ETV Bharat / state

તૌકતે વાવાઝોડાંના પગલે ભૂજમાં કોવિડ હોસ્પિટલોમાં ઑક્સિજન અને પાવર બેકઅપ વ્યવસ્થા કરવામાં આવી

વાવાઝોડા તૌકતેના અનુસંધાને આગમચેતીના પગલે લેવા તથા જાન-માલનું નુકસાન ન થાય તે માટે ભૂજ શહેરી વિસ્તારમાં હાલમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને કોઈ તકલીફ ન થાય તે માટે નાયબ મામલતદારો તથા સીટી સર્વે સુપ્રિ.ના સ્ટાફની વિવિધ ટીમની રચના કરી કોવિડ હોસ્પિટલમાં ઑક્સિજન, પાવર બેકઅપ/ડી.જી.સેટ તથા જાહેર સલામતી જેવા વિવિધ મુદાઓની ચકાસણી કરવામાં આવી હતી તથા વાવાઝોડા સબંધે તમામ કોવિડ હોસ્પિટલને એલર્ટ કરવામાં આવી હતી.

તૌકતે વાવાઝોડાંના પગલે ભૂજમાં કોવિડ હોસ્પિટલોમાં ઑક્સિજન અને પાવર બેકઅપ વ્યવસ્થા કરવામાં આવી
તૌકતે વાવાઝોડાંના પગલે ભૂજમાં કોવિડ હોસ્પિટલોમાં ઑક્સિજન અને પાવર બેકઅપ વ્યવસ્થા કરવામાં આવી
author img

By

Published : May 17, 2021, 9:27 PM IST

  • જી.કે.જનરલ હોસ્પિટલ - સમરસ હોસ્પિટલ-ભુજ ખાતે ઓકિસજન અને પાવર બેકઅપની વ્યવસ્થા
  • જી.કે.જનરલ હોસ્પિટલમાં અલાયદો ઈમરજન્સી ટ્રોમા વોર્ડ કાર્યરત કરાયો
  • કોવિડ હોસ્પિટલને એલર્ટ કરવામાં આવી

ભૂજ: વાવાઝોડા તૌકતેના અનુસંધાને આગમચેતીના પગલે લેવા તથા જાન-માલનું નુકસાન ન થાય તે માટે ભૂજ શહેરી વિસ્તારમાં હાલમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને કોઈ તકલીફ ન થાય તે માટે નાયબ મામલતદારો તથા સીટી સર્વે સુપ્રિ.ના સ્ટાફની વિવિધ ટીમની રચના કરી કોવિડ હોસ્પિટલમાં ઑક્સિજન, પાવર બેકઅપ/ડી.જી.સેટ તથા જાહેર સલામતી જેવા વિવિધ મુદાઓની ચકાસણી કરવામાં આવી હતી તથા વાવાઝોડા સબંધે તમામ કોવિડ હોસ્પિટલને એલર્ટ કરવામાં આવી હતી.

કોવિડ હોસ્પિટલોને વાવાઝોડા સંબંધે એલર્ટ રહેવા સૂચના
ભૂજના મદદનીશ કલેકટર મનીષ ગુરવાની દ્વારા જી.કે.જનરલ હોસ્પિટલ, ભૂજ તથા સમરસ હોસ્પિટલ, ભૂજ ખાતે ઑકિસજન તથા પાવર બેકઅપ અંગેની વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે કોવિડ હોસ્પિટલોને વાવાઝોડા સંબંધે એલર્ટ રહેવા સૂચના આપી હતી.

60 થી 70 બેડની ઈમરજન્સી ટ્રોમા વોર્ડ ઊભો કરાયો
જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે વાવાઝોડા અંગેની ગંભીરતા ધ્યાને લઇ ઈમરજન્સી ટ્રોમા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈમરજન્સી ટ્રોમા વોર્ડમાં કુલ 60 થી 70 બેડની તથા આ વોર્ડ ખાતે વેન્ટીલેટર, ઑકિસજન સપ્લાયની વ્યવસ્થા, બેકઅપ સહિતની વ્યવસ્થા કરાઇ છે.

તંત્રને સાથ સહકાર આપવા અપીલ કરાઇ
ભૂજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને વાવાઝોડા સંદર્ભે સાવચેતી રાખવા તથા તકેદારીના ભાગરૂપે આનુષાંગિક વ્યવસ્થા રાખવા તથા વહીવટી તંત્રને સાથ સહકાર આપવા ભૂજ મદદનીશ કલેકટર મનીષ ગુરવાની દ્વારા અપીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.