ETV Bharat / state

Mining Policy Submission: કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશન માઈનિંગ પોલિસીમાં કયા ફેરફાર માટે CMને રજૂઆત કરી, જુઓ

author img

By

Published : Feb 9, 2022, 2:34 PM IST

કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશને માઈનિંગ પોલિસીમાં ફેરફાર કરવા (Mining Policy Submission) અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત (Kutch Bentonite Welfare Association Demand to CM) કરી છે. નવી ખનીજ ખેતી આવ્યા પછી નવી લિઝ એલોટ (New Mining Policy) ન થવાના કારણે મિનરલ આધારિત ઉદ્યોગો કાચા માલની કૃત્રિમ તંગીના કારણે નાના MSME ઉદ્યોગો બંધ થવાની કગાર (Bad Situation of MSME industry) પર પહોંચી ગયા છે.

Mining Policy Submission: કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશન માઈનિંગ પોલિસીમાં કયા ફેરફાર માટે CMને રજૂઆત કરી, જુઓ
Mining Policy Submission: કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશન માઈનિંગ પોલિસીમાં કયા ફેરફાર માટે CMને રજૂઆત કરી, જુઓ

કચ્છઃ નવી ખનીજ નીતિ (New Mining Policy) આવ્યા બાદ નવી લિઝ એલોટ ન થવાના કારણે મિનરલ આધારિત ઉદ્યોગો કાચા માલની કૃત્રિમ તંગીના લીધે નાના MSME ઉદ્યોગો બંધ થવાની કગાર પર પહોંચી ગયા છે. તેવામાં માઈનિંગ પોલિસીમાં ફેરફાર કરવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશને મુખ્યપ્રધાનને (Kutch Bentonite Welfare Association Demand to CM)પત્ર લખી આ (Mining Policy Submission) અંગેની માગ કરી છે.

MSME ઉદ્યોગો બંધ થવાની કગાર પર

MSME ઉદ્યોગો બંધ થવાની કગાર પર

ગુજરાત રાજ્યમાં ખનીજ સભર વિસ્તાર કચ્છ મધ્યે નવી ખનીજ નીતિ (Mining Policy Submission) આવ્યા પછી લગભગ 5 વર્ષથી પણ વધુ સમયથી નવી લિઝ (New Mining Policy) એલોટ થઈ નથી. એટલે મિનરલ આધારિત ઉદ્યોગો કાચા માલની કૃત્રિમ તંગીના લીધે નાના નાના MSME ઉદ્યોગો બંધ થવાની કગાર પર પહોંચી ગયા છે, જે પૈકી બેન્ટોનાઈટ ખનીજ આધારિત લગભગ 150થી 200 યુનિટ્સ હાલમાં અત્યંત કપરી હાલતમાં છે. તેમ જ આ યુનિટોમા યેનકેન પ્રકારે રોજગારી મેળવતા મજૂરો તેમ જ અન્ય રીતે આ ઉદ્યોગની આધારે ધંધો રોજગાર કરતા વ્યવસાયિકો તેમ જ ધંધાદારીઓ અત્યંત પ્રભાવિત થઈ રહ્યા છે.

માઈનિંગ પોલિસીમાં યોગ્ય ફેરફાર કરવા CM સમક્ષ મુકાઈ વિવિધ માગ

કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશનના પ્રમુખ લક્ષ્મીકાંત ધારાણીએ (Kutch Bentonite Welfare Association Demand to CM) જણાવ્યું હતું કે, નવી ખનીજ નીતિ (New Mining Policy) આવ્યા બાદ કાચા માલની કૃત્રિમ તંગીના લીધે નાના નાના MSME ઉદ્યોગો બંધ થવાની કગાર પર પહોંચી ગયા છે. એટલે એન્વયારમેન્ટ ક્લિયરેન્સમાં 5 હેક્ટરથી નાની લિઝને મુક્તિ આપવામાં આવે, ખાનગી માલિકીની જમીનમાં ઓક્શન પદ્ધતિ કરતા અન્ય સરળ પદ્ધિથી લિઝ એલોટ કરવામાં આવે તેમ જ અરજી કર્યા પછી ઓછામાં ઓછા સમયમાં લિઝ શરૂ થાય તેવું ફિક્સ ટાઈમ ટેબલ કરવું જોઈએ.

રોયલ્ટી પેજના બદલે SMS પદ્ધતિ અપનાવવી જોઈએઃ કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશન

કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશનના પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે, ઓનલાઈન રોયલ્ટીમાં વપરાતા રોયલ્ટી પેજ કરતા જે રીતે રેલવે કે અન્ય વિભાગોમાં મેસેજ દ્વારા કામ થતું હોય છે. તે જ રીતે રોયલટી પેજના બદલે SMSની પદ્ધતિ અપનાવવી જોઈએ. જ્યારે અંતરિયાળ વિસ્તારમાં આવેલી ખાણોથી ફેક્ટરીઓ સુધી ખનીજ વહન કરતા વાહનોની રોયલ્ટીમાં ઓટોમેટિક સમય આવે છે. તે પૂરતો ન હોવાથી ઘણી વાર વાહનધારકોને ખોટી રીતે દંડ કરવામાં આવે છે. તે બાબતે પણ યોગ્ય કરવામાં આવે તેવી માગ અમે કરી રહ્યા છીએ.

