ETV Bharat / state

રિયાલિટી ચેક: ભુજમાં ગણેશજીની મૂર્તિની ખરીદીમાં લોકો કોરોના ગાઈડલાઈન ભૂલ્યા - Ganeshotsav in Kutch

શુક્રવારે ગણેશચતુર્થી છે અને કચ્છ સહિત સમગ્ર દેશમાં દરેક જગ્યાએ ગણપતિ દેવની આરાધનાનો પર્વ શરૂ થઈ રહ્યો છે. દર વર્ષની જેમ સાર્વજનિક સ્થળોએ ગણેશોત્સવની ઉજવણી થતી હોય છે અને સાથે સાથે લોકો ઘરે ઘરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરીને ઉજવણી કરતા હોય છે પરંતુ છેલ્લાં દોઢેક વર્ષથી વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહ્યું છે. જેમાં ગત વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી ન હતી. આ વર્ષે પણ સરકારે માત્ર 4 ફૂટ સુધીની ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા માટે તથા મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવાની પરવાનગી આપી છે. આજે મૂર્તિની ખરીદી કરતી વખતે ભક્તોએ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતાં.

Violation of Corona guideline in Kutch
Violation of Corona guideline in Kutch
author img

By

Published : Sep 9, 2021, 6:04 PM IST

  • ગણેશોત્સવની ઉજવણીમાં લોકોએ કર્યું કોરોના ગાઈડલાઈનનો ભંગ
  • અનેક લોકો માસ્ક વગર ગણેશજીની મૂર્તિની ખરીદી કરતા જોવા મળ્યાં
  • વહીવટી તંત્રએ કોરોના સંક્રમણ અટકાવવા પગલાં ભરવા જોઇએ

કચ્છ: ગણેશોત્સવ પર્વ નજીક આવતા દુંદાળા દેવની મૂર્તિઓ માટે ભાવિકોનો મેળો અત્યારે વિવિધ સ્થળે જોવા મળી રહ્યો છે. મૂર્તિ માટેના બુકિંગ અને વિનાયક દાદાને ઘરે લઈ જવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જે મહામારી પછીના સમયગાળામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જરાય ઓછી નથી થઈ હોવાની પ્રતીતિ કરાવી રહી છે પરંતુ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પણ જરૂરી છે.

ભુજમાં ગણેશજીની મૂર્તિની ખરીદીમાં લોકો કોરોના ગાઈડલાઈન ભૂલ્યા

ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો

ગુરુવારે ગણેશજીની મૂર્તિ ખરીદવાનો અંતિમ દિવસ છે, આજે ETV Bharat એ ભુજમાં જ્યાં ગણેશજીની મૂર્તિનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે તે જગ્યાની મુલાકાત લીધી હતી અને રિયાલિટી ચેક કર્યું હતું કે, કોરોનાની ગાઇડલાઈનનું પાલન થઈ રહ્યું છે કે નહીં. આજે ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો પરંતુ આ પર્વની ઉજવણીમાં લોકો કોરોના ગાઈડલાઈન ભૂલી રહ્યા છે. કેટલાક લોકોએ તો માસ્ક પણ નહોતું પહેર્યું તો કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરી રહ્યાં ન હતા.

આ વખતે વેપારીઓ પણ ઘટી ગયા

વેપારીઓની વાત કરવામાં આવે તો ભુજમાં સંતોષી માતાના મંદિર પાસે દર વર્ષે માર્ગની બંને તરફ વેપારીઓ ગણપતિ દેવની જુદી જુદી આકર્ષક મૂર્તિઓ લઈને બેઠા હોય છે. દર વર્ષે 150 જેટલા વેપારીઓ મૂર્તિના વેંચાણ અર્થે આવતા હોય છે પરંતુ આ વખતે ઘણા વેપારીઓ ઘટી ગયા છે સાથે મૂર્તિઓ પણ પ્રમાણમાં ઓછી લાવવામાં આવી છે.

વહીવટી તંત્રએ આગળ આવીને કોઈ ચોક્કસ પગલાં ભરવા જોઇએ

આ ઉપરાંત મૂર્તિઓનું વેંચાણ કરી રહેલા વેપારીઓ પણ માસ્ક વિના જ મૂર્તિઓનું વેંચાણ કરી રહ્યા છે. વહીવટી તંત્રએ આગળ આવીને કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવી જોઈએ. જેથી કોરોનાનું સંક્રમણ થતું અટકાવી શકાય અને આવનારી સંભવિત ત્રીજી લહેર માટે અત્યારથી જ કાળજી રાખી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.