ETV Bharat / state

સહાયનો એક પણ રૂપિયો ન મળતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ ભુજ નલિયા હાઈવે પર કર્યો ચક્કાજામ - મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના

કચ્છમાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીં તેમણે સરકારે હજી સુધી સહાય ન ચૂકવતા ભુજ નલિયા હાઈવે પર ચક્કાજામ (Naliya Bhuj Highway Chakka Jam) કર્યો હતો. અગાઉ પણ તેમણે અબોલ જીવોને છોડી મૂકતા અફરાતફરીનો માહોલ (GAUSHALA PANJRAPOLE RELEASED CATTLE) જોવા મળ્યો હતો.

સહાયનો એક પણ રૂપિયો ન મળતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ ભુજ નલિયા હાઈવે પર કર્યો ચક્કાજામ

author img

By

Published : Sep 29, 2022, 12:14 PM IST

Updated : Sep 29, 2022, 2:38 PM IST

કચ્છ રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળોને સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડ રૂપિયાની સહાય (government announcement for gaushala) ન ચૂકવતાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોમાં આક્રોશ (panjrapole gaushala protest) જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારને આખરી ચેતવણીના ભાગરૂપે આજે કચ્છની સૌથી મોટી ગૌશાળા પાંજરાપોળોમાંથી સંચાલકોએ હજારો અબોલ જીવોને છોડી મૂકતા ભારે અફરાતફરીનો માહોલ (GAUSHALA PANJRAPOLE RELEASED CATTLE) સર્જાયો હતો. એજે તેમણે ભુજ નલિયા હાઇવે પર ચક્કાજામ કરવામાં (Naliya Bhuj Highway Chakka Jam) આવ્યું હતું.

સરકારને આપી હતી ચિમકી

એક પણ રૂપિયો મળ્યો નથી ગૌશાળા પાંજરાપોળોમાં ઢોરોના નિભાવ માટે આવતું દાન બંધ થતાં પાંજરાપોળના સંચાલકોએ સહાયની માગણી (government announcement for gaushala) કરતાં સરકારે બજેટમાં રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી, જોકે, છ મહિના બાદ પણ સહાય પેટે એકપણ રૂપિયો ન ચૂકવતાં સંચાલકોએ અનેક રીતે આંદોલન કરી ગૌ શાળાના સંચાલકોએ panjrapole gaushala protest) સરકાર સામે બાંયો ચડાવી છે.

સરકારને આપી હતી ચિમકી સમગ્ર ગુજરાત બંધનું એલાન (Gujarat Bandh Call) પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનું અલ્ટિમેટમ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં (GAUSHALA PANJRAPOLE RELEASED CATTLE) પૂરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. છતાં સરકારના પેટનું પાણી ન હલતાં હવે આજે વહેલી સવારે રાતા તળાવ ખાતે ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને રસ્તા પર છોડી મૂકાયા હતા. સરકાર વિરોધી નારા લગાડવામાં આવ્યા હતા. ગૌ પ્રેમીઓ દ્વારા રસ્તા પર બેસીને વિરોધ (panjrapole gaushala protest against government) નોંધાવવામાં આવ્યો હતો.

ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોમાં સરકાર સામે ભારે રોષ

અગાઉ પણ ગૌપ્રેમીઓ દ્વારા આમરણાંત ઉપવાસ પણ કરાયા હતા ઉલ્લેખનીય છે કે, કચ્છના ગૌ પ્રેમીઓ તથા રાતા તળાવ પાંજરાપોળના ટ્રસ્ટી મનજી ભાનુશાલીએ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન કનુ દેસાઈએ મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાની (MUKHYAMANTRI GAUMATA POSHAN YOJANA) જાહેરાત કરી હતી. સાથે જ નાણાપ્રધાને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી, પરંતુ હજી સુધી અમલવારી ન થતા ગૌપ્રેમીઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા રસ્તા પર ઢોર છોડાયા શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવના ટ્રસ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, ગાયો માટે યોજના બહાર પાડી, પરંતુ તે યોજનાને અમલી ન કરાતા પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલીરૂપ થઈ ગયું છે. સરકારને 23 તારીખનું અલ્ટીમેટમ અપાયું હોવા છતાં પણ કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી. એટલે નાછૂટકે આજે ભુજ નલિયા હાઇવે બંધ કરી ચક્કાજામ (Naliya Bhuj Highway Chakka Jam) કરવાની ફરજ પડી છે.

ગૌશાળા પાંજરાપોળ સંચાલકો રસ્તા પર ઉતર્યા

સરકારની જવાબદારી રહેશે કચ્છમાં 1.25 લાખ જેટલા પશુઓનો ગૌશાળા-પાંજરાપોળમાં નિભાવ થઈ રહ્યો છે. જો સરકાર માગ નહીં સ્વીકારે તો દરરોજ 5,000 જેટલા પશુઓ કચ્છના દરેક તાલુકાના ગામોમાં છોડવામાં (GAUSHALA PANJRAPOLE RELEASED CATTLE આવશે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે.

સરકારે વિશ્વાસઘાત કર્યો ગૌ પ્રેમી અને પાંજળાપોળના ટ્રસ્ટી કૈલાસ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સરકાર અને તેના પ્રતિનિધિઓ દ્વારા ખોટા વાયદાઓ કરીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. જેવી રીતે સરકારે ગૌમાતા પોષણ યોજનાની (MUKHYAMANTRI GAUMATA POSHAN YOJANA) જાહેરાત કરી હતી. તેવી જ રીતે સરકાર આ જાહેરાત પાછી ખેંચે કારણકે સરકારે જે રીતે સહાયની જાહેરાત કરી ત્યારે ગૌશાળાઓમાં આવતું દાન બંધ થયું અને સરકારની સહાય પણ ન મળતાં સંસ્થાઓ પર કરોડોનું દેવું ચડ્યું છે. સરકારના વિશ્વાસઘાતના કારણે આજે નાછૂટકે ઢોરોને રસ્તા પર છોડવાની ફરજ પડી છે.

Last Updated : Sep 29, 2022, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.