ETV Bharat / state

"દુનિયાનો છેડો ઘર" 35 વર્ષે વતન પરત ફરેલી કચ્છી મહિલાને ખેતીએ આપ્યો સાથ, રમીલાબેનની સક્સેસ સ્ટોરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2024, 1:15 PM IST

Updated : Jan 10, 2024, 4:21 PM IST

દુનિયાનો છેડો ઘર, આ યુક્તિ સાચી પુરવાર કરતા કચ્છના એક મહિલા પ્રેરણાદાયી ઉદાહરણ બનીને સામે આવ્યા છે. 35 વર્ષ લંડનમાં રહ્યા બાદ કચ્છ મહિલા માદરે વતન પરત આવી ખેતીવાડીમાં લાગ્યા છે. એટલું જ નહીં 5 એકર જમીનમાં વિદેશી ફળ અને શાકભાજી ઉગાડી લાખોની કમાણી કરી રહ્યા છે. ETV BHARAT નો વિશેષ અહેવાલ...

Kutch News
Kutch News
35 વર્ષે વતન પરત ફરેલી કચ્છી મહિલાને ખેતીએ આપ્યો સાથ

કચ્છ : એક સમય હતો કે જ્યારે કચ્છ પટેલ સમાજના લોકો વિદેશમાં જઈને વસવાટ કરવા લાગ્યા હતા. ત્યાં જ પોતાનો ધંધો-રોજગાર શરૂ કરતા હતા. ત્યારે હવે ફરી લોકો પોતાના માદરે વતન પરત આવીને અહીં રહેવા લાગ્યા છે. એવા જ એક પટેલ સમાજના મહિલા રમીલાબેન વેકરીયા કે જેઓ 35 વર્ષ સુધી લંડનમાં રહ્યા છે. હવે તેઓ કચ્છના બળદિયા ખાતે આવીને ખેતીવાડીના કામમાં જોડાઈ અને અવનવા વિદેશી ફ્રૂટ્સ અને શાકભાજી વાવીને લાખોની કમાણી કરી રહ્યા છે.

35 વર્ષ લંડનમાં રહ્યા રમીલાબેન

મૂળ કચ્છના બળદિયા ગામના રમીલાબેન વેકરીયા 35 વર્ષથી પોતાના પરિવાર સાથે લંડનમાં રહેતા હતા રમીલાબેનને બાળપણથી જ ખેતીવાડીનો શોખ હતો. લંડનમાં પણ તેઓ પોતાના ઘરના બગીચામાં ત્યાંના ફ્રૂટ્સ ઉગાડતા હતા. પોતાના ઘર માટે તાજા શાકભાજી મેળવતા હતા. આ દરમિયાન તેઓ જ્યારે પણ કચ્છ આવતા ત્યારે કચ્છમાં પોતાની વાડીમાં પણ રસપૂર્વક વિવિધ પાકોનું વાવેતર અને ઉત્પાદન કરતા હતા. છેલ્લા 8 વર્ષથી તેમની પાસે અહીં બળદિયામાં વાડી છે.

પ્રેરણાદાયી ઉદાહરણ
પ્રેરણાદાયી ઉદાહરણ

ખેતીવાડી થકી લાખોની કમાણી કરી

રમીલાબેન વેકરીયા 35 વર્ષ બાદ હંમેશ માટે હવે બળદિયામાં રહેવા માટે આવી ગયા છે. રમીલાબેને જણાવ્યું કે હવે માત્ર ખેતીવાડીમાં પોતાનું ધ્યાન લગાવશે. જ્યારે તેમનો પરિવાર ત્યાં લંડનમાં જ રહેશે અને તહેવારોમાં વતનની મુલાકાતે આવતા રહે છે. રમીલાબેને એક એકરમાં ખેતી કરવાનું શરૂ કર્યું હતું. આજે 5 એકરમાં તેઓ ખેતી કરતા થયા છે. સાથે જ તેઓ અન્ય 5-6 પરિવારોને રોજગારી પણ આપી રહ્યાં છે. રમીલાબેનને ખેતી પ્રત્યે અનેરો રસ છે. ઉપરાંત લોકોને પણ તાજા શાકભાજી અને ફળો મળી રહે તે માટેની તત્પરતા રહેતી હોય છે. તેમણે પોતાની વાડીમાં 35 લાખના ખર્ચે બે મોટા ગ્રીનહાઉસ પણ ઊભા કર્યા છે.

વિદેશી શાકભાજી-ફળનું વાવેતર
વિદેશી શાકભાજી-ફળનું વાવેતર

વિદેશી શાકભાજી-ફળનું વાવેતર

રમીલાબેન પોતાની 5 એકરની વાડીમાં તેમણે ટામેટાં, કેપ્સીકમ, કમળ કાકડી, આંબા, ડ્રેગન ફ્રૂટ, દૂધી, પીચ, ચીકુ, સ્ટાર ફ્રૂટ, પેશન ફ્રૂટ, મેંગો સ્ટીક, બ્લેક મેંગો, રેડ મેંગો, એપલ બોર, લંડનના એપલ, બદામ, પિસ્તા, જાયફળ, એલચી, લીચી, કેળા, રુબી લોંગન, રીંગણ, પપૈયા, મરી, સ્ટ્રોબેરી, કીવી, ડુંગળી, લસણ, મૂળા, ખારેક જેવા શાકભાજી અને દેશી તેમજ વિદેશી ફળોનું પણ વાવેતર કરે છે. જેમાં ખીરા કાકડી, કેપ્સિકમ, દૂધી અને ટામેટાનું વેચાણ કરીને કમાણી પણ કરી રહ્યા છે. રમીલાબેને ટામેટાં, કેપ્સીકમ અને ખીરા કાકડીમાંથી અત્યાર સુધી અંદાજિત 9 મહિનામાં 32 લાખ રૂપિયાની કમાણી કરી છે.

પ્રેરણાદાયી ઉદાહરણ

પોતાના આ શોખ અંગે રમીલાબેન જણાવે છે કે હવે તેઓ કચ્છમાં જ રહીને ખેતી કરવા માંગે છે. યુવા પેઢીને પણ સંદેશો આપે છે કે ખેતી વાડીમાં મહેનત કરીને જેટલી કમાણી છે તે ક્યાંય નથી. ખેતીનું કામ સમય જરૂર માંગે છે, પરંતુ પછી તેમાંથી થતા પાકના ફળ મીઠાં હોય છે. ખરેખર યુવા પેઢીએ પણ ખેતીમાં જોડાવું જોઈએ. આગામી સમયમાં રમીલાબેન સંપૂર્ણ ખેતી પ્રાકૃતિક રીતે કરવાના છે તેવું તેમણે જણાવ્યું હતું. રમીલાબેન માદરે વતન આવીને જન્મભૂમિને જ હવે કર્મભૂમિ બનાવીને ખેતીકામ કરી રહ્યા છે.

  1. Camel Milk: કચ્છની સિદ્ધિમાં વધુ એક ઉમેરો, કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેશનની માન્યતા
  2. Bhuj News: ભુજની ખાણીપીણી બજારમાં 'દેશી ચીઝ ચટણી પીઝા'ની ધમાકેદાર એન્ટ્રી

Last Updated : Jan 10, 2024, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.