- 35 થી 40 ગામને સારવાર પૂરું પાડતું શારદા મેડિકલ સેન્ટર કાર્યરત
- છેલ્લાં 15 વર્ષથી દર્દીઓની નજીવા દરે કરવામાં આવી રહી છે સારવાર
- દરરોજના 100 જેટલાં દર્દીઓ લઈ રહ્યા છે સારવાર
કચ્છઃ જિલ્લાના ભુજથી 65 કિલોમીટર દૂર રણપ્રદેશમાં આવેલા બન્ની વિસ્તારના 35 થી 40 ગામમાં આરોગ્યની સવલત પૂરી પાડી શકાય તે અર્થે શ્રોફ ફાઉન્ડેશન દ્વારા હોડકો ખાતે વર્ષ 2007માં શારદા મેડિકલ સેન્ટર (Sharda Medical Center) શરૂ કરવામાં આવ્યું હતું.
![શારદા મેડિકલ સેન્ટર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-02-learn-about-the-only-hospital-between-35-villages-which-is-65-km-far-from-bhuj-video-story-7209751_25062021143122_2506f_1624611682_876.jpg)
નજીવા દરે આપવામાં આવી રહી છે સારવાર
શારદા મેડિકલ સેન્ટર (Sharda Medical Center) પર આજુબાજુના ગામડાઓના લોકોને નજીવા દરે સારવાર આપવામાં આવી રહી છે. અહીં ઓક્સિજન તથા લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. બન્ની વિસ્તારના લોકોને પહેલા ભુજ સુધી સારવાર લેવા જવું પડતું હતું. ભુજ સારવાર લેવા જાય એટલે ખર્ચ પણ વધી જતો હોય છે અને ઉપરથી સારવારનો, દવાઓનો ખર્ચ અલગ જેથી નાના વર્ગના લોકો આર્થિક મુશ્કેલીમાં આવી જતા હતા. કેટલાક ઈમરજન્સી કેસમાં 70થી 80 કિલોમીટરનો પ્રવાસ કરતા સમયનો પણ વ્યય થઈ જતાં લોકોને શારીરિક તકલીફો પણ વેઠવી પડતી હતી. જોકે, હવે અહીં જ મેડિકલ સેન્ટર (Medical Center) કાર્યરત છે, જે લોકો માટે આર્શીવાદરૂપ છે.
![શારદા મેડિકલ સેન્ટર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-02-learn-about-the-only-hospital-between-35-villages-which-is-65-km-far-from-bhuj-video-story-7209751_25062021143122_2506f_1624611682_724.jpg)
આ પણ વાંચોઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ કટિબદ્ધ
મેડિકલ સેન્ટર પર Day careની service આપવામાં આવે છે
શ્રોફ ફાઉન્ડેશન (Shroff Foundation) દ્વારા અહીં હોડકોમાં નજીવા દરે આસપાસના ગામમાં રહેતા લોકોને સારવાર આપવામાં આવી રહી છે તથા Day Careની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સવારથી સાંજ સુધી દર્દીઓને તપાસવામાં આવે છે અને ડોઝ આપ્યા પછી ફરીથી બીજા દિવસે સવારે તેમને day care આપવામાં આવે છે. હાલ દરરોજના 50થી 60 દર્દીઓને day care service આપવામાં આવી રહી છે. શારદા મેડિકલ સેન્ટર ખાતે કોરોના કાળમાં દરરોજના 200થી 250 દર્દીઓ સારવાર અર્થે આવતા હતા અને હજી પણ 100 જેટલા દર્દીઓની OPD ચાલી રહી છે.
![શારદા મેડિકલ સેન્ટર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-02-learn-about-the-only-hospital-between-35-villages-which-is-65-km-far-from-bhuj-video-story-7209751_25062021143122_2506f_1624611682_730.jpg)
લોકોને 400થી 500 રૂપિયામાં થઈ જાય છે સારવાર
હોડકો ગામમાં રહેતા સુમાર ભૂરાએ જણાવ્યું હતું કે, અહીં લોકોને 400થી 500 રૂપિયામાં સારવાર થઈ જાય છે. જ્યારે ભુજમાં 10 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ જતો હોય છે. આ વિસ્તારમાં કોરોનાના કેયલાય કેસ આવ્યાં હતા. જોકે, અમે ડોક્ટરના જણાવ્યાં મુજબની ગાઇડલાઇન(Guideline)નું પાલન કર્યું માટે બચી શક્યા.
![શારદા મેડિકલ સેન્ટર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-02-learn-about-the-only-hospital-between-35-villages-which-is-65-km-far-from-bhuj-video-story-7209751_25062021143122_2506f_1624611682_497.jpg)
આ પણ વાંચોઃ ભુજની ખાનગી હોસ્પિટલ દર્દીઓ પાસેથી વધારે ફી વસૂલ કરતી હોવાની કોંગ્રેસની રાવ
કોરોના રસી લેવા ડોક્ટરે લોકોને કરી અપીલ
શારદા મેડિકલ સેન્ટર પર ફરજ બજાવતા ડૉ. ગૌરવ બુસાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં અહીં 200 થી 250 દર્દીઓ સારવાર લેવા આવતા હતા. તેમજ ડૉ. ગૌરવ બુસાએ વધુમાં જણાવ્યું કે, હાલ જ્યારે બીજી લહેર ચાલી રહી છે, ત્યારે તમામ લોકોએ રસીકરણ કરાવવું જરૂરી છે, જેનાથી સંભવિત ત્રીજી લહેરમાં સુરક્ષિત રહી શકાય.