કાળ પડે પણ નડે નહીં આધારિત ગામમાં ઉત્પાદન
કરેલ ઘાસને ગામમાં જ રાખવામાં આવે તેવી સુચન ધ્હયાને લેવાયું છે. Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.