- કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ત્યજેલી હાલતમાં નવજાત બાળક મળ્યું
- નેત્રા ગામમાં બાંડિયા રોડ પાસેની કાંટાળી ઝાડીઓમાંથી મળ્યું બાળક
- બાળકને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું
કચ્છઃ જિલ્લામાં નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં બાંડિયા રોડ પાસેની કાંટાળી ઝાડીઓમાંથી ત્યજેલી હાલતમાં એક નવજાત બાળક મળ્યું હતું. ત્યારે ગામના સરપંચના પુત્ર ગોવિંદ ગંડેર પોતાના વાહનથી આ બાળકને નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયો હતો. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે ભૂજની જી. કે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જોકે, આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સરપંચનો પુત્ર બાળકને હોસ્પિટલ લઈ ગયો
આ અંગે મળતી માહિતી અનુસાર, નેત્રા ગામમાં મળેલા નવજાત બાળકને ગામના સરપંચનો પુત્ર ગોવિંદ ગંડેર સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ભૂજની જી. કે. હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી હતી. આ બાળકની નાળ કાપ્યા વગર કોઈએ ઝાડીમાં ફેંકી દીધું હતું. તો આ બાળક કોનું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- રાજકોટઃ વેન્ટિલેટરના સહારે જીવનની શરૂઆત કરનાર નવજાત બાળક થયું કોરોના મુક્ત
આ પણ વાંચો- મહેસાણામાં વધુ એક ત્યજી દીધેલું નવજાત બાળક મળ્યું