કચ્છ અહીં વીડિયોમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે કોઈ વિદેશના નહીં, પરંતુ આપણા ગુજરાતના કચ્છ જિલ્લાના છે. આ દ્રશ્યો છે મિની તરણેતરના મેળાના. અહીં સૌથી મોટો મેળો એ મિની તરણેતરના મેળા (Mini Tarnetar Melo inauguration in Kutch) તરીકે ઓળખાય છે. સાંસદ વિનોદ ચાવડાએ (MP Vinod Chavda) રિબીન કાપીને 4 દિવસીય આ મોટા યક્ષના ભાતીગળ લોકમેળાને ખૂલ્લો મૂક્યો હતો. 17 એકરમાં યોજાયેલા આ મેળામાં 700થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરાયા છે. જ્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને હોમગાર્ડના 250 કર્મચારીઓ પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે.
129 વર્ષ જૂના પરંપરાગત મેળાનો થયો પ્રારંભ મોટા યક્ષના ભાતીગળ લોકમેળો જિલ્લાનો સૌથી મોટો મેળો છે. યક્ષ મેળાનું અનેરું મહત્વ છે ને આ પરંપરાગત મેળો 129 વર્ષ જૂનો છે. જૂના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયા નહતું. ટાંચા સાધનો હતા. તે સમયના નાના મોટા વેપારીઓ મેળામાં (Mini Tarnetar Melo inauguration in Kutch) આવતા આજે પણ અહીં આવે છે. ત્યારે હજારો લોકોની રોજગારી માટેનું પણ સાધન આ મેળો બન્યું છે. આ મેળાનું આકર્ષણ આજે પણ અકબંધ છે. મેળામાં માર્કેટિંગ થાય છે. તે એક પ્રકારની આત્મનિર્ભરતા દર્શાવે છે.
લોકો અહીં યક્ષ બૌતેરા પર અનન્ય શ્રદ્ધા ધરાવે છે કચ્છનો આ મેળો મિની તરણેતરનો મેળો (Mini Tarnetar Melo) તરીકે ઓળખાય છે, જે ચાર દિવસ માટે ખૂલ્લો મૂકાયો છે. તો આ મેળામાં (Mini Tarnetar Melo inauguration in Kutch) કચ્છ અને બૃહદ કચ્છનાં લોકો પણ આવે છે. 4 દિવસીય મેળામાં મનોરંજન તેમ જ દરેક પ્રકારની વસ્તુઓના સ્ટોલ, ચગડોળ સહિતનાં સાધનો હોય છે. જ્યારે આજૂબાજૂના ગામડાંમાંથી લોકો અહીં યક્ષ દેવની (ખીર મીઠા ભાત) પહેડી પણ કરે છે. તો આ લોકો અહીં યક્ષ (history of the yaksha) બૌતેરા પર અનન્ય શ્રદ્ધા ધરાવે છે. આ ઉપરાંત લગ્ન થયેલા નવા જોડલા હોય કે નાનું બાળક અહીં અચૂક શિશ ઝૂકાવે છે. આ મંદિરનો ઈતિહાસ પણ સદીઓ પૂરાણો છે.
17 એકરમાં ફેલાયેલા આ મેળામાં 700થી પણ વધુ સ્ટોલ કચ્છમાં આ મોટા મેળામાં (Mini Tarnetar Melo inauguration in Kutch) કેટલાયે લોકો બહારથી પણ આવતા હોય છે. આ મેળામાં 700થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરાયા છે. જ્યારે 17 એકરમાં ફેલાયેલો આ મેળો કચ્છનો સૌથી મોટો મેળો છે, જેમાં કટલેરી, ખાણીપીણી, ચકડોળ, ઈલેક્ટ્રીક સાધનો, ખેત ઓજારો, રેડિમેડ કપડાં, સર્કસ સહિતની નાનીમોટી બજારો, સહેલાણીઓ માટે પાણી, આરોગ્ય, ફાયરબિગ્રેડ અને STની વ્યવસ્થા 24 કલાક સુધી ઉપલબ્ધ કરવામાં (ST Bus Service in Kutch) આવી છે.
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત જોકે, આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 250 કર્મચારીઓ સાથેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આ ભાતીગળ ઈતિહાસ ધરાવતા મેળામાં 8થી 10 લાખ લોકો ઉમટે એવી આશા છે.
શાસ્ત્રોમાં પણ યક્ષ દેવના ઇતિહાસનું વર્ણન મોટા યક્ષના ઈતિહાસ અંગે (history of the yaksha) ભૂવા કરસનભાઈ નથુએ જણાવ્યું હતું કે, યક્ષ દેવના મંદિરો ભારત સહિત દેશ વિદેશમાં પણ તેમનું પ્રાગટ્ય છે. શાસ્ત્રોમાં પણ યક્ષ દેવના ઈતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે. તો સવારે ભીખુ ઋષિના મંદિરે હવન, પહેડી ધ્વજારોહણ બાદ મોટા યક્ષ દેવોના મંદિરે ધ્વજારોહણ, દેવોને આભૂષણ ચડાવવા પહેડી યોજાઇ હતી.