કચ્છઃ જિલ્લામાં લકોડાઉનની કામગીરીની સમીક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક IPS સૌરભ તોલંબિયા મુંદરા તાલુકાનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન પત્રી ગામમાં એકલા રહેતા એક 76 વર્ષીય વૃદ્ધ મહિલા બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે પોલીસ કાફલો બીમાર વૃદ્ધાના ઘેર પહોંચીને તેમને દવાઓ આપી અને કોઈ પણ જરૂરિયાત હોય તો સ્થાનિક પોલીસ અથવા પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
એક પોલીસ અધિકારીની આ છબી જોઈ બીમાર વૃદ્ધાના આંખે પાણી આવી ગયા હતા અને સમગ્ર પોલીસ પરિવાર માટે આર્શીવાદના શબ્દો વ્યક્ત કર્યા હતા.
![જાણો ભૂજ એસપીની દિલની વાત, કાયદો વ્યવસ્થાની સાથે પોલીસ મિત્ર થઈ સાબિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6599124_613_6599124_1585577794242.png)
લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરાવવા માટે પોલીસે કડક હાથે કામ લઈ રહી છે. સમગ્ર જિલ્લાની હદને સીલ કરી દેવાઈ છે. ડ્રોન વડે તપાસ કરવામાં આવી રહી છે. બહાર નિકળતા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યા છે. અને વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે.
વરસાદી કહેર હોય, કોરોના સામેની લડાઈ હોય કે, અન્ય અનેક વખત લાગણીશીલ બનીને માનવતા ધોરણે મિત્ર બની જતા ભૂજ SP સૌરભ તોલબિયાએ દિલથી એટલી જ લાગણી વ્યક્ત કરી હતી કે, લોકોએ સમાજમાં પોતાની જવાબદારી સમજવી રહી છે.
લોકો એકબીજાને મદદ કરી રહ્યા છે, ત્યારે જે લોકો કંઈ જ ન કરી શકે તો તેમની માત્ર એટલી જ જવાબદારી છે તે તેઓ ઘરમાં રહીને આ લડાઈને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપે.