- યુવાવર્ગને ઊર્જાથી ઉત્પન્ન થતી વીજળી અંગે જાગૃતતા લાવવા સેમિનાર યોજાયો
- ભારતની પરમાણુ સહેલી ડૉ. નીલમ ગોયલે વિદ્યાર્થીઓને પરમાણુ ઊર્જા અંગે આપ્યું માર્ગદર્શન
- ક્લીન એન્ડ સેફ એનર્જી એન્ડ વોટર મારફતે કેવી રીતે આત્મનિર્ભર ભારત બનાવી શકાય તેની માહિતી આપી
કચ્છ: ડૉ. નીલમ ગોયલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભારતમાં નદીઓના સંગમની યોજનાઓ વડે જે નહેરો સ્થાપશે તે નહેરો ઉપર રૂફ ટોપ સોલાર પ્લાન્ટની પણ સ્થાપના થશે. જેનાથી નહેરોના પાણીનું બાષ્પીભવન ઓછું થશે અને વધારાની જમીનની જરૂરીયાત નહીં રહે. નર્મદા નદી નહેર યોજના પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યમાં નહેરના ઉપર 750 મીટર લાંબો 1 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટની પણ સ્થાપના થઈ રહી છે.
ભારતમાં હાલમાં 1.53 લાખ મેગાવોટનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ મૃતપાય
ભારતમાં ઘટતી જરૂરી ઉર્જાની માગ માટે પરમાણું વિજળીધરની સ્થાપના કરવી પડશે પરંતુ પરમાણુ પ્લાન્ટ -દરેક ક્ષેત્રે સર્વોત્તમ હોવા છતાં પણ તેની સ્થાપનાના માર્ગમાં હંમેશા મારવા- મરવા સુધીનો વિરોધ થાય છે. ભારતના 1.53 લાખ મેગાવોટનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ મૃતપાય છે. આ વિરોધોના કારણો સામાન્યથી લઈને ખાસ વ્યક્તિઓની ભિન્ન ભિન્ન અભિપ્રાય તેમજ વિરોધ છે.
પરમાણું ઊર્જાથી કોઈને ખતરો નથી: ડૉ. નીલમ ગોયલ
ભારત પરમાણું ઉર્જાનો દરેક ક્ષેત્રમાં જરૂરી ઉપયોગ જેવો કે મેડીકલ, કૃષિ તેમજ ઉધોગ ધંધામાં તથા વિજળી બનાવવા તેમજ તાપીય ઉષ્મા ઉત્પાદનના ક્ષેત્રમાં વિશ્વ સ્તરની યોગ્યતા ધરાવે છે. પરમાણું વિજ મથકોના કારણે ક્ષેત્રના લોકોના સ્વાસ્થ્ય તેમજ અર્થવ્યવસ્થા અર્થે ડૉ. નીલમ ગોયલ દ્વારા રીસર્ચ પણ કરવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, પરમાણું ઉર્જાથી આવી રીતે દરેક ક્ષેત્રનાં લાભો માટે પ્રયોગ સર્વોત્તમ તો છે જ સાથે તેનાથી પ્રાણીઓ તેમજ વનસ્પતિ જગતને કોઈ ખતરો નથી. આ ઉપરાંત પરમાણુ ઉર્જાથી વિજળી ઉત્પાદન અર્થે ફેલાયેલી વ્યાપક અફવાઓનું નિરાકરણ કરી વાસ્તવિકતા દર્શાવવી તેમજ યોગ્ય જાણકારી આપવી એ તેમનું કર્તવ્ય છે અને દેશના હિતમાં તેમના આ પ્રયાસ બાબતે તમામ યુવાધન જાગૃત થાય તેવી તેમને આશા છે તેવું ડૉ.નીલમે જણાવ્યું હતું.
આ પણ વાંચો: મોરબીમાં બાળકોને પરમાણુ ઊર્જા વિશે માહિતી અપાઇ
હાલમાં PNG ગેસના સ્વરૂપમાં તાપીય ઉષ્મા ઉર્જાની આવશ્યકતા: ડૉ. નીલમ ગોયલ
વર્તમાનમાં પ્રતિ દિન વિધુત ઉર્જા તેમજ PNG ગેસના સ્વરૂપમાં તાપીય ઉષ્મા ઉર્જાની આવશ્યકતા છે. એટલે કે ગુજરાતના કારોબારી તેમજ તેની સાથે જોડાયેલા લાખોથી પણ વધારે રોજગારી શોધતા વ્યક્તિઓના સુરક્ષિત ભવિષ્ય માટે વિધુત તેમજ તાપીય ઉર્જાની માગ માટે પરમાણુ ઉર્જા પણ એક હરીત, એકધારા તેમજ સ્થાયી વિકલ્પના રૂપમાં સામે આવી જાય છે. આ વિદ્યુત ઉર્જા તેમજ તાપીય ઉષ્માની પૂર્તિ માટે 1000 મેગાવોટના પરમાણુ ઉર્જા સંયંત્રની સ્થાપનાની જરૂરિયાત રહેશે. આ પરમાણુ પ્લાન્ટ માટે ફક્ત એક ચતુથાંસ વર્ગ ક્લિોમીટર જમીનની જ જરૂરીયાત રહેશે. આ પ્લાન્ટ શહેરની વચ્ચે જ લગાવી શકાશે. જેનાથી કોઈપણ પ્રકારની અસુવિધા તેમજ પર્યાવરણને કોઈ નુકશાન થશે નહીં તેવું પરમાણુ સહેલીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: સોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં 24 ટકાના ફાળા સાથે ગુજરાત પ્રથમ
4000 મેગાવોટના સોલાર પાવરપ્લાન્ટ લગાવવા પડશે: ડૉ. નીલમ ગોયલ
આ ઉપરાંત આવી જરૂરીયાતને સોલાર પાવર પ્લાન્ટ દ્વારા પૂર્ણ કરી શકાશે તો તેમના માટે 4000 મેગાવોટના સોલાર પાવરપ્લાન્ટ લગાવવા પડશે અને તેની સ્થાપના માટે 256 વર્ગ કિલોમીટર જમીનની જરૂરિયાત રહેશે. ભારતની પરમાણુ સહેલી દ્વારા પોતાની એક રણનિતીના માધ્યમથી ગુજરાત અને રાજસ્થાનના 2-2 કરોડ ગ્રામીણ વયસ્કોની પોતાની મહત્વપૂર્ણ યોજનાઓના સંદર્ભમાં જાગૃત કરીને એક જ મંચ પર લઇ આવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે.