લખપતના અનેક ગામોના ખેતર વાડીઓમાં તીડ જોવા મળી રહ્યાં છે. બપોરથી શરૂ થયેલા આક્રમણમાં રાત સુધીમાં હજારો લાખોની સંખ્યામાં તીડના ઝુંડ પહોંચી આવે છે. અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ આ સૂકા મુલક પર થયું છે.
કચ્છમાં પાકિસ્તાન તરફથી આવતા તીડનું આક્રમણ, 25 વર્ષે ફરી ખેડુતોમાં ચિંતા તીડના ટોળાં ઉત્તર-ઇશાન ખૂણાથી રણ પાર કરીને લખપતના દરિયાઇ રણ વિસ્તારના ગામડાઓમાં પહોંચ્યા છે, ત્યારે તેને જોઇ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ જશે. પણ ગુનાઉ વિસ્તારમાં તો કેટલાક ખેતરોમાં નુકસાન પહોંચાડી દીધું છે. ખાસ કરીને આ તીડ જ્યાં રાતવાસો કરે ત્યાં 200 બચ્ચાંને જન્મ આપે છે. તેથી જો રાત રોકાય તો બીજા દિવસે તેની સંખ્યા ચાર ગણી થઇ જાય.છે.
કચ્છમાં પાકિસ્તાન તરફથી તીડનું આક્રમણ, 25 વર્ષે ફરી ખેડુતોમાં ચિંતા ચાર ચાર વર્ષના દુષ્કાળ પછી ચાલુ વર્ષે સારા વરસાદ થકી ખેડૂતોના થયેલા સારા પાકનો સોથ વળી જવાથી ખેતીને નુકસાન થવાની ભીતિ વ્યકત થઈ રહી છે. ત્યાં જ જિલ્લામાં તીડ ત્રાટકતા ખેડુતો ચીંતામાં ગરકાવ થયા છે. ત્યારે તેને લઇને કચ્છ જિલ્લા ખેતીવાડી વિભાગની વિસ્તરણ ટીમે આ તીડના નિયંત્રણ માટે દવા છંટકાવની માહિતી અને સાહિત્ય વિતરણ કરી રહ્યા છે. તીડના ઉપદ્રવને અટકાવવા તંત્ર દ્વારા સહકારી મંડળીમાં તીડ નિયંત્રણ માટે દવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા તીડ નિયંત્રણ માટે બેંડીયોકાર્બ ૮૦% WP, ક્લોરપાયરીફોસ ૨૦% અથવા ૫૦ % EC, ક્લોરપાયરીફોસ ૨૦% અથવા ૫૦ % EC, ડેલ્ટામેથ્રીન ૨.૮ % અથવા ૧.૨૫% EC, ફ્રિપ્રોનિલ ૫% SC, લેમ્બાડસાલોથ્રીન ૫% EC, મેલાથીન ૫૦ % EC, ૨૫% WP, ૯૬% ULV નામની દવાઓનો છંટકાવ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.