કચ્છના અનેક ગામો NRI વસતી ધરાવે છે. ત્યારે ચૂંટણી સમયે જાગૃત મતદારો દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપવા પહોંચી આવે છે. કરિશ્મા પંડ્યાએ અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકોએ આ મજબૂત લોકશાહી માટે મતદાન કરવું જરૂરી છે.
વધુમાં જણાવ્યું હતું કે, લોકો NOTAનો ઉપયોગ ન કરે. NOTAએ મત આપવો કે ન આપવો એક સમાન વાત છે. થોડા મતો NOTAને મળે તો કોઈ પણ પાર્ટીને નુકસાન કે ફાયદો થતો નથી. જેથી સાચા અર્થમાં જે સરકાર લાવવા માંગતા હોય તે પાર્ટીને મત આપી લોકશાહીમાં પોતાના અધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી હતી.