કચ્છઃ જિલ્લામાં નર્મદાના પાણીના વધારાના 1 મિલિયન એકર ફૂટની સિંચાઈ માટે (Kalpasar Canal)થોડાક દિવસો અગાઉ 4,369 કરોડની વહીવટી મંજૂરી મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી. તો બજેટમાં માત્ર 272 કરોડ ફાળવાતા કચ્છીઓ માટે ઝડપી કામ થવાની આશા પર પાણી ફરી વળ્યુ છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આ બજેટને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું. એકતરફ નર્મદાના વધારાના એક લાખ મિલિયન એકર ફીટ પાણી માટે જરૂરી એવી સારણ જળાશય, ટપ્પર ડેમ અને નીરોણા ડેમ સુધી પાઇપ લાઇન પાથરવા નાની રકમ ફાળવી તેનાથી કેટલું (Narmada water in Kutch )કામ થશે તે પ્રશ્ન છે. કુલ છ તબક્કામાં થનારા સરહદી જિલ્લાની ખેતી માટે ખૂબ મહત્વની યોજના ઝડપથી કઈ રીતે થશે.
4,369 કરોડની વહીવટી મંજૂરી અપાઈ હતી પરંતુ 272 કરોડ જ ફાળવાયા
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (Kalpasar Canal )દ્વારા ગત જાન્યુઆરીમાં કચ્છ જિલ્લાને ફાળવેલા નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના સંગ્રહ, વહેંચણી અને વપરાશ માટેના આયોજનના ભાગરૂપે કુલ રકમને પાઇપલાઇન યોજના પૂર્ણ કરવા ત્રણ વિભાગમાં વહેચેલા કામની અંદાજિત રકમ 4,369 કરોડની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2022-23 માટેના બજેટમાં સિંચાઇ વિભાગ દ્વારા પણ આ બાબતે દરખાસ્ત મૂકવામાં આવી હતી જે અંતર્ગત નાણાપ્રધાન કનુ દેસાઈએ 272 કરોડ ફાળવ્યા હતા. જેથી અંતે કચ્છના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ બજેટમાં ફાળવેલ રકમ જાણીને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યું હોય તેવી લાગણી ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના પાણીથી તળાવો ભરાતા ખેડૂતો ખુશખુશાલ
ફાળવેલ રકમ કુલ રકમના પાંચ ટકાથી પણ ઓછી
બજેટ રજૂ કરતાં સમયે નાણાપ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai)પણ જણાવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય, સાંસદ અને ધારાસભ્યોની વારંવારની રજૂઆતને કારણે આ સત્રમાં ત્રણ પ્રક્લપ માટે રકમ ફાળવવામાં આવી છે. કચ્છમાં ખેતી માટે સિંચાઇ વ્યવસ્થા ઊભી કરવા નર્મદાના વધારાના પાણી માટે યોજના જાહેર દાયકા અગાઉ થઈ. સર્વે થયો, કિસાનોએ વખતો વખત આંદોલન કર્યા, પદાધિકારીઓએ પણ દરેક સરકારનું ધ્યાન દોર્યું હતું. ત્યારે માંડ વહીવટી મંજૂરી મળી હતી. પરંતુ 4,369 કરોડની સામે 272 કરોડ ફાળવ્યા હતા જે કુલ રકમના પાંચ ટકાથી પણ ઓછી રકમ છે.
કચ્છને પાણી ન આપવું પડે તે પ્રકારનું ષડયંત્ર: પ્રમુખ ભારતીય કિસાન સંઘ કચ્છ
આજે ભારતીય કિસાન સંઘનો સ્થાપના દિન છે જે અંતર્ગત આજે ભુજના કાર્યલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડિયા સાથે વાતચીત કરતા કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ શિવજી બરાડિયાએ આ મુદ્દે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હજારો કરોડની જાહેરાત સામે ફક્ત આટલી નાની રકમ ફાળવી કચ્છના ખેડૂતો અને લોકો સાથે મજાક કરાઈ રહ્યું છે. આ રીતે નર્મદાનું કામ 20 વર્ષે પણ પૂરું નહીં થાય અને ત્યાં સુધી ફરી મોંઘવારી વધશે અને 12 હજાર કરોડનું કામ 24 હજાર કરોડનું થઈ જશે. તે ઉપરાંત આ 272 કરોડ કયા કામ માટે વાપરશે તે જણાવ્યું નથી જેથી કોઈ કામ પૂરું થાય તેવું લાગતું નથી. કચ્છને પાણી ન આપવું પડે તે પ્રકારનું આ ષડયંત્ર છે.
સાથે મળી ફરી વિરોધ અને ધરણાં પ્રદર્શન કરાશે
સરકાર સાથે અનેક વખત કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે બેઠકો કરી છે. સરકારે પણ અનેક વખત આ મુદ્દે વાયદા કર્યા છે પણ આ વાયદા પોકળ નીકળ્યા છે જેથી હવે સરકાર પર વિશ્વાસ ઉડી ગયું છે, તેવું કહેતા કિસાન સંઘે બજેટને વખોડ્યું હતું. અગાઉ પણ કચ્છ જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા અનેક વખત નર્મદા મુદ્દે ધરણાં યોજવામાં આવ્યા હતા તો આ બજેટ બાદ ફરી એક વખત તમામ સમાજ અને સાધુ સંતો સાથે મળી ફરી વિરોધ અને ધરણાં પ્રદર્શન કરશે તેવું જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Narmada water provided in Kutch: ખેડૂતોમાં આનંદો! હવે કચ્છના ખેડૂતો કરી શકશે નર્મદાના પાણીથી ખેતી