ETV Bharat / state

કચ્છ જિલ્લાના દર્દીઓને મળશે તાકીદે સારવાર, મેડિકલ ઈન્ટેન્સિવ કેર યુનિટ કરાયું શરૂ

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગમડાઓને હવે તાકીદે સારવાર મળશે. મુન્દ્રા તાલુકામાં મેડિકલ ઈન્ટેન્સિવ કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ MICUમાં ગંભીર હાલત ધરાવતા દર્દીઓને અલગ-અલગ તબીબી શાખાઓની ટેકનિકલ દ્રષ્ટીએ આધુનિક વાતાવરણમાં સારવાર આપી શકાશે.

author img

By

Published : Jul 8, 2021, 1:03 PM IST

કચ્છ જિલ્લાના દર્દીઓને મળશે તાકીદે સારવાર, મેડિકલ ઈન્ટેન્સિવ કેર યુનિટ કરાયું શરૂ
કચ્છ જિલ્લાના દર્દીઓને મળશે તાકીદે સારવાર, મેડિકલ ઈન્ટેન્સિવ કેર યુનિટ કરાયું શરૂ
  • મુંદ્રા અદાણી હૉસ્પિટલમાં મેડિકલ ઈન્ટેન્સિવ કેર યુનિટ (MICU)ની સુવિધા
  • પાંચ બેડનુ એક એવા બે પ્રી-ફેબ્રીકેટેડ ICU મોડ્યુલ ઉપલબ્ધ થશે
  • આ સગવડથી ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર

કચ્છઃ જિલ્લાની અદાણી હૉસ્પિટલનું આ એક મહત્વનુ પગલું છે. MICU ની સુવિધા મુન્દ્રા તાલુકાના 65 ગામના દર્દીઓને તાકીદની સારવાર માટે તથા લાઈફ સપોર્ટ સિસ્ટમ તરીકે આવશ્યક જરૂરિયાત બની રહેશે. આ મેડિકલ ઈન્ટેન્સિવ કેર યુનિટ (MICU) ખાસ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યુ છે કે, જેથી ગંભીર હાલત ધરાવતા દર્દીઓને અલગ-અલગ તબીબી શાખાઓની ટેકનિકલ દ્રષ્ટીએ આધુનિક વાતાવરણમાં સારવાર આપી શકાશે.

આ પણ વાંચોઃ કોરોના કોવિડ કેર સેન્ટર(Covid Care Center)ના સંચાલકોનું કલેક્ટરના હસ્તે કરાયું સન્માન

ગંભીર ઇજાઓ વાળા દર્દીઓને સઘન સારવાર

જીવલેણ બીમારીઓ અને ગંભીર ઇજાઓ વાળા દર્દીઓને સઘન સારવાર પૂરી પડવામાં આવશે. અદાણી હોસ્પિટલ મુન્દ્રાના ઇન્ચાર્જ ડો.વત્સલ પંડયાએ જણાવ્યું હતું કે, ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) હોસ્પિટલની આરોગ્ય સંભાળ સુવિધાનો વિશેષ વિભાગ બની રહશે અને દર્દીઓને સઘન સારવાર પૂરી પાડશે. અહી અદાણી હોસ્પિટલના પ્રશિક્ષિત ડોક્ટરો અને નર્સો દ્વારા જીવલેણ બીમારીઓ અને ગંભીર ઇજાઓ વાળા દર્દીઓને સઘન સારવાર પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરત: મેડિકલ ક્ષેત્રમા વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ માટે ક્યાં દેશમાં છે સારા વિકલ્પો?

સમગ્ર મોડ્યુલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ

અદાણી હૉસ્પિટલમાં ઉભું કરવામાં આવેલુ પાંચ બેડનું એક નર્સિંગ યુનિટ જેમાં બે પ્રી-ફેબ્રીકેટેડ મોડયુલ MICUની પણ સુવિધા છે. આ એક એરટાઈટ મોડ્યુલ રહેશે. જેમાં બહારની હવાનો ભેજ, પ્રદૂષણ દાખલના થઈ શકે, તથા જગ્યા બદલતી વખતે તેને આસાનીથી છૂટુ પાડી શકાય. તેવી ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં પાણી અને સ્યુએઝ માટે ઇન્સ્ટ પોઈન્ટ કનેકશન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે પ્લગ એન્ડ પ્લે યુનિટસની સુવિધા, આઈસીયુ બેડઝ, ઈક્વિપમેન્ટ હોલ્ડ સાથેનાં O2, કોમ્પ્રેસ્ડ એર,એરકન્ડીશન્ડ, ફીલ્ટર એર, લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ માટે વીજળીના જરૂરી સોકેટસ અને પોર્ટસ આપવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લાને 1,000 LPM ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટની મળી ભેટ

દર્દીઓની સારસંભાળ માટે નર્સિંગ સ્ટેશન ઉભું કરાયું

આ ઉપરાંત ICU માં દાખલ દર્દીઓને સતત મેડિકલ સુપરવિઝનની જરૂર હોય છે. તે માટે દર્દીઓ પર સતત મેડિકલ મોનિટરીંગ માટે કેમેરા મુકવામાં આવ્યા છે એને આવી રીતે ઈન્સ્યુલેટ કરાયું છે કે, જેથી તેમાં ગરમી પ્રવેશી શકે નહી. તે ફાયર એલર્ટ સિસ્ટમ અને અગ્નિશમન વ્યવસ્થા સાથે તૈયાર કરવામાં આવ્યુ છે. MICU ની સુવિધા કચ્છ વિસ્તારના દર્દીઓ માટે તાકીદની સારવાર માટે તથા લાઈફ સપોર્ટ સિસ્ટમ તરીકે આવશ્યક જરૂરિયાત બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.