ETV Bharat / state

કચ્‍છમાં અછતની પરિસ્‍થિતિના પગલે નિરંતર ફિલ્‍ડ તપાસ, જરૂરિયાત મુજબ ઘાસકાર્ડ પણ અપાયા - KUTCH

ભુજઃ કચ્‍છમાં અછતની પરિસ્‍થિતિ તેના મહત્‍વનાં અંતિમ પડાવમાં પહોંચી છે, ત્‍યારે જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા કોઇપણ ગેરરીતિ ન થાય તે માટે રાજય ઉપરાંત જિલ્‍લાકક્ષાની બે ફલાઇંગ સ્‍કવોડ તેમજ જિલ્‍લા કલેકટર સહિત અછતના નાયબ કલેકટર, મામલતદારની સાથે પ્રાંત અને તાલુકાકક્ષાની ટીમ દ્વારા નિરંતર ફિલ્‍ડ તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.

fh
author img

By

Published : Jun 25, 2019, 10:18 AM IST

જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા ગૌશાળા-પાંજરાપોળ, ઢોરવાડા કે ઘાસડેપોની અત્‍યાર સુધીમાં 7,234 તપાસણી પૂર્ણ કરાઇ હોવાનું અછતશાખાએ જણાવ્યું છે. તો વધુમાં જણાવ્‍યું હતું કે, તપાસણી સમયે ધ્‍યાને આવેલી ક્ષતિઓ સામે સંબંધિત સંસ્‍થાઓને નોટીસ પાઠવવા તેમજ રૂબરૂ સુનાવણી કરી મેરિટના આધારે દરેક કાર્યવાહી કરવામાં આવે છે. તો અત્‍યાર સુધી બે ઢોરવાડાની મંજૂરી રદ્દ કરવા સાથે 9 ઢોરવાડાની સબસીડી કાપવામાં આવી છે, અને હજુ પણ દરેક ગૌશાળા-પાંજરાપોળ કે ઢોરવાડાની તપાસણી દરમિયાન ક્ષતિઓ જણાશે તો તેની સામે ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દરેક ગૌશાળા-પાંજરાપોળ અને ઢોરવાડાની દરેક માસે લઘુતમ બે વખત આકસ્‍મિક તપાસ કરવામાં આવે છે, અને તપાસણી સમયે નાનાં-મોટાં પશુઓની સંખ્‍યા સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાંત કક્ષાએ તથા મામલતદાર કક્ષાએ ફોર્મ નં. 46,47 અને 48ની ચકાસણી કરવામાં આવે છે, અને પશુઓની વિગતો (નાનાં-મોટાં) પશુઓની ખરાઇ થયા બાદ જ સબસીડીના ચૂકવણાં કરવામાં આવતાં હોવાનું અછતશાખા દ્વારા જણાવાયું હતું. કચ્‍છમાં અત્‍યાર સુધીમાં 126 ગૌશાળા, 31 પાંજરાપોળો અને 503 ઢોરવાડામાં કુલ 4,06,575 પશુઓનો નિભાવ થઈ રહ્યો છે અને કુલ રૂપિયા.1,64,97,78,804ની સબસીડી ચૂકવવામાં આવી હોવાનું પણ પઠાણે જણાવ્‍યું હતું.

રાજય સરકાર દ્વારા દુષ્‍કાળગ્રસ્‍ત કચ્‍છને ગત 19મી જૂન, 2019ના વધુ 25 લાખ કીલો ઘાસના જથ્‍થાની ફાળવણી કરવામાં આવી છે, તે સાથે અત્‍યાર સુધીમાં કુલ 9.22 કરોડ કીલો ઘાસના જથ્‍થાની ફાળવણી કરાઇ છે અને 8.40 કરોડ કીલો ઘાસના જથ્‍થાના જરૂરિયાતવાળા ઘાસકાર્ડ ધારકોને વિતરણ પણ કરી દેવાયું છે, તેમ અછત શાખા દ્વારા જણાવ્‍યું હતું.

