નખત્રાણા: જિલ્લાના નખત્રાણા પોલીસે કોરોના મુદ્દે વેપારીઓ સાથે બેઠક યોજી હતી. વેપારીઓ કોરોનાનું સંક્રમણ વધતા નખત્રાણાન PIને રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતે PI ભરવાડે વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ માસ્ક ફરજિયાત પહેરવા જણાવ્યું હતું. PI દ્વારા સૂચના અપવામાં આવી હતી કે, નાના વેપારી જો ગાઈડલાઈનનો ભંગ કરતા જણાશે તો પ્રથમ વેપારી મંડળના જવાબદાર આગેવાનને સાથે રાખી ન્યાય કરવામાં આવશે.
આ ઉપરાંત વેપારીઓ પણ પોલીસને સહયોગી બનશે તેવું મંડળનાપ્રતિનિધિઓએ ખાતરી આપી હતી. બહારથી આવતા ગ્રાહકોને પણ કોરોના મુદ્દે જાગૃત રહેવા વ્યાપારીઓએ સૂચના આપવા જણાવ્યું હતું. સાથે જ વ્યાપારીઓને જો કોઈ સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યું હતું.