ETV Bharat / state

રાજ્યમાં મોનસુનને લઇ તંત્રની તૈયારીઓ શરૂ, આપત્તિને પહોંચી વળવાના નિર્દેશો અપાયા - Etv Bharat

કચ્છ: આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને પ્રિ-મોનસુન તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે કોઈપણ સ્થિતિમાં કન્ટ્રોલરૂમ સાથેનો સંપર્ક જાળવી રાખવા પર ભાર મુકીને સંવેદશિલતા સાથે જવાબદારી નિભાવવા દિશાનિર્દેશ અપવામાં આવ્યા હતા.

રાજ્યમાં મોનસુનને લઇ તંત્રની તૈયારીઓ શરૂ
author img

By

Published : May 28, 2019, 10:52 PM IST

કચ્છ જિલ્લાના પ્રિ-મોનસુન અંગેની બેઠકમાં જિલ્લા કલેકટર રૈમ્યા મોહને જણાવ્યું હતું કે, જિલ્લાકક્ષાના કંટ્રોલરૂમનો ફોન નંબર દરેક વિભાગના વડા પોતાના મોબાઇલ ફોનમાં સેવા કરી રાખે સાથે જ ચોમાસા દરમિયાન કોઇપણ ઇમરજન્સીમાં કંટ્રોલરૂમનો ફોન આવે તો ત્વરિત ઉપાડી લેવા સાથે જે સંદેશા મળે તેના ઉપર તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવી પડશે.

વરસાદ, વાવાઝોડુ કે પૂર જેવી કુદરતી આફતોની સંભાવનાઓને ધ્યાનમાં લઇ પૂર્વ તૈયારીના ભાગરૂપે સર્વાંગી આગોત્તરૂ આયોજન ઘડી કાઢવા યોજાયેલી બેઠકમાં તમામ વિભાગોને જિલ્લાકક્ષાના કંટ્રોલરૂમના સંપર્કમાં રહેવા સાથે દરેક વિભાગોને બચાવ-રાહતના સાધનો સાથે સતર્ક રહેવા પણ નિર્દેશો અપાયા હતા. દરેક વિભાગોને સંવેદનશીલતા સાથે ફરજ બજાવવા તેમજ દરિયાકાંઠાના માછીમારો, ડેમસાઇટ સહિત નીચાણવાળા વિસ્તારના લોકો ઉપરાંત નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે સંબંધિત વિભાગોને તૈયાર રહેવા સુચનો આપવામાં આવ્યા હતા. તેમજ માનવબળ અને બચાવ-રાહત સાધનો સહિત ખાદ્યસામગ્રી, આરોગ્ય અને સફાઇ કામગીરીનું પણ સુચારૂ આયોજન ઉપર તેમણે ભાર મુકયો હતો.

આ બેઠકમાં જર્જરિત શાળાઓ, આંગણવાડી કે રહેણાંકના મકાનો ઉપરાંત ભુજ, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં આવેલા જર્જરિત મલ્ટીસ્ટોરી બિલ્ડીંગો બાબતે એકશન પ્લાન આપવા સંબંધિત તંત્રોને નિર્દેશ અપવામાં આવ્યો હતો. અધિક નિવાસી કલેકટર કે.એસ.ઝાલાએ બેઠકના પ્રારંભે જિલ્લા કંટ્રોલરૂમના ટોલ ફ્રી નંબર-૦૨૮૩૨-૧૦૭૭ ઉપરાંત લેન્ડલાઇન નંબર- ૦૨૮૩૨-૨૫૨૩૪૭ અને ફેક્ષ નં. ૦૨૮૩૨-૨૨૪૧૫૦ તથા દરેક વિભાગોને ભારે વરસાદ, વાવાઝોડુ કે પૂર જેવી કુદરતી આફતો સંદર્ભે સંપર્કમાં રહેવા અને ઘટનાની જાણકારી પહોંચાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ વિભાગોને પોતાના કંટ્રોલ રૂમ આગામી ૧લી જૂને શરૂ કરી દેવા જણાવાયું હતું.

આ બેઠકમાં સંબંધિત વિભાગોને કંટ્રોલરૂમ કાર્યરત કરવા, પોલીસ વિભાગ, એનસીસી, જીઆરડી, હોમગાર્ડના તમામ ઉપકરણો, સાધનો, અગત્યના નંબરોની યાદી તૈયાર કરી જિલ્લા કંટ્રોલરૂમને મોકલી આપવા અને કોઇ પણ આપત્તિના સમયે કાયદો-વ્યવસ્થા જળવાય તેની તકેદારીનાં પગલાં લેવા, બચાવ કામગીરીની ટીમોની રચના કરવા સાથે તેની વિગતો મોકલી આપવા પણ જણાવાયું હતું. તો સંબંધીત વિભાગોને આપત્તિ સમયે બચાવ કામગીરીના સાધનો ડિ-વોટરીંગ પંપ, જનરેટર, જેસીબી, રેઇનગેજ મીટર વગેરેની ચકાસણી કરી દેવા પણ જણાવાયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન- ૨૦૧૯ અધતન બનાવવા પણ સુચના અપાઇ હતી.

ચોમાસાની કોઇપણ આપત્તિ સમયે સંદેશા-વ્યવહાર તથા સંકલન સારી રીતે થઇ શકે તે માટે સેટેલાઇન ફોન, ટેલિફોન, વાયરલેસ, ફેકસ મશીન ચાલુ હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરી દેવા તેમજ તમામ મોબાઇલ કંપનીઓના ટાવરની બેટરી વર્કીંગ કંડીશનમાં રાખવા અને તેનાં રીપોર્ટ આપવા સહિતની સુચનાઓ બેઠકમાં આપવામાં આવી હતી. વીજ પુરવઠો જાળવવા, રીપેરીંગના સાધનોની માહિતી સાથેનો એકશન પ્લાન તૈયાર કરી વીજતારને જોખમરૂપી ઝાડ દૂર કરવા PGVCLને જણાવાયું હતું. જિલ્લા પંચાયતને ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અદ્યતન કરીને જિલ્લા કંટ્રોલરૂમને મોકલી આપવા સુચના આપવામાં આવી હતી. કચ્છમાં આવેલા ઉદ્યોગોમાં કોઇ પણ આપત્તિનો બનાવ બને તો તેની જાણ કંટ્રોલરૂમને તાત્કાલિક કરવા સાથે ઇન્ડ્રસ્ટ્રિયલ હેલ્થ અને સેફટી વિભાગનો સાઇટ પ્લાન અદ્યતન કરવા સુચના અપાઇ હતી.

સિંચાઇ વિભાગને નીચાણવાળા વિસ્તારના ડેમોના ગામોની યાદી તૈયાર કરી, નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવા તેમજ સ્થળાંતરની જરૂરિયાત સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ સંબંધિત મામલતદાર, નગરપાલિકા, ગ્રામ પંચાયત સાથે સંકલન કરી પાણીના વહેણ, વોકળા ઉપર લોકોની વસાહત ન હોય તે તપાસી લેવા કે આવી જગ્યા ઉપર દબાણ હોય તો દબાણ હટાવવાની કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગને ભારે વરસાદની સ્થિતિમાં શહેર અને ગ્રામ વિસ્તારમાં પીવાનું પાણી પુરૂ પાડવા માટે ટેન્કરો ઉપલબ્ધ કરાવવા રાખવા આદેશ આપયો હતો. RTO, એસ.ટી, મજૂર, ગુજરાત પ્રદુષણ બોર્ડ, શિક્ષણ, માર્ગમકાન, વન, આરોગ્ય, બંદર અને મત્યોદ્યોગ, પશુપાલન સહિત ઉપસ્થિત તમામ વિભાગને બચાવ-રાહત અને આપત્તિને પહોંચી વળવાના નિર્દેશો અપાયા હતા.

