કચ્છઃ કચ્છ જિલ્લામાં અનલોકની સ્થિતી વચ્ચે કોરોના મહામારીના કેસ અતિ ઝડપે વધી રહ્યાં છે. તે વચ્ચે આજે કચ્છમાં અંજારના 1 વૃદ્ધ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે કચ્છમાં કુલ 25 દર્દીઓના મોત થયાં છે.
મળતી વિગતો મુજબ અંજારના સરકારી વસાહતમાં રહેતાં 76 વર્ષીય ભરતભાઈ વલમજી વાઢેરનું ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર મૃત્યુ નીપજ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીને ન્યુમોનિયા થઈ જવાથી વેન્ટીલેટર પર રખાયા હતા. આ વચ્ચે શ્વાસ લેવામાં ગંભીર સ્થિતીને પગલે તેમનું મોત થયું છે. મૃતક વલમજીભાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતાં હોવાનું જણાવાયું છે.
કચ્છ જિલ્લામાં બુધવારે બપોર સુધીમાં 172 પોઝિટિવ એક્ટિવ કેસ છે. જયારે સત્તાવાર રીતે 21 અને અને બિનસત્તાવાર રીતે 25 દર્દીના મોત થયાં છે. કચ્છમાં કુલ 485 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 289 દર્દીઓ સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે.