ETV Bharat / state

Navratri 2023 in Kutch : ગરબા રમતી વખતે હૃદયરોગના હુમલા સહિત ઇમરજન્સીને પહોંચી વળવા ડોકટરોની ટીમ અને એમ્બ્યુલન્સ ગોઠવાશે - ખેલૈયાઓ

નવરાત્રી 2023ને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કચ્છમાં પણ ખેલૈયાઓ જોશભેર નવરાત્રીમાં ગરબા ખેલવા થનગની રહ્યાં છે. એવામાં તાજેતરમાં કેટલાક બનાવ સામે આવ્યાં જેમાં ગરબા પ્રેકટિસ સમયે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની મરણશરણ થયાં છે. ત્યારે ભુજમાં નવરાત્રી ગરબા આયોજકો આ બાબતે સાવચેતી દાખવી રહ્યાં છે.

Navratri 2023 in Kutch : ગરબા રમતી વખતે હૃદયરોગના હુમલા સહિત ઇમરજન્સીને પહોંચી વળવા ડોકટરોની ટીમ અને એમ્બ્યુલન્સ ગોઠવાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 6:36 PM IST

ગરબા આયોજકો દ્વારા સાવચેતીના પગલાં

કચ્છ : નવરાત્રીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો નવરાત્રીની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે.છેલ્લાં 6 માસમાં જીમમાં કસરત કરતા, ગરબા રમતા કે શાળામાં સ્પીચ આપતા સમયે હાર્ટ એટેક આવી જવો એ સામાન્ય બનતું જાય છે. ત્યારે આવનારા સમયમાં યોજાનારી નવરાત્રીમાં યુવાઓને રાસ રમતા રમતા આવી કોઈ તકલીફ ના થાય તે માટે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તાત્કાલિક તેમને સારવાર મળી રહે તે ઉદેશથી ભુજમાં નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા ગરબા રમવાના સ્થળ પર જ મેડિકલ ટીમ અને સાથે જ ઈમરજન્સી ઇકવીપમેન્ટ તૈયાર રાખવામાં આવશે.

ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની સુવિધા : નવરાત્રીને લઈને યુવાનોમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો ગરબાનું આયોજન કરનારા આયોજકો પણ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે તેનું ધ્યાન રાખી રહ્યા છે. ગરબા રમતા સમયે નાની વયથી માંડીને મોટી વયના લોકોને ગભરામણ થતી હોય છે.જ્યાર બાદ ચક્કર આવવા તેમજ હૃદયરોગના હુમલા જેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થતી હોય છે ત્યારે આ વર્ષે આયોજકો દ્વારા સ્થળ પર તબીબોની ટીમ તેમજ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.

ગરબા રમતા સમયે ડોકટરોની ટીમ : ગરબા રમતી સમયે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે રોટરી હીમ્સ નવરાત્રિના આયોજક અભિજિત ધોળકિયાએ જણાવ્યું હતું કે તેઓએ કે.કે.પટેલ હોસ્પિટલ સાથે સંવાદ કરીને સેન્ડલ વુડમાં યોજાનારા નવરાત્રી મહોત્સવમાં મેડિકલ ટીમ હાજર રાખશે.

ગરબા રમવા માટે 100 જેટલા ડોકટરો પણ આવવાના છે ત્યારે તેમાંથી પણ કોઈ જરૂર જણાશે તો સારવાર આપવા માટે ડોકટર પણ આગળ આવશે. તો સાથે જ મુખ્ય ગેટ પાસે જ ડૉક્ટરોના વાહનો તથા ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવશે જેથી કરીને તાત્કાલિક ધોરણે કોઈ પણ વ્યક્તિને સારવાર મળી શકે....અભિજિત ધોળકિયા ( રોટરી હીમ્સ નવરાત્રિના આયોજક )

ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા એકોર્ડ હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે નવરાત્રિના સમયે ગ્રાઉન્ડ પર સ્ટાફ ત્યાં હાજર રહેશે. આઈસીયુ ઓન વ્હીલ્સ એટલે કે કોઈપણ ઈમરજન્સી ઊભી થાય તો ત્યાં તેની ટ્રીટમેન્ટ થઈ શકે તેવી સુવિધા પણ રાખવમાં આવશે. હશે. ભુજમાં યોજાનારી વ્યવસાયિક તેમજ સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં મોટાભાગના આયોજકોએ ડોક્ટરની ટીમ અથવા તો ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા કરી રાખી છે.

હૃદયરોગને લગતા લક્ષણો હોય અથવા તો પરિવારજનોમાં અગાઉથી હૃદયરોગના હુમલાનો સિલસિલો ચાલ્યો આવતો હોય, બ્લડપ્રેશર, ડાયાબિટસના લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લઈને રમવું. તેમજ આજકાલ નાની ઉંમરે પણ હૃદયરોગનો હુમલો થઈ રહ્યો છે,ત્યા રે રાસ રમતી વખતે ગ ભરામણ, શ્વાસ ચડવો, પ્રેશર વધઘટ થવા જેવા લક્ષણો હોય અથવા કોઈ માંદગી હોય તો સૌ પ્રથમ ડોક્ટર સાથે ચર્ચા કરવી અને સતત ગરબા ન રમવા જોઈએ.આ સાથે જ ઝડપભેર અને ખૂબ ઉત્સાહમાં આવીને પણ ગરબા ન રમવા જોઈએ...ડોક્ટર જીતેન્દ્ર શર્મા

શરીરમાંથી પાણી ઓછું ન થાય તેની તકેદારી રાખવી યુવાનો ખૂબ ઉત્સાહભેર ગરબા રમતા હોય છે ત્યારે જે યુવાનોના પરિવારમાં નાની ઉંમરે કોઈને હૃદય રોગનો હુમલો આવ્યો હોય, પરિવારમાં કોઈને હૃદય રોગની બીમારી હોય તો તેમણે પણ સાવચેત થઈ જવાની જરૂર છે અને ડોક્ટરના સલાહ સૂચન તથા ચેકઅપ બાદ જ ગરબા રમવા જોઈએ. ગરબા રમતી વખતે જો વધુ થાક લાગે, શરીરમાં અને ખાસ કરીને છાતીમાં કોઈ તકલીફ જણાય તો તાત્કાલિક બેસી જવું અને તબીબનો સંપર્ક કરવો અને ખાસ તો ડીહાઇદ્રેશન એટલે કે શરીરમાંથી પાણી ઓછું ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.

  1. Navratri 2023 : આ નવરાત્રી બનશે વધુ સુરક્ષિત, સુરતના ગરબા આયોજકો દ્વારા ખાસ આયોજન
  2. Navratri Heart Attack Case : નવરાત્રીમાં હાર્ટ એટેકના કેસને પહોંચી વળવા તંત્ર તૈયાર, જિલ્લા કલેકટર દ્વારા બેઠક યોજાઈ
  3. Navratri 2023: નવરાત્રિમાં હાર્ટ એટેકના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.