- રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા લોકોમાં રોષે ભરાયા
- ભુજમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા લોકોને હાલાકી
- ત્રસ્ત લોકોએ ભુજમાં જી. કે. હોસ્પિટલ બહાર રસ્તો રોક્યો
- આગેવાનો અને દર્દીઓના સ્વજનોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો
- ઇન્જેક્શન ન મળતા લોકો થઈ રહ્યા છે પરેશાન
કચ્છઃ દિવસેને દિવસે કચ્છમાં મોતના આંકડા પણ વધી રહ્યા છે. ભુજના જી. કે. જનરલ હોસ્પિટલમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ભુજમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનરલ હોસ્પિટલની બહાર દર્દીઓના સ્વજનો વેહલી સવારથી રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લાઇનમાં ઉભા રહ્યા હતા. પરંતુ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સમયે ઇન્જેક્શન આપવાની પ્રક્રિયા ચાલુ ના કરાતા દર્દીઓના પરિવારજનો રોષે ભરાયાં હતાં. પોતાના સ્વજનો માટે ઇન્જેક્શન લેવા માટે સવારથી લાઈન માં ઉભા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ચાલુ ન કરવામાં આવ્યું ન હતુ અને ઇન્જેક્શન ન મળતા લોકો પરેશાન થઇ રહ્યાં છે. પરિણામે ત્રસ્ત થયેલા લોકોએ જનરલ હોસ્પિટલની બહાર રસ્તો રોક્યો હતો.
આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં કોરોના દર્દીને આસાનીથી રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટે કલેક્ટરે કર્યું આયોજન
આગેવાનો અને દર્દીઓના સ્વજનોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો
શહેરના આગેવાનો અને દર્દીઓના સ્વજનો દ્વારા રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા આગેવાનો અને દર્દીઓના સ્વજનોને રસ્તા પર ચક્કાજામ કરતા રોકવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ પાટણમાં રેમડેસીવીર ઈન્જેકશન માટે વહીવટી તંત્રની અનોખી પહેલ
મીડિયા તેમજ જનતાને સહકાર આપવા અપીલ કરવામાં આવી
બાદમાં જનરલ હોસ્પિટલની સિવિલ સર્જનની કચેરી ખાતે ઇન્જેક્શનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફીસર અને સપ્લાય ઓફિસર દ્વારા મીડિયા તેમજ જનતાને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. જનતાને પેનિક ન થવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.