અગાઉ પણ અનેક સ્તરે રજૂઆતો કરાઈ હતી

આ ઉપરાંત આ વિષયે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ સમાધાનકારક નિર્ણય કે સાંત્વના મળી નથી. વાઈબ્રન્ટ ગુજરાતના નામે દેશ-વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા સરકાર ખાસ આમંત્રણ આપે છે, પરંતુ અહીં આવેલા સ્થાનિક ઉદ્યોગો પ્રત્યે આટલું બધું દુર્લક્ષ્ય કરવામાં આવી રહ્યું છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. તેવું કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશનના પ્રમુખે (Kutch Bentonite Welfare Association Demand to CM) જણાવ્યું હતું.

આ પણ વાંચો- Rajkot MLA demands To CM: રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે CMને લખ્યો પત્ર, ઓડિટોરિયમ સહિતના કામો માટે કરી રજૂઆત

ખાનગી માલિકીની જમીનમાં ઓકશન પદ્ધતિ કરતા અન્ય સરળ પદ્ધતિથી લિઝ એલોટ કરવામાં આવે તેવી માગ

માઈનિંગ પોલિસીમાં ફેરફાર કરવા બાબતે જુદી જુદી રજૂઆતો કરવામાં આવી હતી. આમાં એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ (Environment Clearance) માટે 5 હેક્ટરથી નાની લિઝને મુક્તિ આપવામાં આવે. ખાનગી માલિકીની જમીનમાં ઓકશન પદ્ધતિ (Auction method in privately owned land) કરતા અન્ય સરળ પદ્ધતિથી લિઝ એલોટ કરવામાં આવે તેમ જ અરજી કર્યા બાદ ઓછામાં ઓછા સમયમાં લિઝ ચાલુ થઈ જાય એવું કોઈ ફિક્સ ટાઈમટેબલ હોવું જોઈએ. તે જ રીતે કામગીરી કરવામાં આવે. ઓનલાઈન રોયલ્ટીમાં વપરાતા રોયલ્ટી પેજ કરતા જે રીતે રેલવે કે અન્ય વિભાગોમાં મેસેજ દ્વારા કામ થતું હોય છે. તે જ રીતે રોયલ્ટી પેજના બદલે SMS પદ્ધતિ અપનાવવાથી કાગળનો બચાવ થશે. તેમ જ કચ્છ જેવા દુર્ગમ સ્થળોએ ઈન્ટરનેટની પૂર્તિ સેવાઓના હોવાના કારણે રોયલ્ટી કાઢવામાં જે તકલીફ થાય છે. તે પણ નિવારી શકાય, જેથી આ વિષય પર પણ ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો- Water Problem in Becharaji: ના હોય, બેચરાજી તાલુકાના 70 ગામમાં સિંચાઈનું પાણી જ નથી!

ખનીજ વહન કરતા વાહનોની રોયલ્ટી માટે પણ કરાઈ માગ

આ ઉપરાંત કચ્છના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ખાણોથી ફેક્ટરીઓ સુધી ખનીજ વહન કરતા વાહનોની રોયલ્ટીમાં જે ઓટોમેટિક સમય આવે છે. તે પૂરતો ન હોવાથી ઘણી વાર વાહનમાં રોયલ્ટી હોવા છતાં 10થી 20 મિનિટના સમય માટે પણ વાહનધારકને ખોટી રીતે દંડ કરવામાં આવે છે. જેથી આ અંગે સરકાર દ્વારા યોગ્ય સૂચન કરવામાં આવે તથા લિઝ એરિયાથી યોગ્ય સ્થળે નિયમ મુજબ રોયલ્ટી પાસ કર્યા બાદ નિયત સ્થળે પહોંચતા પહેલા જો વાહનમાં કોઈ ફોલ્ટ થઈ જાય અથવા તો પંચર પડે તેવી પરિસ્થિતિમાં વાહનધારકની રોયલ્ટીનો સમય પૂર્ણ થઈ જતા વિના કારણે વાહન ધારક દંડાયા છે.

એસોસિએશન કોઈ પણ રીતે ખનીજ ચોરીને સપોર્ટ કરતું નથી: પ્રમુખ

આ અંગે કચ્છ બેન્ટોનાઈટ વેલફેર એસોસિએશનના પ્રમુખે (Kutch Bentonite Welfare Association Demand to CM) વધુમાં જણાવ્યું હતું કે, એસોસિએશન કોઈ પણ રીતે ખનીજ ચોરીને સપોર્ટ કરતું નથી, પરંતુ સરકારી વિભાગો દ્વારા કોઈ પણ ફોલ્ટ ન હોય તેવા લિઝધારકોને કે વાહનધારકને ખોટી રીતે ગમે તે પ્રકારે કનડગત ન કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. તેમ જ આ અગાઉની રજૂઆતો તેમ જ હાલની આ રજૂઆતોને યોગ્ય ન્યાય મુખ્યપ્રધાન દ્વારા મળશે (Kutch Bentonite Welfare Association Demand to CM) તેવી આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.