ETV Bharat / state

Navratri 2023: કચ્છના રાજ પરિવાર દ્વારા પતરી વિધિનો શુભારંભ કરાયો, શરુઆતની ચામર પૂજા કરવામાં આવી - ભુજ

નવરાત્રિમાં કચ્છના રાજ પરિવાર દ્વારા વર્ષોથી મા આશાપુરાની પતરીવિધિ અને ચામર પૂજા કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિમાં બે વખત રાજ પરિવારના બે અલગ અલગ વ્યક્તિના હાથે ચામર પૂજાની ઐતિહાસિક ઘટના ઘટી છે. વાંચો રાજવીઓની આ વિશેષ પૂજા..વિગતવાર

કચ્છના રાજ પરિવાર દ્વારા પતરી વિધિનો શુભારંભ કરાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 3:12 PM IST

Updated : Oct 19, 2023, 6:34 PM IST

પતરી વિધિમાં શરુઆતની ચામર પૂજા કરવામાં આવી

કચ્છઃ દરવર્ષે નવરાત્રિમાં આસો સુદ પાંચમના રોજ રાજવી દ્વારા પતરી વિધિ અને ચામર પૂજા કરવામાં આવે છે. આ પૂજાનું સવિશેષ મહત્વ રહેલું છે. આ વર્ષે મહારાણી પ્રીતિદેવી દ્વારા નિમાયેલ તેરા ઠાકુર મયુરધ્વજ સિંહ જોડેજા દ્વારા ચામર પૂજા કરવામાં આવી હતી. ચામરપૂજા દરબાર ગઢના પ્રાગ મહેલમાં આવેલ મહામાયા મંદિર ટીલામેડી ખાતે કરવામાં આવી હતી.

ગત વર્ષની જેમ આ વખતે પણ બે વાર થઈ ચામરપૂજા

શું છે પતરી વિધિ અને ચામર પૂજા?: કચ્છમાં નવરાત્રિ નિમિતે રાજ પરિવાર દ્વારા નવ દિવસ મા આશાપુરાની વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. સૌથી અગત્યની પૂજા હોય છે પતરી વિધિ. પતરી વિધિની શરુઆત પાંચમના રોજ ચામરપૂજા કરીને કરવામાં આવે છે. જેમાં મયુરપંખથી બનેલ બે ચામરની પરંપરાગત પૂજા અર્ચના કરવામાં આવે છે. આ પૂજા કચ્છના મહામાયા મંદિર ટીલામેડી ખાતે કરવામાં આવે છે. આજે ચામરપૂજા તેરા ઠાકુર મયુરધ્વજ સિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. બે ચામરમાંથી એક ચામરને માતાના મઢ અને બીજી ચામરને ભૂજ આશાપુરા મંદિર ખાતે લઈ જવામાં આવશે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ બે વખત પતરી પૂજા થશે.

475 વર્ષ જૂની અતૂટ પરંપરાનું છે ઐતિહાસિક મહત્વ

આસો સુદ પાંચમના દિવસે 475 વર્ષ જૂના મહામાયા દેવસ્થાન ટીલામેડી ખાતે ચામર વિધિ કરવામાં આવી હતી. આઠમના દિવસે કરવામાં આવતી પતરી વિધિની શરૂઆત આજથી ચામર પૂજા કરીને કરવામાં આવે છે. અગાઉના સમયે આ વિધિ માતાના મઢ ખાતે વેલ પ્રસ્થાન કરીને કરવામાં આવતી હતી. ચામરની બે જોડીની પૂજા કરવામાં આવે છે જેમાં એક માતાના મઢ ખાતે અને એક ભુજ આશાપુરા મંદિર ખાતે કરવામાં આવે છે. ચામર પૂજા અને પતરી વિધિની શરૂઆત દરબાર ગઢથી થાય છે તો તેની પૂર્ણાહુતિ પણ દરબાર ગઢમાં આવેલ દેવસ્થાન પર જ થાય છે...કૃતાર્થ સિંહ જાડેજા, (રાજવી, કચ્છ)

ઐતિહાસિક પૂજાઃ અંદાજે 475 વર્ષ પહેલાં ભુજની સ્થાપના થઇ ત્યારે રાજ પરિવારના દરબાર ગઢમાં ટિલામેડીમાં બનેલા મહામાયા મંદિર કે જે રાજ પરિવારનું દેવસ્થાન મનાય છે તેમાં ચામર પૂજા યોજવામાં આવી હતી. કચ્છના મહારાવ આસો સુદ પાંચમના દિવસે અહીં માતાજીની પૂજા કરી મોરપંખથી બનેલા ચામરને ધારણ કરી માતાના મઢ તરફ ચામર યાત્રા માટે પ્રસ્થાન કરે છે. જિલ્લાના પાટનગર ભુજથી 100 કિલોમીટર દૂર આવેલા માતાના મઢ મંદિરે પહોંચવા બળદ ગાડામાં બે દિવસ લાગી જતા જેથી સાતમના મહારાવ માતાના મઢ પહોંચી ત્યાં માં ચાચર ભવાનીની પૂજા કરી, આઠમના દિવસે આશાપુરા માતાજીના મંદિરે પતરી વિધિ કરે છે.

  1. Rajkot News: જેતપુરના છેલ્લા રાજવી મહિપાલ વાળા સાહેબનું 74 વર્ષની વયે નિધન, સમગ્ર પંથ શોકગ્રસ્ત
  2. Unveiling of statue of Maharao Pragmalji III : માંડવીમાં વિજય વિલાસ પેલેસમાં કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાનું અનાવરણ, કેવી છે જૂઓ

Last Updated : Oct 19, 2023, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.