કચ્છ : અત્યાર સુધીમાં કચ્છમાં 13 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. જેમાંથી લખપતની એક મહિલા પોઝીટીવ રિપોર્ટ સાથે હાલ સારવાર હેઠળ છે. જયારે એક દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જેમાં બાકીના 11 પૈકી 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત કચ્છમાં વધુ 56 લોકોને કવોરોન્ટાઈનમાં રખાયા હતા, ત્યારે કુલ મળીને તંત્રએ 422 લોકોને તેમના જ ઘરમાં કવોરોન્ટાઈનમાં રાખ્યા છે. કચ્છમાં તંત્રએ 800 જેટલા વિવિધ રૂમ અલગ તારવીને કવોરોન્ટાઈન માટેની સુવિધા ઉભી કરી દીધી છે. હાલ લખપત તાલુકાના પોઝીટીવ કેસ બાદ 29 લોકોની સરકારી કવોરોન્ટાઈન સુવિધા સાથે અલગ રાખ્યા છે.
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ કહ્યું હતું કે, લોકોનો સહકાર મળે તો એ જ મોટી જીત છે. કારણ કે, લોકોના એકબીજાના સંક્રમણથી બિમારી વધુ ફેલાય છે, ત્યારે જેમ જનતા કરફયૂને લોકોએ સમજયો હતો. તેમ હવે લોકડાઉન સ્થિતી પણ સમજે તો બિમારીને નાથી શકાશે.