ETV Bharat / state

Inspirational Personality : "નારી તું નારાયણી" PGVCLના મહિલા અધિકારીની ફરજનિષ્ઠા જોઈને તમે પણ કહેશો "શાબાશ" - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

કચ્છમાં તાજેતરમાં બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ કર્યા બાદ ગુજરાતનાં રસ્તેથી રાજ્સ્થાન તરફ આગળ વધી ડિપ્રેશનમાં ફેરવાયું હતું. તંત્રએ વાવાઝોડાની તીવ્રતા, વ્યાપ અને ગંભીર અસરોને ધ્યાનમાં રાખી કટોકટીભરી પળોનો સામનો કરવા આગોતરું આયોજન કર્યું હતું.જેમાં PGVCL ના જોઇન્ટ MD પ્રીતિ શર્મા ગર્ભવતી હોવા છતા બિપરજોય વાવાઝોડા સમયે રાતદિવસ ખડેપગે સેવા બજાવી હતી. ત્યારે તેમની ફરજનિષ્ઠા બદલ ચારેતરફથી પ્રીતિ શર્માને શાબાશી મળી રહી છે.

PGVCLના મહિલા અધિકારીની ફરજનિષ્ઠા જોઈને તમે પણ કહેશો "શાબાશ"

author img

By

Published : Jun 30, 2023, 4:04 PM IST

કચ્છ : બિપરજોય વાવાઝોડા દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી પગલાં ભર્યા હતા. વહિવટી તંત્ર દ્વારા NDRF ટીમ, વિવિધ કેન્દ્રીય બચાવ અને રાહત એજન્સીઓ તથા ગુજરાત સરકારની વિવિધ વહીવટી ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક તૈનાત કરવામાં આવી હતી. વાવાઝોડા દરમિયાન સરકારી અધિકારીઓ, પોલીસ સ્ટાફ, સેવાભાવી સંસ્થાઓ તથા સ્થાનિક આગેવાનોએ પણ પોતાની ફરજનિષ્ઠા દાખવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સરકારના તમામ પ્રધાનો પણ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રીતિ શર્માની ફરજનિષ્ઠા : જડબેસલાક પૂર્વતૈયારીઓ અને સૂઝબૂઝથી ભર્યાં આયોજનને કારણે વાવાઝોડા દરમિયાન એકપણ માનવ મૃત્યુ ન નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ બધાની વચ્ચે ફરજનિષ્ઠા અને સમર્પિત ભાવથી કામ કર્યાની એક અનોખી ઘટનાઓ સામે આવી છે. જેમાં PGVCL ના જોઇન્ટ MD પ્રીતિ શર્માની ફરજનિષ્ઠા અને સેવાભાવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ગર્ભવતી હતા પ્રીતિ શર્મા : વાવાઝોડાની અસાધારણ સ્થિતિમાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે વાવાઝોડા બાદ હજારો વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા હતા.. કચ્છના ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવો એક મોટો પડકાર હતો. ત્યારે આવી વિકટ સ્થિતિમાં પોતે ગર્ભવતી હોવા છતાં, પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના પ્રીતિ શર્માએ અસાધારણ સાહસ દાખવ્યું હતું. પ્રીતિ શર્માએ વાવાઝોડા પહેલા અને પછીની સ્થિતિમાં રાત દિવસ કામ કરી ફરજનિષ્ઠાનું બેમિસાલ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉપરી અધિકારીઓ તથા રાજ્ય સરકારના પ્રધાનોને આ બાબત ધ્યાનમાં આવી હતી. તેઓએ વિશ્રામ લેવા વારંવાર જણાવ્યું હોવા છતાં પ્રીતિ શર્માએ પોતાની ફરજને પ્રાધાન્ય આપી કર્મશીલતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.

કચ્છ પર વાવાઝોડાનું મહાસંકટ હતું. ત્યારે તમામ અધિકારીઓ પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતપોતાના વિભાગમાં તૈનાત રહી ફરજ નિભાવી રહ્યા હતા. તેવી જ રીતે મેં મારી ફરજ નિભાવી છે. વાવાઝોડામાં સૌથી વધુ નુકસાન વીજપોને થઈ છે. લોકોને વધુ સમય માટે વીજ પુરવઠા વગર રહેવું ન પડે તે માટે કરીને ગ્રાઉન્ડ લેવલે કામ કરવામાં આવ્યું છે. અમે જાતે સ્થળ પર જઈને કામગીરી કરી છે. સમગ્ર ટીમની મહેનત અને ફરજનિષ્ઠાના પગલે જિલ્લામાં વીજપુરવઠો ઝડપથી પૂર્વવત કરવામાં આવ્યો હતો.-- પ્રીતિ શર્મા (જોઇન્ટ MD,PGVCL)

વિકટ સ્થિતિમાં કર્તવ્ય નિભાવ્યું : શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા દરમિયાન હું અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મોડી રાત સુધી કચ્છ કલેક્ટરની કચેરીએ પરિસ્થિતિની સમીક્ષાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે રાતના બે-બે વાગ્યા સુધી PGVCL ના જોઇન્ટ MD પ્રીતિ શર્માએ કચેરીમાં હાજરી આપીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું. સર્ગભા હોવા છતાં તેઓ મોડે સુધી PGVCL ના અધિકારીઓને માર્ગદર્શન આપીને કામગીરી કરતા હતા.

કામગીરીને બિરદાવી : પ્રભારી પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આવા ફરજનિષ્ઠ અધિકારીઓની રાત-દિવસ મહેનતના લીધે સરકાર ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા મહિલા શક્તિને આદર આપે છે. પ્રભારી પ્રધાને પણ પ્રીતિ શર્માની કામગીરીને બિરદાવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ઉપરાંત પ્રીતિ શર્માનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.

  1. Kutch News : કચ્છમાં બિપરજોય વાવાઝોડાથી થયેલી નુકસાનમાંથી લોકોને બેઠા કરવા કોંગ્રેસે કરી વિશેષ માંગ
  2. Biparjoy Cyclone : વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં 11000 ફૂડ પેકેટ પહોંચાડશે ભુજ સ્વામિનારાયણ મંદિર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.