- કારીગરોનો વેચાણ મુખ્યત્વે પ્રવાસીઓ પર નિર્ભર
- કોરોના કાળમાં કારીગરો બન્યા ત્રસ્ત
- કામદારોને સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય
- હાથવણાટના કારીગરોના યોગદાનને સ્વીકારવા ઉજવાતો સપ્તાહ
કચ્છઃ આ સપ્તાહ હેન્ડલૂમ સમુદાયના સન્માન માટે અને ભારતના સામાજિક આર્થિક વિકાસમાં તેમના યોગદાનને સ્વીકારવા માટે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય હેન્ડલૂમ સપ્તાહ ઉજવવાનો ઉદ્દેશ્ય ધરોહરનું રક્ષણ કરવાનો અને આ ક્ષેત્રમાં કામદારોને સશક્ત બનાવવાનો છે. ભૂજોડી ગામમાં કચ્છના મોટા ભાગના હાથવણાટની કારીગરીના કારીગરો વસે છે અને આજ દિવસ સુધી રાષ્ટ્રીય સ્તરે અને જુદા જુદા સ્તરે 50 જેટલા પુરસ્કારો અહીંના કારીગરોને એનાયત કરવામાં આવ્યા છે. હાથવણાટની કારીગરી વંશ પરંપરાગત રીતે ચાલી આવી છે અને આ કારીગરીમાં ડિઝાઇન માટે કોઈ ખાસ વ્યક્તિની જરૂર રહેતી નથી પરંતુ અહીંના કારીગરો દ્વારા જ ડિઝાઈનો તૈયાર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ પુત્રવધૂની મક્કમતાથી 67 વર્ષીય કિશોરસિંહને મળ્યું નવું જીવનદાન
ગરમ સાલ અને સાડીઓ હાથવણાટની કારીગરીથી બનાવવામાં આવે છે
મોટા ભાગના હાથ વણાટના કારીગરો ગરમ સાલ બનાવે છે અને હવે તો આધુનિક વણાટથી સાડીઓ પણ બનાવે છે. ભૂજોડી ગામમાં ઘરે ઘરે વણકરો બારે માસ હાથવણાટનું કાર્ય કરે છે. આ ગામમાં ઘણી બધી દુકાનો આવેલી છે.
300થી 10,000 જેટલી કિંમતની વસ્તુઓ બને છે
300 રૂપિયાથી માંડીનેને 10,000 સુધીની હાથવણાટની સાલ અને સાડીઓ બનાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા
વેચાણ મુખ્યત્વે પ્રવાસીઓ પર નિર્ભર
ગામના લોકોની રોજગારી મુખ્યત્વે તેમના હાથવણાટની વસ્તુઓના વેચાણ પર આધારિત છે અને આ ગામ એક પ્રવાસી સ્થળ પણ છે માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં હાથવણાટની કારીગરી તેમજ હેન્ડીક્રાફ્ટ અને અન્ય હસ્તકારીગરી, કલા નિહાળવા માટે આવતા હોય છે.
કોરોના કાળમાં કારીગરો થયા ત્રસ્ત
પ્રવાસીઓની મુલાકાત દરમિયાન અહીંના લોકોનો વેચાણ વધારે થતો હોવાથી મોટા પ્રમાણમાં લાભ થતો હોય છે પરંતુ આ કોરોના કાળમાં વેપારીઓ ત્રસ્ત બન્યા છે. બારે નિકાસ થતાં માલની પણ માંગ ઘટી છે તથા પ્રવાસીઓની મુલાકાત પણ બંધ થઇ ગઇ હોવાથી વેચાણ થતું નથી અને રોજગારી મળતી નથી.
કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મેળા યોજાયા નહીં
રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગાભુભાઈ વણકરે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હાથવણાટ કારીગરીના મેળા કે એક્ઝિબિશન પણ યોજાયા ન હોવાથી સ્ટોકમાં પડેલો માલ વેચાતો નથી અને પરિણામે રોજગારી ઊભી થતી નથી.
કારીગરો સાથે સાથે મજૂરોની સ્થિતિ પણ દયનીય
ગામના સરપંચ લક્ષ્મીબેને ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, માલ વેચાતો ના હોવાથી કારીગરો દ્વારા રાખવામાં આવેલા મજૂરોની પણ સ્થિતિ કોરોના કાળમાં કપરી બની છે.