કચ્છ : ભુજ શહેરમાં લોકોની સુરક્ષા માટે નેત્રમ વિશ્વાસ નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લગાડવામાં આવેલા CCTV કેમેરા અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં મદદરૂપ થયા છે. છેલ્લા ત્રણ મહિનામાં નેત્રમ CCTVના મદદથી 50 જેટલા ગુના ભેદ, 27 આરોપીની ધરપકડ અને 25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજ્યમાં મહાનગરોને ગુના ડિટેકશનમાં (Bhuj Crime Detection) પાછળ રાખીને ભુજ ત્રીજા નંબરએ આવ્યું છે. રાજ્યના DGP આશિષ ભાટિયાએ પશ્ચિમ કચ્છ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરીને કામગીરી બિરદાવી છે. (Gujarat Crime Detection Rate)
નેત્રમ પ્રોજેક્ટ પોલીસ માટે ઉપયોગી પશ્ચિમ કચ્છ SP સૌરભ સિંઘે જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં ટ્રાફિક નિયમન, ગુનાખોરી અને સર્વેલન્સ માટે નેત્રમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં 19 સ્થળ પર 240 જેટલા કેમેરા લગાડવામાં આવ્યા છે. નેત્રમ પ્રોજેક્ટ પોલીસ માટે ખુબ ઉપયોગી અને મહત્વના સાબિત થઈ રહ્યા છે. ભુજમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં નેત્રમ પ્રોજેક્ટની મહત્વની ભૂમિકા રહી છે. (West Kutch Police)
ગુના ડિટેકશનમાં કચ્છ પોલીસની સરાહનીય કામગીરી નેત્રમ CCTV કેમરાના કારણે નાગરિકોની સુરક્ષા અને સલામતી વધી છે. લૂંટ, ચોરી, હત્યા જેવા ગુનાના ભેદ ઉકેલવામાં કેમેરા ખૂબ મહત્વના સાબિત થઈ રહ્યા છે. ગુમ થયેલા મોબાઈલ, બેગ અને પાર્સલ શોધવામાં નેત્રમ ઉપયોગી સાબિત થયા છે. નેત્રમની મદદથી 365 દિવસ લોકોની સુરક્ષા કરવામાં આવી રહી છે. નેત્રમ કમાન્ડ કંટ્રોલથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને રાજ્યમાં ગુના ડિટેકશનમાં પશ્ચિમ કચ્છ પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. (Bhuj Crime News)
આ પણ વાંચો સિકલીગર ગેંગનો કાફેમાં બિલ બાબતે કરી બબાલ, CCTVમાં કેદ ઘટના
અન્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે નેત્રમની નજર તેજ બનતાં હવે કોઈ પણ ગુનેગાર ગુનો કરવા પૂર્વે CCTV કેમેરા તેને જોઇ રહ્યા છે કે નહીં તે માટે નજર દોડાવે છે. આ ઉપરાંત, કોઇ ગુનાને અંજામ આપવા પહેલાં નેત્રમની નજરથી બચવા છટકબારી શોધી લેતા હોય છે. આથી, ભુજમાં આવા ઘણાં સ્થળો છે. પ્રથમ ફેસ બાદ બીજા ફેસમાં જ્યાં કેમેરા લગાવાના છે. તેના સ્થળો પણ તારવી લેવાયાં છે. જેમાં મિરજાપર ત્રણ રસ્તા, પ્રમુખસ્વામી નગર, નવી રાવલવાડીના રઘુવંશી ચોકડી તેમજ એરપોર્ટ રોડના કોડકી રોડ ચાર રસ્તા, મોટા પીર ચાર રસ્તા ઉપરાંત નાગોર ફાટક, આત્મારામ સર્કલ તેમજ સરપટ ગેટ પાસે CCTV લગાવવાની દરખાસ્ત મૂકી દેવાય છે. તેથી ટૂંક સમયમાં આ વિસ્તારોમાં પણ CCTV કેમેરા લગાડવામાં આવશે. (Netram CCTV Camera in Bhuj)
આ પણ વાંચો ગુજરાત હાઇકોર્ટની નારાજગી, એક ગુના માટે આરોપીને પાસા હેઠળ અટકાયતમાં ન લઇ શકાય
ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અપાય છે ઈ-ચલણ આ ઉપરાંત વાહનો પર ત્રીપલ સવારી, ચાલુ વાહને ફોન પર વાત કરવી, ફોર વ્હીલર વાહનમાં સીટ બેલ્ટ ન બાંધવા સહિતના નિયમ ભંગમાં પણ ઈ-ચલણ આપવામાં આવતું હોય છે. આમ, વિવિધ નિયમોનો ભંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવાથી તેઓ નિયમ ન તોડે અને અકસ્માતો ન થાય તે માટે શહેરમાં નેત્રમ કાર્યરત કરવામાં આવ્યું છે. (Netram Vishwas Project in Bhuj)