કચ્છ: હવામાન વિભાગ દ્વારા 5મી જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની (Unseasonal rain in Gujarat) આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડવાની સંભાવનાઓ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડો પવન (Cold winds will blow in cities) પણ ફૂંકાશે.
સમગ્ર રાજ્યમાં ડિસેમ્બર માસમાં માવઠાનો દોર
સમગ્ર રાજ્યમાં ડિસેમ્બર માસમાં માવઠાનો દોર જારી રહ્યો હતો,માત્ર પખવાડિયાના સમયગાળામાં ઠંડી, ગરમી, ઝાકળવર્ષા અને વરસાદ સહિતની મીશ્રઋતુનો અનુભવ થયો હતો.
કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠાની આગાહી
ડિસેમ્બર માસનો આ સિલસિલો નવા વર્ષે જાન્યુઆરીમાં પણ જારી રહ્યો હોય તેમ આગામી ત્રણેક દિવસ સુધી કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠાની આગાહી (Non seasonal rainfall in Gujarat) કરવામાં આવી છે.
ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી
આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આજે સોમવારે લઘુતમ તાપમાન 11 ડિગ્રીથી 20 ડિગ્રી
હજુ થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગની માવઠાની આગાહી હતી. જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. આજે સોમવારે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રીથી 20 ડિગ્રી જેટલું નોંધાયું હતું.
કમોસમી માવઠું થશે તો તાપમાન હજુ નીચું જાશે
વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાનનો પારો પણ એક જગ્યાએ સ્થિર થઈ ગયો છે. આજે સોમવારે સવારથી આકાશમાં હળવા વાદળો દેખાવા લાગ્યા હતા. મોડી રાત્રીના ઠંડીની ચમક અનુભવાઈ હતી.
આજે સોમવારેથી વાતાવરણમાં ફેરફાર
આજે સોમવારે વાતાવરણમાં ફેરફારનો અનુભવ થયો હતો. આગામી દિવસોમાં કમોસમી માવઠું થશે તો તાપમાન હજુ નીચું ઉતરે તેમ ઠંડીની પક્કડ ફરી મજબુત બનશે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન
અમદાવાદ - 17.1
ગાંધીનગર - 16.4
રાજકોટ - 17.3
સુરત - 20.0
ભાવનગર - 17.6
જૂનાગઢ - 18.0
બરોડા - 17.2
નલિયા - 11.2
ભુજ - 14.4
કંડલા - 15.2
આ પણ વાંચો:
Unseasonal Rains In Gujarat: વડોદરાના વાતાવરણ પલટો સવારથી ઝરમર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
Seasonal rainfall forecast: ખેડૂતોની ચિંતા ફરી વધરો, જિલ્લામાં 28મી પછી કમોસમી વરસાદની આગાહી