કચ્છ: કચ્છના દરિયા ક્રિકમાંથી વધુ 13 બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે. કચ્છમાં થોડા દિવસોમાં વિવિધ એજન્સીઓેને 63 જેટલા પેકેટ ઝડપી પાડ્યા છે.
BSFના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે શનિવારે પેટ્રોલિંગ ટીમનેે વધુ 13 પેકેજ મળી આવ્યા છે. આ માદક પદાર્થ ચરસ હોવાનું પ્રાથમિક અનુમાનમાં જણાઈ રહ્યું છે. વધુ તપાસ માટે પોલીસને સુપરત કરાશે.
દરમિયાન આ વિસ્તારની ક્રિકમાંથી 63 પેકેટ મળી આવ્યા છે. આ રીતે ચરસનો જથ્થો મળવો ખૂબ જ ગંભીર બાબત દર્શાવી રહ્યું છે, કારણ કે આટલા મોટા જતા કઈ રીતે અહીં સુધી પહોંચી ગયો છે તે તપાસનો વિષય છે જો કે સુરક્ષા એજન્સીઓે કહી રહી છે કે આ દરિયામાં ફેંકી દેવાયું હશે જે અહીં તણાઈ આવ્યું છે.