ગાંધીધામ: અકસ્માતના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે અકસ્માતમાં મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. વાહનની ઝડપને કારણે મોતના આંકડામાં વધારો થઇ રહ્યો હોય તેવું કહી શકાય. સરકાર પણ પ્રયત્ન કરી રહી છે કે અકસ્માતના કેસ વધતા રોકી શકાય. જેના કારણે અનેક નિયમો પણ લાવવામાં આવી રહ્યા છે. મીઠીરોહર નજીક રેલવે ફ્લાયઓવર પાસે પડાણાને જોડતા હાઈવે રોડ પર અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે.
આ પણ વાંચો Kutch News : કાળજામાં કાણું હોવાથી જન્મદાતાએ બાળકને તરછોડ્યું, અમેરિકન દંપતિએ દત્તક લીધુ
ટ્રીપલ અકસ્માત સર્જાયો: નેશનલ હાઈવે પર છકડા અને બાઈક વચ્ચે થયેલી ટક્કર જોવા માટે ઉભેલા બે યુવકને પાછળથી એક ટ્રકે અડફેટે લેતા ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. ગાંધીધામ -ભચાઉ હાઈવે પર લોડીંગ છકડા અને મોટર સાયકલ વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જોવા માટે બે યુવકો ઊભાં હતા. તે સમયે ટ્રકે તેમને અડફેટે લેતાં દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ એટલો ગંભીર હતો કે 25 વર્ષિય ઈમ્તિયાઝ મોહમ્મદ શકીલ શેખ નામના યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે. જ્યારે મોહમ્મદ ઉસલૂર આલમ નામના 40 વિર્ષય શખ્સને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગંભીર અકસ્માત: ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છકડા અને બાઈક વચ્ચે થયેલા સામાન્ય અકસ્માત જોવા ઉભેલા યુવકને પાછળથી ટ્રેક અડફેટે લેતાં ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના સમાચાર સમગ્ર કચ્છમાં વાયુવેગે પ્રસરી ગયા હતા.આ ગંભીર અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પરથી મળતી માહિતી અનુસાર આ ઘટના અંગે પોલીસની ટીમ તપાસ કરી રહી છે. આગામી સમયમાં ટ્રક ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.