ETV Bharat / state

હમીરસર તળાવની જેમ ભુજના ઉમાસર તળાવનું બ્યુટીફિકેશન કરાશે

હમીરસર તળાવની જેમ ભુજના ઉમાસર તળાવનું બ્યુટીફિકેશન (Beautification of Umasar Lake) કરવામાં આવશે.91.92 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.દિવગંતોની યાદમાં દિવાળી સમયે સ્મૃતિવનમાં હજારો દિવા પ્રગટાવીને અંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

હમીરસર તળાવની જેમ ભુજના ઉમાસર તળાવનું બ્યુટીફિકેશન કરાશે
હમીરસર તળાવની જેમ ભુજના ઉમાસર તળાવનું બ્યુટીફિકેશન કરાશે
author img

By

Published : Oct 7, 2022, 7:44 PM IST

ભુજ હૃદય સમા હમીરસર તળાવનું જે રીતે બ્યુટીફિકેશન (Beautification of Umasar Lake) કરીને શહેરવાસીઓ તથા પ્રવાસીઓ માટે નજરાણારૂપ બનાવાયું છે. તે જ રીતે વોર્ડ નં.8માં આવેલા ઉમાસર તળાવના પાણીથી આસપાસની સોસાયટીઓને રક્ષણ આપવા પ્રોટેકશન વોલ બનાવવા સાથે તેનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. જેથી આ તળાવ પણ શહેરવાસીઓ માટે ફરવા માટેનું સ્થળ બની શકશે તેવું વોર્ડ નં.8માં સર્જન કાસા સોસોયટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રૂ.91.92 લાખના વિકાસકામોનું ખાતમુર્હુત કરતા વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.

વિકાસના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના જનલોક ભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત વિકાસ કામો કરવામાં આવશે. જેમાં રોટરી નગરમાં રૂ.9.57 લાખના ખર્ચે, હીલ સોસાયટીમાં રૂ.9.79 લાખના ખર્ચે તથા સર્જન કાસા સોસાયટી ખાતે રૂા.19.81 લાખના ખર્ચે તથા શ્યામજી કૃષ્ણવર્મા હાઇટસ ખાતે રૂ4.79 લાખના ખર્ચે સાર્વજનિક ચોકમાં ઇન્ટરલોકના કામ કરાશે. જયારે રૂ.23.98 લાખના ખર્ચે સહયોગનગર , કારીતાસ સોસાયટીમાં આંતરીક રસ્તાઓનું રીસર્ફેસીંગ કામ તેમજ રાવલવાડી રઘુવંશીનગર, નરસિંહ મહેતા નગર ખાતે રૂ.23.95 લાખના ખર્ચે આંતરીક રસ્તાઓના પર ડામરના કામ કરવામાં આવશે.

સ્મૃતિવનમાં હજારો દિવા દિવગંતોની યાદમાં દિવાળી સમયે સ્મૃતિવનમાં હજારો દિવા પ્રગટાવીને અંજલી આપવાનો કાર્યક્રમ યોજાશે. ભુજ શહેર ભવ્ય, દિવ્ય અને ભક્તિનું ધામ છે. ભુજનો રાજય સરકારે ચોતરફ વિકાસ કર્યો છે. ટુંકસમયમાં તમામ વોર્ડમાં સી.સી ટીવી કેમેરા નાખવામાં આવશે. તેમણે દિવાળી સમયે સ્મૃતિવનમાં ભુકંપના દિવગંતોની યાદમાં દિવા પ્રગટાવવાનો કાર્યક્રમ આયોજીત થશે

બારેમાસ ભરેલું સમગ્ર શહેરના રસ્તાઓનું રીસર્ફેસીંગ કરાશે. તેમજ નર્મદા કેનાલના કામ થઇ જતાં હમીરસર તળાવ પણ બારેમાસ ભરેલું રહેશે. ભુજ ટુરીસ્ટ સીટી હોવાથી તેમણે શહેરવાસીઓને ગ્રીન સીટી અને કલીન સીટી બનાવવા આહવાન કર્યું હતું.

શહેરને ભેટ મળશે 42 કરોડના ખર્ચે નલ સે જલ યોજનાની શહેરને ભેટ મળશે. વિધાનસભા અધ્યક્ષાની જહેમતથી ટુંક સમયમાં સુધરાઇના નવી ઇમારતનું ખાતમુહુર્ત કરાશે. શહેરના તમામ સર્કલો રીસર્ફેસીંગ કરાશે. વર્તમાન સમયમાં શહેરમાં રૂા.42 કરોડના વિકાસકામો ચાલુ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.