સેવા યુ.કે સંસ્થાના દક્ષાબેન કેરાઇએ જણાવ્યું કે, 30 રીક્ષા વડે 90 સભ્યોએ ભેગા મળી 2700 કિમીની સફર ચેરિટી માટે ખેડી હતી. જે બાળકો સાંભળી શકતા નથી તેઓ સાંભળી શકે તે માટેના ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવશે. વિશ્વના પાંચ દેશો યુ.કે, ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકાના સભ્યો અમારી સાથે જોડાયા હતા, કન્યાકુમારીથી અમદાવાદ સુધીની સફરમાં દરેક સ્થળોએ લોકોનો સારો એવો પ્રતિસાદ અમને મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તમામ બિનનિવાસી ભારતીયો મૂળ કચ્છના માનુકુવા સુખપર સામત્રા કેરા સહિતના પટેલ ચોવીસીના ગામના વતની છે અને લંડન સહિતના દેશમાં સ્થાયી થયા છે. આજે આ યાત્રા પૂર્ણ કરીને ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિરના દર્શન પહોંચેલા યુવાનોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.