- લાભ પાંચમે પૂજન સાથેે નવા વર્ષના ધંધા રોજગાર શરૂ
- ભુજના જથ્થાબંધ બજારમાં કરાયું કાંટા પૂજન
- વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા કાંટા પૂજન કરવામાં આવ્યું
- આજે માર્કેટમાં 4 કરોડના વેપાર સોદા થશે
ભુજ- કારતક માસના શુક્લ પક્ષમાં આજે પંચમી તિથિ છે આ તિથિને લાભ પાંચમ ( Laabh Panchmi ) તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. લાભ પાંચમ માટે એવું કહેવાય છે કે આખો દિવસ વણજોયું મુહૂર્ત, આખો દિવસ શુભ ગણાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના હસ્તે કાંટા પૂજન કરવામાં આવ્યું
જથ્થાબંધ માર્કેટમાં આવેલા ભુજંગ દેવની પૂજા આરતી કર્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ( Speaker of the Legislative Assembly Dr. Nimaben Acharya ) સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠકકર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ સહિત વેપારીઓની હાજરીમાં કાંટા પૂજન ( Kanta Pujan ) કરવામાં આવ્યું હતું.
તમામ વેપારીઓને પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ વેપારીઓએ ખૂબ મહેનત કરીને આ જથ્થાબંધ બજાર ઉભું કર્યું છે ત્યારે આજે લાભપાંચમના શુભ મુહુર્તમાં આજે કાંટા પૂજન કરવામાં આવ્યું છે અને અહીઁ ખૂબ મોટા વેપારો થતા હોય છે તથા ખેડૂતોને પણ તેમના પાકના સારા ભાવ મળતા હોય છે. ઉપરાંત નીમાબેન આચાર્યએ દરેક વેપારીઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આજના દિવસે 4 કરોડ રૂપિયાના સોદા થશે: પ્રમુખ જથ્થાબંધ માર્કેટ એસોસિએશન
જથ્થાબંધ માર્કેટ એસોસિએશનના પ્રમુખ મેહુલ ઠક્કરે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના કાળના કારણે બજારમાં અસર જોવા મળી રહી છે પરંતુ વેપારીઓમાં નવા વર્ષના વેપારને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે નવા વર્ષના પહેલા દિવસે 4 કરોડ રૂપિયાના સોદા થશે અને આજે સૌથી પહેલો વેપાર મગનો કરવામાં આવ્યો હતો.
શાસ્ત્રોક્ત વિધિથી પૂજાવિધિ કરી ધંધા રોજગાર શરૂ
આ નવુંં વર્ષ લાભદાયી નીવડે તથા દિવાળીના વેકેશન બાદ આજે ભુજની જથ્થાબંધ બજારમાં આજે વેપારીઓ કાંટા પૂજન સાથે શાસ્ત્રોક્ત વિધિથી પૂજાવિધિ કરી ધંધા રોજગાર શરૂ કર્યા હતાં. લાભપાંચમથી વિધિવત રીતે કચ્છની એપીએમસી બજારો અને જથ્થા બંધ બજારો પણ ખુલી છે ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ ખરીદી માટે આગળ આવતા બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Laabh Panchmi : ગુજરાતના બજારો ફરી ધમધમશે, વેપારીઓ લાભ પાંચમના શુભ મુહૂર્તમાં કરશે ટ્રેડિંગ
આ પણ વાંચોઃ આજે જૂનાગઢનો "મુક્તિ દિવસ"