કરછ: શિયાળા વચ્ચે કચ્છમાં ફરી માવઠાની આગાહી કરવામાં (Mawtha forecast in Kutch) આવી છે. કચ્છમાં આગમી 5 દિવસ સુધી બિન-મોસમ વરસાદની (non-seasonal rainfall forecast) આગાહી કરવામાં આવી છે. રાજ્યના જિલ્લામાં લઘુત્તમ પારો (Minimum mercury) ઉપર ચડતો જાય છે, ત્યારે રાજ્યના શિત મથક નલિયાની (Cold City Naliya) વાત કરીએ તો આજે રવિવારના રોજ 13.6 ડિગ્રી પર તાપમાન અટકયું હતું.
30 ડિસેમ્બર સુધીમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી
રાજ્યના જિલ્લાઓમાં 13 ડિગ્રીથી 17 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. બીજીતરફ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbances) કારણે 30 ડિસેમ્બર સુધીમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી (non-seasonal rainfall forecast with thunderstorms) કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે આ સાથે માવઠું થશે. ગુજરાતના પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની સંભાવના છે.
કચ્છ જિલ્લામાં 5 દિવસ વરસાદની આગાહી
બંગાળના ઉપસાગરમાં હવાનું લોપ્રેસર(Air low pressure) થતાં અને અરબ સાગરમાંથી ભેજ આવતા તેની અસર ગુજરાતના ભાગોમાં જોવા મળશે. તેના અનુસંધાને આજથી વાદળો ધેરાવાની શક્યતા છે. ધીમે ધીમે વધુ વાદળો છવાતા રાજ્યના અમુક વિસ્તારોમાં 30 ડિસેમ્બર સુધી માવઠાની શક્યતા છે.
ડિઝાસ્ટર વિભાગ દ્વારા એપીએમસીને અપાઇ ચેતવણી
વાદળછાયું વાતાવરણ (Cloudy weather) અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને પગલે ઠંડીનો ચમકારો વધશે એટલે કે ઠંડી અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે. આ સાથે વરસાદને ધ્યાને રાખી એપીએમસીમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે અનાજનો જથ્થો ઢાંકીને રાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે. ડિઝાસ્ટર વિભાગ (Disaster section) દ્વારા સાવચેતી માટે તાકીદ પણ કરવામાં આવી છે.
ગુજરાતના મહાનગરોમાં લઘુત્તમ તાપમાન (ડિગ્રીમાં)
કંડલા | 16.0 |
અમદાવાદ | ડુક્કર |
ગાંધીનગર | 11.0 |
રાજકોટ | 17.0 |
સુરત | 16.8 |
ભાવનગર | 16.6 |
જૂનાગઢ | 16.0 |
બરોડા | 16.0 |
નલિયા | 13.6 |
ભુજ | 17.5 |
Causes of unseasonal rainfall : જાણો ચોમાસા સિવાયની ઋતુઓમાં પણ કયા કારણોસર વરસાદ વરસે છે