ETV Bharat / state

ભુજમાં ‘ઓપન હાઉસ’કાર્યક્રમ યોજાયો, સ્થળ પર જ 97 કેસનો નિકાલ

કચ્છઃ ભુજ ખાતે વહીવટી તંત્ર દ્વારા ‘ઓપન હાઉસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ માંગણીના અરજદારોને રૂબરૂ બોલાવી 97 કેસના હુકમ સ્થળ પર જ કરી દેવામાં આવ્યા હતા.

ભુજમાં ‘ઓપન હાઉસ’કાર્યક્રમ યોજાયો, સ્થળ પરજ 97 કેસનો નિકાલ
author img

By

Published : Jul 15, 2019, 6:24 PM IST

કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત બિનખેતી સહિતના 97 જેટલાં પરવાનગી કેસમાં અપાયેલા મંજૂરી હુકમમાં ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા માટેની માંગણીઓના હુકમ ઉપરાંત મીઠા ઉદ્યોગ માટે ભાડા પટ્ટે જમીન આપવા તથા ભાડાપટ્ટા રીન્યુ કરવા, સરકારી કર્મચારી-અધિકારીઓને રહેણાંકના હેતુ માટેના પ્લોટના હુકમ, શૈક્ષણિક સંસ્થાઓને જમીન ફાળવણીના હુકમ, ઔદ્યોગિક હેતુ માટે જમીન ફાળવણી હુકમ, ગણોતધારાની કલમ-89-89(ક)ના હુકમ, ખેતીની જમીનમાં રહેલા માપણી વધારા નિયમિત કરવાના હુકમ, સરકારી જમીન વિન્ડફાર્મ માટે ફાળવવાના હુકમ અને ગેટકોના જીઈબીના હુકમનો સમાવેશ થતો હતો.

KTC
ભુજમાં ‘ઓપન હાઉસ’કાર્યક્રમ યોજાયો, સ્થળ પરજ 97 કેસનો નિકાલ

‘ઓપન હાઉસ’ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે અરજદારના કામનું સરળતાથી અને પારદર્શક રીતે નિરાકરણ લાવવાનો હેતુ સમાયેલ હોવાનું જણાવી અરજદારોને રાજય સરકારની વિવિધ યોજના વિશે વિસ્તૃત ખ્યાલ આપી ઓનલાઇન માંગણીઓ સંદર્ભે અરજદારોને કોઈ મુશ્કેલી હોય તો તે બાબતે ગમે ત્યારે રૂબરૂ મૂલાકાત કરીને વિશેષ જાણકારી મેળવવાનું જણાવી અરજદારોના પ્રતિભાવો પણ જાણ્યા હતા.

Intro: કચ્છ જિલ્લાના ભુજ ખાતે વહીવટી તંત્ર દ્વારા ખુલ્લા મંચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં 97 કેસના હુકમ સ્થલ પર કરી દેવાયા હતા. જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત બિનખેતી સહિતના વિવિધ માંગણીઓના અરજદારોને રૂબરૂ બોલાવી કેસનો નિકાલ કરાયા હતા. Body:

ભુજ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા ‘ઓપન હાઉસ’ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે અરજદારના કામોનો સરળતાથી અને પારદર્શક રીતે નિરાકરણ લાવવાનો હેતુ સમાયેલ હોવાનું જણાવી અરજદારોને રાજય સરકારની વિવિધ યોજના વિશે વિસ્તૃત ખ્યાલ આપી ઓનલાઇન માંગણીઓ સંદર્ભે અરજદારોને કોઇ મુશ્કેલી હોય તો તે બાબતે
ગમે ત્યારે રૂબરૂ મૂલાકાત કરીને વિશેષ જાણકારી મેળવવાનું જણાવી અરજદારોના પ્રતિભાવો પણ જાણ્યા હતા. ૯૭ જેટલાં પરવાનગી કેસોના અપાયેલા મંજૂરી હુકમોમાં ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા માટેની માંગણીઓના હુકમો ઉપરાંત મીઠા ઉદ્યોગ માટે ભાડા પટ્ટે જમીન આપવા તથા ભાડાપટ્ટા રીન્યુ કરવા, સરકારી કર્મચારી-અધિકારીઓને રહેણાંકના હેતુ માટેના પ્લોટના હુકમો, શૈક્ષણિક સંસ્થાઓને જમીન ફાળવણીના હુકમો, ઔદ્યોગિક હેતુ માટે જમીન ફાળવણી હુકમો, ગણોતધારાની કલમ-૮૯-૮૯(ક)ના હુકમો, ખેતીની જમીનમાં રહેલા માપણી વધારા નિયમિત કરવાના હુકમો, સરકારી જમીન વિન્ડફાર્મ માટે ફાળવવાના હુકમો અને ગેટકોના જીઇબીના હુકમોનો સમાવેશ થતો હતો.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.