ETV Bharat / state

ભુજના રતિયા ગામ નજીક ખનિજ ચોરીનો પર્દાફાશ - Gujarat News

ખનીજ ચોરીનો કિસ્સાઓ સામે આવ્યો છે, ત્યારે ભુજના રતિયા ગામથી ઢોસા તરફ જતા માર્ગ પરથી પોલીસે ગેરકાયદેસર રીતે ખનિજના કરાચા ઉત્ખન્નનો પર્દાફાશ કર્યો હતો. બાતમીને આધારે પાડેલા દરોડામાં એક JCB અને બે ટ્રક કબજે કરાયા હતા. તેમજ ત્રણ ડ્રાઈવરોની અટક કરી તેમને નોટિસ ફટકારી આગળની તપાસ માટે ખાણ ખનિજ વિભાગને રીપોર્ટ કરાયો છે.

ભુજના રતિયા ગામ નજીકથી ખનિજ ચોરીનો પર્દાફાશ
ભુજના રતિયા ગામ નજીકથી ખનિજ ચોરીનો પર્દાફાશભુજના રતિયા ગામ નજીકથી ખનિજ ચોરીનો પર્દાફાશ
author img

By

Published : Jun 16, 2021, 8:58 AM IST

  • ત્રણ ચાલકની અટક કરી ફટકારાઇ નોટિસ
  • LCB અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે એક જેસીબી અને બે ટ્રક ઝડપી પાડયા
  • તાલુકાના રતિયા નજીક દરોડો પાડીને ખનિજ ચોરીનો પર્દાફાશ કર્યો

કચ્છઃ ભુજના રતિયા ગામથી ઢોસા તરફ જતા માર્ગ પરથી પોલીસે ગેરકાયદેસર રીતે ખનિજના કરાચા ઉત્ખન્નનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની ટીમે બાતમીને આધારે પાડેલા દરોડામાં એક JCB અને બે ટ્રક કબજે કરાયા હતા. તેમજ ત્રણ ડ્રાઈવરોની અટક કરી તેમને નોટિસ ફટકારી આગળની તપાસ માટે ખાણ ખનિજ વિભાગને રીપોર્ટ કરાયો છે.

ખનિજ ચોરીનો પર્દાફાશ કર્યો

પ્રાથમિક વિગતો મુજબ રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા તેમજ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટીલની સુચનાથી LCB અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જિલ્લામાં ગેરકાયદેસર રીતે કરાતી ખનિજ ચોરીને અટકાવવા માટે પેટ્રોલિંંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી હકિકતને આધારે ભુજ તાલુકાના રતિયા નજીક દરોડો પાડીને ખનિજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો.

આ પણ વાંચોઃ ભિલોડામાં ખનીજ ચોરોએ ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કર્યો, 2 ઈજાગ્રસ્ત

LCB કુલ 11,02,400નો મુદ્દામાલ કબજે કર્યો

LCB ના ઈન્ચાર્જ PI એસ. જે. રાણા તેમજ PSI એચ. એમ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રતિયા ગામથી ઢોસા તરફ જતા માર્ગ પર ત્રણ કિલોમીટરના અંતરે ડાબી બાજુએ આવેલા ડુંગરમાં અમુક શખ્સ ગેરકાયદેસર રીતે ડુંગરની ધારોમાં જેસીબી મશીન વડે ખોદકામ કરતા હતા. આ બાતમીને આધારે પોલીસની ટીમે તુરંત જ વર્કઆઉટ કરીને રેડ કરતા 10 ટન કુદરતી ખનિજ કિંમત રૂપિયા 24,005 લાખનું જેસીબી મશીન, 6 લાખની બે ટ્રક મળીને કુલ્લ 3 વાહનો મળીને કુલ 11,02,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આર.આર.સેલની રેડ, કરોડોની ખનિજ ચોરી ઝડપાઈ

ઝડપાયેલા આરોપીઓ

પોલીસની કાર્યવાહીમાં ડ્રાઈવર આદમ અબ્દુલા જત, ઈબ્રાહીમ આમદ જતમા, મદ રહીમ આમદ ઓઢેજાની અટક કરી તેમને નોટિસ ફટકારવામાં આવી હતી.બદવામાં ખાણ ખનિજ વિભાગને આગળની કાર્યવાહી સોપવામાં આવી. આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં તેઓ અહીંથી ખનિજ ભરીને સુખપરમાં લાલજીભાઈની વાડી પર ખાલી કરવા જતા હતા. પોલીસે વાહનો કબજે કરીને ખાણ ખનિજ વિભાગને આગળની કાર્યવાહી માટે રીપોર્ટ કર્યો હતો તેમજ મુદ્દામાલ માનકુવા પોલીસને સોંપી આગળની કાર્યવાહી માટે માનકુવા પોલીસને જવાબદારી સોંપવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એએસઆઈ હરીભાઈ બારોટ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, રઘુવીરસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ પરમાર, એલસીબીના કૃષ્ણદેવસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.