- ભુજ હાટ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું
- દેશના જુદાં જુદાં રાજ્યોમાંથી વેપારીઓ મેળામાં આવ્યા
- અનાજ, કઠોળ, ઘી, કાચી ઘાણીનું તેલ જેવી જુદી જુદી ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું વેંચાણ
- સ્વદેશી ઉત્પાદનો, સજીવ ખેતી અને ઓર્ગેનિક ચીજવસ્તુઓના ઉપયોગ માટે કરાયું આયોજન
કચ્છ: શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા, શ્રી એન્કરવાલા અહિંસાધામ તથા શ્રી એસપીએમ ફાર્મ પુનડીના સહયોગથી ભુજ(Bhuj)ના ભુજ હાટ ખાતે પાંચ દિવસીય સ્વદેશી મેળાનું(Indigenous thing) આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી મેળાનો આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વદેશી ઉત્પાદનો તેમજ સજીવ ખેતી અને ઓર્ગેનિક ચીજવસ્તુઓ(Organic thing) વધારેમાં વધારે ઉપયોગ કરાવવા માટેનો છે.
આ સ્વદેશી મેળામાં કુલ 50 જેટલા વિવિધ જાતના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તેમજ કાશ્મીર, મહારાષ્ટ્ર, મુંબઈ, પુણે વગેરે જગ્યાએથી પણ વેપારીઓ દ્વારા આ સ્વદેશી મેળામાં પોતાના સ્ટોલ રાખવામાં આવ્યું છે.
જુદી જુદી ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું વેંચાણ
આ સ્વદેશી ઉત્પાદન મેળામાં ગૌમુત્રમાંથી બનાવેલી વસ્તુઓ, છાણ માંથી બનાવેલી વસ્તુઓ, કોલ્ડ પ્રોસેસ દ્વારા મેળવેલ જુદા જુદા તેલ, સજીવ ખેતી, કેરીમાંથી બનાવેલો રસ, દિવાળીની ઉજવણી માટે તેમજ ઘર સુશોભન માટેની વસ્તુઓ, ઓર્ગેનિક અનાજ, કઠોળ, તેલ, ઘી તેમજ કોસ્મેટિક વસ્તુઓ ,કેમિકલ વગરના ગોળ, જંતુનાશક દવા વગરની ખાંડ, ઇમિટેશન જ્વેલરી, વિવિધ બિયારણો, જુદા જુદા જાતના ફરસાણ, 40 પ્રકારના અથાણાં, મુખવાસની વેરાયટીઓ, આયુર્વેદિક દવાઓ, એસંસ વગરના શરબત, દેશી મધ, કૃષ્ણ કનૈયાના વાઘા તેમજ કાશ્મીરથી આવેલા સુકામેવાઓ, ઓર્ગેનિક હળદર આ ઉપરાંત આરોગ્યલક્ષી શ્રેષ્ઠ પુસ્તકોનું પણ વેચાણ અહીં કરવામાં આવી રહ્યું છે.
દેશભરમાંથી વેપારીઓ આવ્યા
અહીં આ સ્વદેશી મેળામાં ભુજ, ગાંધીધામ, દોલતપર, માંડવી, કુકમા, રાજકોટ, મુન્દ્રા, ભાવનગર ,અમદાવાદ, સુખપર, સોનગઢ, અંબાજી, ભચાઉ, કાશ્મીર,દુર્ગાપુર, વર્ધમાન નગર, જસદણ, મહારાષ્ટ્ર, રાપર વગેરે જગ્યાએથી જુદી-જુદી સંસ્થાઓ અને વેપારીઓ પોતાની સ્વદેશી ઉત્પાદનો વેચવા માટે અહીં આવ્યા છે.
પ્રથમવાર કચ્છમાં મશરૂમની ખેતી દ્વારા ઓર્ગેનિક વસ્તુનું ઉત્પાદન
માંડવીમાં હર્બલ અને નેચરલ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, હર્બલ ફેસપેક અને હર્બલ હેરપેક બનાવીએ છીએ ઉપરાંત મશરૂમ ઉગાડીને તેમાંથી પણ જુદી જુદી વસ્તુઓ બનાવી રહ્યા છીએ. પ્રથમવાર કચ્છમાં મશરૂમની ખેતી કરવામાં આવી રહી છે. લોકો અજાણ હોય છે કે મશરૂમ ખાવું એ ખૂબ લાભદાયક છે.
કાચી ઘાણીનું કેમિકલ કે ફ્લેવર્સ ઉમેર્યા વગર નેચરલ તેલ આપવામાં આવે છે
કોલ્ડ પ્રોસેસ દ્વારા સીંગદાણા, કોપરેલ, તલ, સરસવ વગેરેનો તેલ કોઈપણ જાતના કેમિકલ કે ફ્લેવર્સ ઉમેર્યા વગર બનાવવામાં આવી રહ્યું છે.લોકો પહેલેથી જ રિફાઈન ઓઇલ ખાતા આવ્યા છે. ત્યારે અમે હવે કાચી ઘાણીનું તેલ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ઓરીજનલ નેચરલ વસ્તુ હોય છે. બાકી રીફાઈન ઓઈલમાં ઘણું બધી ભેળસેળ થતી હોય છે. પરંતુ ધીરે ધીરે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે અને જે લોકોના સ્વાસ્થ્ય માટે જ સારું છે.
300 પ્રકારની ઢીંગલીઓ સમાચારપત્રોમાંથી બનાવવામાં આવી
સિદ્ધાર્થ ઠકકર કહ્યું કે, સમચરપત્રોમાંથી ઢીંગલીઓ બનાવવામાં આવી છે. છેલ્લાં 60 વર્ષોથી આ પ્રકારની ઢીંગલીઓ બનાવાય છે. અત્યાર સુધીમાં લગભગ 300 પ્રકારની ઢીંગલીઓ બનાવી છે અને રામાયણ, મહાભારત , મહાદેવ, સ્વામિનારાયણ, માતાજી કે કોઈ પણ પ્રકારના ફોટો પરથી આ પ્રકારની ઢીંગલી બનાવાય છે.
આ પણ વાંચોઃ ભારતની વધુ એક સિદ્ધિ, સ્વદેશી લાંબી રેન્જ બોમ્બનું કર્યું સફળ પરીક્ષણ
આ પણ વાંચોઃ સ્વદેશી માઈક્રો પ્રોસેસિંગ ચેલેન્જમાં GTU એ ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું