- આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ કરવા માટે DRI કાર્યવાહી હાથ ધરશે
- મુન્દ્રામાં મળેલો હેરોઈનનો માલ 21,000 કરોડનો
- ઇન્ફોરસમેન્ટ ડિરેક્ટરોટ(ઇડી) તપાસ માં જોડાઈ
મુન્દ્રા : ગત અઠવાડિયે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને મુન્દ્રા આવેલા બે કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા હેરોઈનની દાણચોરી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ આ હેરોઈનની સતાવાર રીતે કોઈ કિંમત જાહેર કરવામાં આવી નથી પણ આ હેરોઈનની વૈશ્વિક બજારમાં કિંમત 21000 આંકવામાં આવી રહી છે.
હજુ વધુ મોટા ખુલાસા થવાની સંભાવનાઓ
આ દરમિયાન હિરોઈન પ્રકરણમાં ઇન્ફોરસમેન્ટ ડિરેક્ટરોટ(ઇડી) પણ તપાસ માં જોડાઈ છે. અને એજન્સીઓ સાથે મળીને આ પ્રકરણમાં સંડોવાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રકરણમાં હજુ વધુ મોટા ખુલાસા થવાની સંભાવનાઓ છે.
આ પણ વાંચો :મહંત નરેન્દ્ર ગિરીના અનુગામી બલવીર ગિરી વિશે જાણો
અગાઉ બે કન્ટેનર ભારતમાં ઘુસાડવામાં આવ્યા હતાં
આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ હસન હુસેન કંપનીએ આ બે કન્ટેનર પહેલા પણ બે કન્ટેનર ભારતમાં ઘુસાડવામાં આવ્યા હતા. જેમાંથી એક કન્ટેનર દિલ્હી પહોંચ્યું હોવાનું બહાર આવ્યું છે. તો અન્ય બીજુ કન્ટેનર ક્યાં પહોંચાડવામાં આવ્યું છે તેની તપાસ પણ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં કુલ 6 લોકોની અટકાયત
આ પ્રકરણમાં હસન હુસેન કંપની, તથા આ કંપનીનો ભારતમાં રહેલો પ્રતિનિધિ અમિત, ચેન્નઈના દંપતિ વૈશાલી અને સુધાકર તથા દિલ્હીથી બે અફઘાની નાગરિકો અન્ય એક વ્યક્તિની સંડોવણી હોવાથી અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીધામથી આ કન્ટેનર બુંકિંગ કરનારા ફોરવર્ડરની પણ રાતોરાત અટકાયત કરી છે. ઉપરાંત અન્ય ઘણા લોકો આ પ્રકરણમાં સંડોવાયેલા હોવાનું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે.
આ પણ વાંચો :કાચા તેલની કિંમતમાં ઉછાળો આવ્યો, આજે સતત 17મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર
ઇન્ફોરસમેન્ટ ડિરેક્ટરોટ (ED) એ પણ આ અંગે મની લોન્ડરિંગની દિશામાં તપાસ શરૂ કરી
આ હેરોઈન પ્રકરણમાં અનેક તપાસ એજન્સીઓ જોડાઈ છે. અને DRI એ અત્યાર સુધીના સૌથી મોટા હેરોઈન પ્રકરણને બહાર લાવ્યું છે. તો અફઘાનિસ્તાન અને તાલિબાનના કનેક્શનના કારણે NIA પણ તપાસમાં જોડાશે તેવી સંભાવનાઓ થઈ રહી છે ત્યારે ઇન્ફોરસમેન્ટ ડિરેક્ટરોટ (ED) એ પણ આ અંગે મની લોન્ડરિંગની દિશામાં તપાસ શરૂ કરી છે.