- પાકિસ્તાન મરિન સિક્યોરિટીએ ફરી એક વાર કરી આડોડાઈ
- પોરબંદરની 2 બોટ સહિત 11 માછીમારોને ઘેરી તેમનું અપહરણ કર્યું
- જખૌની જળસીમામાં ફિશિંગ ઝોનમાં જ માછીમારી છતાં અપરણ કરાયું
પોરબંદરઃ શહેરની બે બોટમાં સવાર 11 માછીમારો જખૌની જળસીમાએ દરિયામાં માછીમારી કરતા હતા. તે સમયે પાકિસ્તાન મરિન સિક્યોરિટી એજન્સી દ્વારા અપહરણ કરી લેવાયું હતું. આ માછીમારો ગીર સોમનાથ અને નવસારી વિસ્તારના હતા. કચ્છના જખૌ જળ સીમાએ ફિશિંગ ઝોનમાં માછીમારી કરતા 11 માછીમારોનું પાકિસ્તાન એજન્સી અપહરણ કરી ગઈ છે.
ખલાસીઓના પરિવારજનોને જીવનનિર્વાહ માટે સરકારી સહાય ચૂકવાશે
પોરબંદરની રિદ્ધિસિદ્ધિ અને શ્રીગણેશ નામની બે બોટમાં નવસારી અને ગીર સોમનાથના 11 માછીમારો જખૌની જળ સીમાએ માછીમારી કરતાં હતાં. ત્યારે પાકિસ્તાન મરિન સિક્યોરિટી એજન્સી દ્વારા અપહરણ કરી જવાયું હતું. મત્સય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, માછીમારો જખૌની જળ સીમાના ફિશિંગ ઝોનમાં જ માછીમારી કરતાં હતાં. અપહરણ થયું છે તે ખલાસીઓના પરિવારજનોને જીવનનિર્વાહ માટે સરકારી યોજના મુજબ સહાય ચૂકવવામાં આવશે.