કચ્છ: હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 30 અને 31 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમજ રાજ્યમાં 1લી ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની સાથે કરા પડવાની આગાહી (Forecast Hail With Unseasonal Rainfall) કરવામાં આવી છે. ઉપરાંત 10મી ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે.
કમોસમી વરસાદને લઈને ખેડૂતોને અપાઈ ચેતવણી
ફેબ્રુઆરીમાં ચાર-પાંચ દિવસને બાદ કરતા ફરીથી બીજા સપ્તાહમાં વાતાવરણ બદલાવાના વર્તારા સાથે ખેડૂતોએ પણ 1 થી 3 ફેબ્રુઆરી અને બીજા સપ્તાહના મધ્યમાં પોતાના ખેતરમાં રહેલા પાકની વિશેષ કાળજી લેવી પડશે. કમોસમી વરસાદના પગલે પાક ખુલ્લી જગ્યામાં પડ્યો હોય તો, તે અંગે પણ વ્યવસ્થા કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat Weather Report : આજે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના, જાણો આજનું તાપમાન
અમદાવાદ, ગાંધીનગર અને નલિયા ખાતે પારો સિંગલ ડિજિટમાં
આજે રવિવારે રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો છેલ્લાં થોડાંક દિવસના સરખામણીએ ઊંચે ચડ્યો હતો અને ઠંડીના પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ખાતે 6.3 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ ને કચ્છના નલિયા ખાતે પારો સિંગલ ડિજિટમાં નોંધાયો હતો.
આ પણ વાંચો: Unseasonal Rain in Kutch : કચ્છ જિલ્લામાં આગામી 5 દિવસોમાં વરસી શકે છે કમોસમી વરસાદ
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)
ક્રમ | મહાનગરો | લઘુતમ તાપમાન |
1 | અમદાવાદ | 8.8 |
2 | ગાંધીનગર | 6.3 |
3 | રાજકોટ | 11.6 |
4 | સુરત | 13.0 |
5 | ભાવનગર | 13.1 |
6 | જૂનાગઢ | 12.0 |
7 | બરોડા | 11.4 |
8 | નલિયા | 7.8 |
9 | ભુજ | 14.0 |
10 | કંડલા | 13.0 |