કચ્છ: ભુજના માધાપરમાં 19 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કોરોના સંક્રમણને અટકાવવા વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ રીતે આ લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ખાસ કરીને રોજે રોજનું કમાઇને ગુજરાન ચલાવનારા ધંધાર્થીઓએ ગામ પર આવેલા સંકટને રોકવા મોટું યોગદાન આપવા સહમત થયા છે. જેના પગલે આવતીકાલથી એટલે કે, શુક્રવારથી આગામી 9/8 સુધી અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ તકે માધાપર નવાવાસ પંચાયતના ઉપ સરપંચ અરજણભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં આઠ જેટલા એક્ટિવ કેસ માધાપરના છે. જે અનેક લોકો સાથે સંપર્કમાં આવ્યા હોય આ ચેનને તોડવા માટે સ્વેચ્છાએ બંધ રાખવાનો નિર્ણય આવકારદાયક છે. કેમ કે વરસાદી વાતાવરણમાં નાસ્તાની લારી ઉપર વધારે લોકો એકઠા થાય તો રોગચાળો જલ્દી ફેલાઇ શકે છે. જેથી દસ દિવસ ધંધા-રોજગાર બંધ રહેતો આ સંક્રમણને ટાળી શકાય તેમ છે.