R GJ KTC 03 24JUNE KUTCH ACHAT KAMGIRI JARI SCRTIP PHOTO RAKESH 

LOCIAOTN- BHUJ 
DATE 24 JUNE 

કચ્‍છમાં અછતની પરિસ્‍થિતિ તેના મહત્‍વનાં અંતિમ પડાવમાં પહોંચી છે, ત્‍યારે જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા કોઇપણ ગેરરીતિ ન થાય તે માટે  રાજય ઉપરાંત જિલ્‍લાકક્ષાની બે ફલાઇંગ સ્‍કવોડ તેમજ જિલ્‍લા કલેકટર સહિત અછતના નાયબ કલેકટર, મામલતદારની સાથે પ્રાંત અને તાલુકાકક્ષાની ટીમો દ્વારા નિરંતર ફિલ્‍ડ તપાસણી કાર્ય કરાઇ રહ્યું છે.

જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા ગૌશાળા-પાંજરાપોળો, ઢોરવાડા કે ઘાસડેપોની અત્‍યાર સુધીમાં ૭,૨૩૪ તપાસણી પૂર્ણ કરાઇ હોવાનું અછતશાખાએ વિગતો આપતાં વધુમાં જણાવ્‍યું હતું કે, તપાસણી સમયે ધ્‍યાને આવેલ ક્ષતિઓ સામે સંબંધિત સંસ્‍થાઓને નોટીસ પાઠવવા તેમજ રૂબરૂ સુનાવણી કરી મેરિટના આધારે દરેક કાર્યવાહી કરવામાં આવે છે. અત્‍યાર સુધી બે ઢોરવાડાની મંજૂરી રદ્દ કરવા સાથે ૯ ઢોરવાડાની સબસીડી કાપવામાં આવી છે અને હજુ પણ દરેક ગૌશાળા-પાંજરાપોળ કે ઢોરવાડાની તપાસણી દરમિયાન ક્ષતિઓ જણાઇ આવશે તો તેની સામે ચોકકસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે, 

દરેક ગૌશાળા-પાંજરાપોળ અને ઢોરવાડાની દરેક માસે લઘુતમ બે વખત આકસ્‍મિક તપાસ કરવામાં આવે છે અને તપાસણી સમયે નાનાં-મોટાં પશુઓની સંખ્‍યા સુનિશ્‍ચિત કરવામાં આવે છે. ઉપરાંત નમૂના નં.૪૭માં નિભાવેલ નાનાં-મોટાં પશુઓની ભૌતિક ચકાસણી કરીને પણ તપાસણી કરવામાં આવતી હોવાનું અછત શાખા દ્વારા જણાવાયું હતું.

આ ઉપરાંત પ્રાંત કક્ષાએ તથા મામલતદાર કક્ષાએ ફોર્મ નં. ૪૬,૪૭ અને ૪૮ની ચકાસણી કરવામાં આવે છે અને પશુઓની વિગતો (નાનાં-મોટાં) પશુઓની ખરાઇ થયા બાદ જ સબસીડીના ચૂકવણાં કરવામાં આવતાં હોવાનું અછતશાખા દ્વારા જણાવાયું હતું.

 કચ્‍છમાં અત્‍યાર સુધીમાં ૧૨૬ ગૌશાળા, ૩૧ પાંજરાપોળો અને ૫૦૩ ઢોરવાડામાં કુલ ૪,૦૬,૫૭૫ પશુઓનો નિભાવ થઇ રહ્યો છે અને કુલ રૂ. ૧,૬૪,૯૭,૭૯,૮૦૪/-ની સબસીડી ચૂકવવામાં આવી હોવાનું પણ શ્રી પઠાણે જણાવ્‍યું હતું.

રાજય સરકાર દ્વારા દુષ્‍કાળગ્રસ્‍ત કચ્‍છને ગત ૧૯મી જૂન, ૨૦૧૯ના વધુ ૨૫ લાખ કીલો ઘાસના જથ્‍થાની ફાળવણી કરવામાં આવી છે તે સાથે અત્‍યાર સુધીમાં કુલ ૯.૨૨ કરોડ કીલો ઘાસના જથ્‍થાનફ ફાળવણી કરાઇ છે અને ૮.૪૦ કરોડ કીલો ઘાસના જથ્‍થાનું જરૂરિયાતવાળા ઘાસકાર્ડ ધારકોને વિતરણ પણ કરી દેવાયું છે, તેમ અછત શાખા દ્વારા જણાવ્‍યું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.