કચ્છ: યોગ આપણી સંસ્કૃતિ છે જે ધીમે ધીમે લુપ્ત થતી હતી પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી તેને જાગૃત કર્યું અને તેને પ્રમોટ કર્યું. હવે આપણે જોઈ શકીએ છીએ કે યોગ આજે ઘેર ઘેર પહોંચ્યું છે.આજના આ આધુનિક યુગમાં પ્રતિસ્પર્ધા પણ વધી ગઈ છે. તો ખોરાકમાં પણ આજે લોકો ફસ્ટફૂડ લઈ રહ્યા છે. ત્યારે જીવનમાં યોગ અપનાવવાની ખુબ જ જરૂર ઊભી થઈ છે.ત્યારે આ યોગ દિવસ માત્ર એક દિવસ પૂરતો નહીં પરંતુ જીવનમાં તેને સામીલ કરીને દરરોજ એક કલાક યોગ માટે ફાળવીએ તો તમામનું સ્વાસ્થ્ય પણ સુધરશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય છે કે દરેક ઘરે યોગ પહોંચે તે પણ સાર્થક થશે.
સિનિયર કોચ: છેલ્લા 4 વર્ષથી સ્ટેટ યોગ બોર્ડના સિનિયર કોચ તરીકે સેવા આપી રહ્યા છે. તેમને નાનપણથી યોગ પ્રત્યે લગાવ હતો અને તેઓ જ્યારે ધોરણ 4 માં હતા ત્યારથી જ યોગ કરી રહ્યા છે.ત્યાર બાદ ધીરે ધીરે જેમ જીવનની અન્ય જવાબદારીઓમાંથી મુક્ત થયા ત્યાર બાદ યોગને પ્રોફેશનલ તરીકે અપનાવ્યું. શરૂઆતના સમયમાં તેમણે ઇન્દિરાબાઈ પાર્કમાં નિશુલ્ક યોગ ક્લાસ શરૂ કર્યા હતા. તો ત્યાર બાદ ધીમે ધીમે પ્રોફેશનલ રીતે યોગ ક્લાસ શરૂ કર્યા અને તેને હવે 7 વર્ષ થઈ ગયાં.
કક્ષાનો અભ્યાસ: સીનીયર કોચની પદવી, વર્લ્ડ રેકોર્ડ યોગ કોચ તરીકે કારકિર્દીમાં તેમણે અનેક સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સિનિયર કોચની પદવી, ત્યાર બાદ વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આગળના દિવસે 9 મિનિટ અને 40 સેકન્ડમાં 70 જેટલા યોગાસન કરવાનો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.લોકો પોતાના જીવનમાં યોગને અપનાવે તે માટે પૂરતા પ્રયત્નો કરીને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. પૂર્વીબેન દ્વારા યોગમાં ડિપ્લોમા કરવામાં આવ્યું છે તો હાલમાં યોગનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ ચાલુ છે.
ધારીએ એટલી આવક: યોગ એક પ્રેકટીકલ વિષય છે જેનો ફાયદો અનુભવ થકી જ થાય છેહાલમાં પૂર્વી બેન દ્વારા ચલાવવામાં આવતા વેદાંગ યોગ ક્લાસમાં અનેક લોકો તેમની પાસે યોગ શીખવા આવે છે. યોગના ફાયદા જોઈને તેમજ માનસિક શાંતિ મેળવીને તેમની પ્રેરણાથી અન્ય લોકો પણ યોગ માટે જોડાઈ રહ્યા છે. યોગ એક પ્રેકટીકલ વિષય છે જેને રોજિંદા જીવનમાં કરવાથી જ તેના અંગે અનુભવ થાય છે અને તેના શું ફાયદા છે તે જાણી શકાય છે. ઉપરાંત યોગની કારકિર્દીમાં આપણે ધારીએ એટલી આવક મેળવી શકીએ છીએ.
આવકમાં વધારો: યોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.જો લોકો યોગને પ્રોફેશનલ રીતે અપનાવે અને તેમાં કારકિર્દી ઘડે તો આર્થિક ઊપાર્જન તો થાય જ છે સાથે સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.તો જીવનમાં કોઈ સમસ્યા હોય તો યોગ કરતાં રહેવાથી મુશ્કેલીના સમયમાં રસ્તો શોધીને માનસિક સંતુલન પણ જાળવી શકાય છે. આજકાલ લોકો યોગ માટે પર્સનલ ક્લાસ પણ લેતા હોય છે. તો હાલમાં સરકારી શાળાઓમાં પણ યોગ ટિચરની પોસ્ટ પણ બહાર પાડવામાં આવી છે. તો તેમાં પણ કવોલીફાઈડ હો તો માસિક 10000થી 15000 ઓછામાં ઓછી આવક મેળવી શકાય છે.સામાન્ય વ્યક્તિ યોગને કારકિર્દી તરીકે અપનાવે તો તે સારી રીતે આર્થિક ઉપાર્જન કરી શકે છે.તેમજ આગળ જતા જેમ જેમ સર્ટિફિકેટ મેળવતા જાય તેમ તેમ તેની આવકમાં વધારો થઈ શકે છે.