ETV Bharat / state

Mundra Heroin Case: NIAએ વધુ એક અફઘાન નાગરિકની કરી ધરપકડ - 21,000 કરોડનું હેરોઇન પ્રકરણ

મુન્દ્રા પોર્ટ પર સેમી પ્રોસેસડ ટેલ્ક પાવડરની આડમાં 3004 કિલો હેરોઇન DRD દ્વારા ઝડપી પાડવામાં આવ્યો(3004 kg of heroin was seized by DRD) હતો. બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણ(21,000 crore heroin chapter)માં અત્યાર સુધી DRI તથા NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તથા આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યાર બાદ આ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તો વધુ તપાસમાં NIA દ્વારા દિલ્હીના નેબ સરાય વિસ્તારમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Mundra Heroin Case: NIAએ વધુ એક અફઘાન નાગરિકની કરી ધરપકડ

author img

By

Published : Dec 14, 2021, 10:18 PM IST

  • NIAએ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી
  • મૂળ અફઘાનિસ્તાનના સોભન આર્યનફરની કરી ધરપકડ
  • મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલ ડ્રગ્સ મામલો

કચ્છ: કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલ હેરોઈન કેસમાં(Mundra Heroin Case) કેન્દ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 12મી ડિસેમ્બરના ​​રોજ, સોભન આર્યનફાર નામના 28 વર્ષીય અફઘાન નાગરિકની સાઉથ દિલ્હીના નેબ સરાઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

Mundra Heroin Case: NIAએ વધુ એક અફઘાન નાગરિકની કરી ધરપકડ
Mundra Heroin Case: NIAએ વધુ એક અફઘાન નાગરિકની કરી ધરપકડ

જુદી જુદી કલમો હેઠળ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો

NIAએ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 2988.21 કિલો નાર્કોટિક્સ જપ્ત કરવા સંબંધિત તથા હેરોઈનની પ્રાપ્તિ અને ડિલિવરીમાં વિદેશી નાગરિકોની સંડોવણી અંગે UA (P) એક્ટ 1967ની કલમ 17, 18, NDPS એક્ટ 1985ની કલમ 8(c) અને 23 તથા ઇન્ડિયન પેનલ કોડ 1860ની કલમ 120 B હેઠળ કેસ નોંધ્યો હતો.

NIAએ આ કેસમાં અગાઉ 07 આરોપીઓની ધરપકડ કરી હતી

NIAની તપાસ દરમિયાન ધરપકડ કરાયેલ અફઘાન નાગરિક અફઘાનિસ્તાનથી આયાત કરાયેલ 'સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ'ના કન્સાઇનમેન્ટમાં છુપાવેલ માદક દ્રવ્યોના પરિવહનના કાવતરામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, NIAએ આ કેસમાં અગાઉ 07 આરોપીઓની ધરપકડ કરી હતી, તો NIA દ્વારા આ કેસમાં વધુ તપાસ હજી ચાલુ છે.

આ પણ વાંચો : Mundra Heroin Case: ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરાયો

આ પણ વાંચો : Mundra Heroin Case: NIA દ્વારા 5 શહેરોમાં તપાસ કરાઇ, કેસને લગતા દસ્તાવેજો જપ્ત કરાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.