R GJ KTC 03 28APRIL KUTCH PRE MONSUN SCRTIP PHOTO RAKESH 

LOCIAOTN- BHUJ
DATE 28APRIL 

 કચ્છમા આગામી ચોમાસાની સિઝનનેે ધ્યાને રાખીને પ્રિમોન્સુન તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ વખતે કોઈપણ સ્થિતીમાં કન્ટ્રોલરૂમ સાથેનો સંપર્ક જાળવી રાખવા પર ભાર મુકને સંવેદશિલતા સાથે જવાબદારી નિભાવવા દિશાનિર્દેશ અપાયા હતા. 

કચ્છ જિલ્લાના પ્રિ મોન્સુન અંગેની બેઠકમાં જિલ્લા કલેકટર રૈમ્યા મોહને જણાવ્યું હતું કે જિલ્લાકક્ષાના કંટ્રોલરૂમનો ફોન નંબર દરેક વિભાગના વડા પોતાના મોબાઇલ ફોનમાં સેવા કરી રાખે સાથે ચોમાસા દરમિયાન કોઇપણ ઇમરજન્સીમાં કંટ્રોલરૂમનો ફોન આવે તો ત્વરિત ઉપાડી લેવા સાથે જે સંદેશ મળે તેનાં ઉપર તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવી પડશે 

 વરસાદ, વાવાઝોડુ કે પૂર જેવી કુદરતી આફતોની સંભાવનાઓને ધ્યાનમાં લઇ પૂર્વ તૈયારીના ભાગરૂપે સર્વાંગી આગોત્તરૂં આયોજન ઘડી કાઢવા યોજાયેલ બેઠકમાં તમામ વિભાગોને જિલ્લાકક્ષાના કંટ્રોલરૂમના સંપર્કમાં રહેવા સાથે દરેક વિભાગોને બચાવ-રાહતના સાધનો સાથે સતર્ક રહેવા પણ નિર્દેશો આપ્યાં હતા. દરેક વિભાગોને સંવેદનશીલતા સાથે ફરજ બજાવવા તેમજ દરિયા કાંઠાના માછીમારો, ડેમસાઇટ સહિત નીચાણવાળા વિસ્તારના લોકો ઉપરાંત નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારનાં લોકો માટે સંબંધિત વિભાગોને આગોત્તરૂ આયોજન તેમજ માનવબળ અને બચાવ-રાહત સાધનો સહિત ખાદ્યસામગ્રી, આરોગ્ય અને સફાઇ કામગીરીનું પણ સુચારૂ આયોજન ઉપર તેમણે ભાર મૂકયો હતો.

બેઠકમાં જર્જરીત શાળાઓ, આંગણવાડી કે રહેણાંકના મકાનો ઉપરાંત ભુજ, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં આવેલ જર્જરિત મલ્ટીસ્ટોરી બિલ્ડીંગો બાબતે એકશન પ્લાન આપવા સંબંધીત તંત્રોને નિર્દેશ અપાયો હતો. ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા તાલુકાકક્ષાએ લાયઝન અધિકારીની નિમણુંકો કરાઇ છે 

અધિક નિવાસી કલેકટર કે.એસ.ઝાલાએ બેઠકના પ્રારંભે જિલ્લા કંટ્રોલરૂમના ટોલ ફ્રી નંબર-૦૨૮૩૨-૧૦૭૭ ઉપરાંત લેન્ડલાઇન નંબર- ૦૨૮૩૨-૨૫૨૩૪૭ અને ફેક્ષ નં. ૦૨૮૩૨-૨૨૪૧૫૦ ઉપર દરેક વિભાગોને ભારે વરસાદ, વાવાઝોડુ કે પૂર જેવી કુદરતી આફતો સંદર્ભે સંપર્કમાં રહેવા અને ઘટનાની જાણકારી પહોંચાડવા ઉપર ભાર મૂકાયો હતો. ઉપરાંત તમામ વિભાગોને પોતાના કંટ્રોલ રૂમ આગામી ૧લી જૂને શરૂ કરી દેવા જણાવાયું હતું.

