આ મેડીકલ કેમ્પમાં CISF, CRP અને પોલીસ જવાનોની ઓર્થો, ENT તેમજ જનરલ સર્જન દ્વારા શારીરિક ચકાસણી કરવામાં આવી હતી. આ મેડીકલ કેમ્પ દરમિયાન ડૉ. ભરત સેડાવા, ડૉ. મીરા થાપા, ડૉ. પ્રતિક્ષા જાગીરદાર, ડૉ. યુવરાજ, ડૉ. બ્રિંદા તંતી, ડૉ. રૂચિરા દેસાઇ, ડૉ. રૂસી રબારી તેમજ ડૉ. ક્રિષ્ના કંસારા વગેરેએ સેવાઓ આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રેમ્યા મોહને એન્જીનિયરીંગ કોલેજ ખાતે જી. કે. જનરલ હોસ્પિટલ અને અદાણી ગેઇમ્સના ડૉકટરોની ટીમ સાથેના મેડીકલ ચેકઅપ કેમ્પનો દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે સિવિલ સર્જન ડૉ.કશ્યપ બુચ, નાયબ ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિ, ભુજના પ્રાંત અધિકારી આર. જે. જાડેજા, ગેઇમ્સના એન. એન. ભાદરકા, DYSP બી. એમ. દેસાઇ, સીઆઇએસએફના કમાન્ડીંગ ઓફિસર રાજેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યાં હતા. ચૂંટણી શાખાના મામલતદાર એસ. વી. ચમાર, નાયબ મામલતદાર પુલિન ઠાકર, નિરવભાઈ પટ્ટણી વગેરે દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.