- આજે સમગ્ર વિશ્વમાં ફોટોગ્રાફી દિવસની ઉજવણી થઇ રહી છે
- ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા ફોટોવોકનું આયોજન કરાયું
- યુવાઓમાં પ્રાચીન વારસા જેવા સ્મારકો અને આપણી ઐતિહાસિક ધરોહરો અંગે જાગૃતિ આવે તેવો ઉદ્દેશ
કચ્છ: વિશ્વ ફોટોગ્રાફી દિવસ એવા લોકોને ભેગા કરે છે કે જેઓ ફોટોગ્રાફી માટે ઉત્સુકતા ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં આ કલા સ્વરૂપ વિશે જાગૃતિ પણ ફેલાવે છે. ફોટોગ્રાફી હંમેશા સ્ક્રીન પર ઇમેજ રજૂ કરવાની પ્રક્રિયા કરતાં ઘણી વધારે રહી છે.
આ પણ વાંચો- વિશ્વ ફોટોગ્રાફી ડે : જૂનાગઢના ફોટોગ્રાફરે સાચવ્યા છે 50 વર્ષ કરતાં પણ જૂના કેમેરાઓ
દર વર્ષે 19 ઑગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી થાય છે
વર્ષ 1837થી વિશ્વના તમામ ફોટોગ્રાફરો એક સાથે આવે અને ફોટોગ્રાફીની દુનિયામાં કંઈક કલાત્મક અભિગમ સાથે નવો બદલાવ થાય તેમજ ફોટોગ્રાફરો સતત બદલાતી ટેકનોલોજીનો સતત ઉપયોગ કરી ફોટોગ્રાફી કલાને જીવંત બનાવે તેને ધ્યાનમાં રાખીને દર વર્ષે 19 ઑગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
9વર્ષના યુવા ફોટોગ્રાફરથી લઈને 65 વર્ષના ફોટોગ્રાફર આ ફોટોવોકમા જોડાયા
વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા ભુજના પ્રાગમહેલ પેલેસ ખાતે ફોટોવોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના ફોટોગ્રાફરો જોડાયા હતાં. 9 વર્ષના યુવા ફોટોગ્રાફરથી લઈને 65 વર્ષના ફોટોગ્રાફર આ ફોટોવોકમાં જોડાયા હતા. આ ફોટોવોકમાં કુલ 65 જેટલા ફોટોગ્રાફર જોડાયા હતા.
ટેકનોલોજીના યુગમાં ફોટોગ્રાફીના મહત્વથી અવગત કરાવવાનો ઉદ્દેશ્ય
આ ફોટોવોક દરમિયાન ફોટોગ્રાફીના રસિકોને નિષ્ણાતો દ્વારા મોબાઈલ કેમેરા અને ડિજિટલ કેમેરા અંગેની માહિતી ઉપરાંત પ્રાચીન વારસાની માહિતી પણ આપવામાં આવી હતી. આ ફોટોવોકનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત કરવા, માર્ગદર્શન પૂરું પાડવાનું હતું. આ ટેકનોલોજીના યુગમાં ફોટોગ્રાફીના મહત્વથી અવગત કરાવવાનો છે.
ફોટોગ્રાફી એટલે આપણા જે વિચારો છે તેને ફોટોના માધ્યમથી પ્રસ્તુત કરી શકીએ છીએ
આપણા જે વિચારો છે તેને આપણે ફોટોગ્રાફીના માધ્યમથી ક્રિએટિવ રીતે પ્રસ્તુત કરી શકીએ છીએ. ક્યારેક આપણે કોઈ બાબતે બોલી નથી શકતા, પરંતુ ફોટોના માધ્યમથી આપણે એને વર્ણવી શકીએ છીએ.
એક ફોટો છે તે 1000 શબ્દોની ગરજ સારે છે
દિવસેને દિવસે ટેકનોલોજી વધી રહી છે અને આવા યુગમાં ફોટોગ્રાફર એકબીજા સાથે સંકળાયેલા રહે તે જરૂરી છે અને આ ફોટોવોકના માધ્યમથી બધાને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે તથા પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. ઉપરાંત એક ફોટો છે તે 1000 શબ્દોની ગરજ સારે છે. તમને ક્યાંય બોલવાની જરૂર નથી થતી, તમે એક ફોટો publish કરી નાખો એટલે બધા લોકોને સમજાઈ જશે.
આ પણ વાંચો- #WorldPhotographyDay : જામનગરમાં અનોખી રીતે ઉજવણી
ફોટોગ્રાફી એ એક નિજાનંદની વસ્તુ છે
ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા દર વખતની જેમ આજે પણ ફોટોવોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ઉગતા કલાકારો છે તેમને ખાસ પ્રોત્સાહન મળે છે. યુવા ફોટોગ્રાફરને એક સંદેશો આપીશું કે, આપ આ ફોટોગ્રાફીમાં જોડાઓ અને આ એક નિજાનંદની વસ્તુ છે.