બેઠકમાં સંબંધિત વિભાગોને કંટ્રોલરૂમ કાર્યરત કરવા, પોલીસ વિભાગ, એનસીસી, જીઆરડી, હોમગાર્ડના તમામ ઉપકરણો, સાધનો, અગત્યના નંબરોની યાદી તૈયાર કરી જિલ્લા કંટ્રોલરૂમને મોકલી આપવા અને કોઇ પણ આપત્તિના સમયે કાયદો-વ્યવસ્થા જળવાય તેની તકેદારીનાં પગલાં લેવા, બચાવ કામગીરીની ટીમોની રચના કરવા સાથે તેની વિગતો મોકલી આપવા પણ જણાવાયું હતું.  સંબંધીત વિભાગોને આપત્તિ સમયે બચાવ કામગીરીના સાધનો ડિ-વોટરીંગ પંપ, જનરેટર, જેસીબી, રેઇનગેજ મીટર વગેરેની ચકાસણી કરી દેવા પણ જણાવાયું હતું.  ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન- ૨૦૧૯ અધતન બનાવવા પણ સૂચના અપાઇ હતી.

ચોમાસાની કોઇપણ આપત્તિ સમયે સંદેશા-વ્યવહાર તથા સંકલન સારી રીતે થઇ શકે તે માટે સેટેલાઇન ફોન, ટેલિફોન, વાયરલેસ, ફેકસ મશીન ચાલુ હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરી દેવા તેમજ તમામ મોબાઇલ કંપનીઓના ટાવરની બેટરી વર્કીંગ કંડીશનમાં રાખવા અને તેનાં રીપોર્ટ આપવા સહિતની સૂચનાઓ બેઠકમાં આપવામાં આવી હતી. વીજ પૂરવઠો જાળવવા, રીપેરીંગના સાધનોની માહિતી સાથેનો એકશન પ્લાન તૈયાર કરી વીજતારને જોખમરૂપ ઝાડ દૂર કરવા પીજીવીસીએલને જણાવાયું હતું. જિલ્લા પંચાયતને ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અદ્યતન કરીને જિલ્લા કંટ્રોલરૂમને મોકલી આપવા સૂચના અપાઇ હતી. કચ્છમાં આવેલ ઉદ્યોગોમાં કોઇ પણ આપત્તિનો બનાવ બને તો તેની જાણ કંટ્રોલરૂમને તાત્કાલિક કરવા સાથે ઇન્ડ્રસ્ટ્રીયલ હેલ્થ અને સેફટી વિભાગનો સાઇટ પ્લાન અદ્યતન કરવા સૂચના અપાઇ હતી.

સિંચાઇ વિભાગને નીચાણવાળા વિસ્તારના ડેમોના ગામોની યાદી તૈયાર કરી, નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવા તેમજ સ્થળાંતરની જરૂરિયાત સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ સંબંધીત મામલતદાર, નગરપાલિકા, ગ્રામ પંચાયત સાથે સંકલન કરી પાણીના વહેણ, વોકળા ઉપર લોકોની વસાહત ન હોય તે તપાસી લેવા કે આવી જગ્યા ઉપર દબાણ હોય તો દબાણ હટાવવાની કાર્યવાહી કરવા પણ બેઠકમાં જણાવાયું હતું. પાણી પુરવઠા વિભાગને ભારે વરસાદની સ્થિતિમાં શહેર અને ગ્રામ વિસ્તારમાં પીવાનું પાણી પુરૂ પાડવા માટે ટેન્કરો ઉપલબ્ધ કરાવવા, સરદાર સરોવર નિગમને તમામ કેનાલ, પાઇપલાઇનના રખરખાવની જવાબદારી સોંપાઇ હતી. આર.ટી.ઓ., એસ.ટી, મજૂર, ગુજરાત પ્રદુષણ બોર્ડ, શિક્ષણ, માર્ગમકાન, વન, આરોગ્ય, બંદર અને મત્યોદ્યોગ, પશુપાલન સહિત ઉપસ્થિત તમામ વિભાગને બચાવ-રાહત અને આપત્તિને પહોંચી વળવાના નિર્દેશો અપાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.